SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્વન્યાલોક ‘શબ્દશક્તિમૂલ’ના વસ્તુ તથા અલંકારરૂપ બે ભેદ, ‘ઉભય શક્તિમૂલ’નો એક અને ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્ય’નો એક મળીને ‘વિવક્ષિતાન્યપરવાચ્ય’ના ૧૬ ભેદ અને ‘અવિવક્ષિતવાચ્યધ્વનિ’ના ‘અર્થાન્તરસંક્રમિતવાચ્ય’ અને ‘અત્યંત તિરસ્કૃતવાચ્ય’ ભેડ ફુલ ધ્વનિના ૧૮ ભેદ થયા. કારિકા-૩૧ તથા વૃત્તિ : (i) પ્રમ્લિષ્ટત્તેન માનતે । (૧) શ્રી નગીનદાસ પારેખ તથા આચાર્ય વિશ્વેશ્વરઅસ્કુટરૂપે પ્રતીત થતો હોય. (૨) શ્રી ડોલરરાય માંકડ-ક્લિષ્ટત્વ થકી આવતો હોય (૩) ડૉ. રામસાગર ત્રિપાઠી-મલિનતાની સાથે ભાસિત હોય. (ii) મતારા 7 મહિના... ઈ. ધ્વનિ સ્ફુટ હોય છતાં વાચ્યાર્થ એના ઉપર અવલંબિત હોય એવી સ્થિતિનું દૃષ્ટાન્ત આ શ્લોક છે. અહીં વર્ણન છે તે મુજબ તળાવનું પાણી શાન્તિ અને વિસ્મય નામે વિભાવરૂપે વ્યક્ત થાય છે, તેથી તે વાચ્ય જ છે. એમાં વ્યંગ્ય અર્થ એટલો છે કે ‘હું સવારે તળાવે ગઈ હતી.' પણ વાચ્યાર્થ એના ઉપર અવલંબે છે. તેથી અહીં ધ્વનિ નથી એમ ગણવાનું છે. ૩૬૪ = (iii) વાનીજ્જો... ઈ. જ્યાં કાવ્યની ચમત્કૃતિ વાચ્યાર્થને લીધે હોય ત્યાં વ્યંગ્યાર્થ સ્પષ્ટ હોય તો પણ ધ્વનિ ન ગણવો એ સમજાવવા માટે આ ઉદાહરણ આપવામાં આવ્યું છે. આ શ્લોકમાં ‘‘વેતસલતાકુંજમાં પોતાના પ્રિય સાથે મળવાનો સંકેત હતો, પણ પોતે જઈ શકી નહીં અને પ્રિય ત્યાં ગયો છે’’ એ વ્યંગ્યાર્થ છે. ‘પંખીઓનો કોલાહલ સાંભળી એનાં ગાત્રો તૂટે છે.’ એ વાચ્યાર્થ છે. અહીં વ્યંગ્યાર્થ વાચ્યાર્થને પોષે છે તેથી ધ્વનિ નથી. (iv) ૩ત્ત્રિનુ પતિત ઝુનુમ... ઈ. કોઈ નાયિકા પારિજાતની કુંજમાં પોતાના પ્રેમી સાથે રમણ કરે છે. તેનાં કંકણનો અવાજ બહાર સંભળાય છે. એ સાંભળીને નાયિકાની સખી તેને ચેતવવા આ શ્લોક બોલે છે. સખીનું આ વચન વિવિધ શ્રોતાઓ માટે ભિન્ન ભિન્ન વ્યંગ્યાર્થ આપે છે. (૧) નાયિકા માટે-તારે જોઈ વિચારીને કામ કરવું જોઈએ. (૨) પ્રેમી માટે- તારે સાવચેતી રાખવી જોઈએ, ઘરેણાંનો અવાજ ન થવા દેવો જોઈએ, પકડાઈ જવાય. (૩) સામાન્ય વ્યક્તિઓ માટે-આ તો નાયિકા ફૂલ પાડવા પારિજાત વૃક્ષ હલાવે છે તેથી કંકણ ખખડે છે, બીજું કશું નથી. (૪) સસરા માટે- મેં સખીને ચેતવી છે એટલે હવે પારિજાતને નહીં હલાવે, તથા પુષ્પ સમૃદ્ધિ ઓછી નહીં કરે તેથી ગુસ્સે ન થશો. (૫) સખીઓ માટે- સખીનું વર્તન છાવરવા મે કેવી યુક્તિ કરી, જોયું ને. આ શ્લોકમાં વ્યંગ્યાર્થથી પ્રાપ્ત થતું જ્ઞાન, વાચ્યાર્થની પૂર્તિ માટે જરૂરી છે. કારિકા-૩૨ અને ૩૩ તથા વૃત્તિ : અવ્યુત્પત્તિને કારણે એટલે કે અનુપ્રાસાદિ સાધવા માટે જ્યાં લાક્ષણિક શબ્દો વાપર્યા હોય. અશક્તિ એટલે
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy