________________
ચતુર્થ ઉઘોતઃ ૫, ૬
૨૮૩ અહીં હથેળીમાં (ચાંગળામાં) મત્સ્ય અને કચ્છપનું ‘અદ્ભુતરસને પોષતું દર્શન સૌદર્યાતિશયને પોષે છે. તેમાં એક ચુલકમાં સમુદ્રની સન્નિધિના કરતાં પણ, દિવ્ય મત્સ્ય અને કચ્છપનું દર્શન નવીન હોવાથી ‘અભુતરસને અધિક અનુકૂળ છે. લોકપ્રસિદ્ધિથી જે વસ્તુ ક્ષુણ હોય (ચવાઈ ગયેલી હોય) તે અદ્ભુત હોય તો પણ આશ્ચર્યકારક નથી બનતી. અક્ષુણ વસ્તુ (નવી વસ્તુ)નું વર્ણન કેવળ અદ્ભુતરસરને જ નહીં અન્ય રસોને પણ અનુકૂળ હોય છે. જેમ કે
હે સુભગ, તે સાંકડી ગલીમાં, અકસ્માત્ તે (મારી સખી, નાયિકા)ના જે પાર્થ (પડખા) ને અડકી તું નીકળી ગયો હતો તે પડખે હજી પસીનો થયા કરે છે, રોમાંચ થયા કરે છે, કંપ રહ્યા કરે છે.”
આ ગાથાના અર્થનું (વાચ્યાર્થનું) ભાવન કરતાં જે રસની પ્રતીતિ થાય છે, તે તમને જોઈને તે (નાયિકા) સ્વદયુક્ત, રોમાંચિત અને કંપિત થાય છે, આ પ્રકારના પ્રતીયમાન અર્થથી બિલકુલ નથી થતી. (ત્વાં વૃદ્ધા વિઘતિ વગેરે અર્થ ચિરપરિચિત છે અને તે વ્યંગ્ય હોવાથી પણ એટલો ચમત્કાર નથી પ્રતીત થતો જેટલો ઉપરના શ્લોકમાં વર્ણિત નવીન કલ્પના યુક્ત અર્થ વ્યંગ્ય હોવાથી પ્રતીત થાય છે.)
આ રીતે ધ્વનિભેદોનો આશ્રય લેવાથી, કાવ્યમાં જે પ્રકારે નવીનતા આવી જાય છે, તેનું પ્રતિપાદન કર્યું. ‘ગુણીભૂતવ્યંગ્યના પણ, ત્રણ ભેટવાળા વ્યંગ્ય (રસાદિ, વસ્તુ તથા અલંકાર) અપેક્ષાએ, જે પ્રકારો છે, તેના આશ્રયથી પણ કાવ્યની વસ્તુઓનું નવત્વ થઈ જ જાય છે. પણ તે બહુ વિસ્તારકારી છે માટે અહીં ઉદાહત કર્યું નથી. સહૃદયોએ પોતે જ કલ્પી લેવું. કારિકા-૨ અને વૃત્તિ
જો (કવિમાં) પ્રતિભાગુણ હોય તો આ પ્રકારે ધ્વનિ અને “ગુણીભૂતવ્યંગ્યના આશ્રયથી કાવ્યના (વર્ણવવા યોગ્ય રમણીય) અર્થોનો (ક્યારેય) વિરામ નથી.”
પુરાણા કવિઓના પ્રબંધો હોવા છતાં પણ, જો પ્રતિભાગુણ હોય તો (કાવ્યર્થનો વિરામ નથી). તે ન હોય તો કવિ માટે કોઈ વસ્તુ નથી. બંને અર્થ (ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્ય)ને અનુરૂપ શબ્દની ગોઠવણી (શબ્દોનો સંનિવેશ) માટેની પ્રતિભાના અભાવે રચના સૌદર્ય ક્યાંથી ઊપજે? અર્થવિશેષની અપેક્ષા વગર અક્ષરોની રચના જ રચનાનું સૌદર્ય છે એ વાત સહૃદયોના (હૃદયની) સમીપ પહોંચી શકતી નથી. (વીય નિકટતર, વધુ નજીક). જો એમ હોય તો અર્થ વગરની (અર્થહીન), ચતુર (સમાસવાળી) અને મધુર (કોમળ અક્ષરોવાળી) રચનામાં કાવ્યવ્યવહાર પ્રવર્તે. (અર્થાત્ એને કાવ્ય કહેવાનો વારો આવે). શબ્દ અને અર્થના સહભાવ (સાહિત્ય) થી કાવ્યત્વ હોવાથી એ પ્રકારના વિષયમાં કાવ્યની વ્યવસ્થા