________________
દ્વિતીય ઉદ્યોત : ૨૬, ૨૭
૧૩૯
કારિકા-૨૬ અને વૃત્તિ : (એક અલંકારમાંથી બીજો અલંકાર વ્યંજિત થાય તેનો) તેનો વિષય બહુ વિરલ થશે એવી આશંકાથી (આ કારિકા) કહે છે. ‘‘રૂપક વગેરે અલંકારો જે વાચ્ય છે તે બધા જ વ્યંગ્ય પણ હોઈ શકે છે એવું પ્રચુર માત્રામાં દર્શાવવામાં આવ્યું છે.’’
એક સ્થળે જે વાચ્યત્વથી પ્રસિદ્ધ ‘રૂપક’ વગેરે અલંકાર છે તે જ બીજે સ્થળે વ્યંજતાથી– પ્રતીયમાનપણાથી-ઘણી રીતે, ભટ્ટ ઉદ્ભટ વગેરેએ બતાવેલ છે. જેમકે સસંદેહ વગેરેમાં, ‘ઉપમા’ ‘રૂપકક ‘અતિશયોક્તિ’નું સૂચન (વ્યંગ્યત્વ) બતાવ્યું છે. તેથી એક અલંકારનું બીજા અલંકાર ઉપરથી વ્યંગ્યત્વ પ્રતિપાદન કરવામાં (વધારે) પ્રયત્ન કરવો પડતો નથી.
કારિકા ૨૭ અને વૃત્તિ : (તો પણ કેવળ) આટલી વાત (વિશેષરૂપથી) કહે છે જ કે
૨૭.૧ ‘“અલંકારાન્તરની પ્રતીતિમાં (અર્થાત્ જ્યાં બીજા અલંકારની પ્રતીતિ થતી હોય છતાં), જ્યાં વાચ્યનું તત્પરત્ન ભાસતું ન હોય, (અર્થાત્ વાચ્ય અલંકાર એ વ્યંગ્ય અલંકારનો પ્રધાનપણે બોધ ન કરાવતો હોય) એ માર્ગ ધ્વનિનો માનવામાં આવ્યો નથી.( અર્થાત્ તેને ધ્વનિનો વિષય માનવામાં આવતો નથી.)’’
ન
(રૂપક વગેરે) બીજા અલંકારની પ્રતીતિ હોય તોપણ જ્યાં વ્યંગ્યના પ્રતિપાદન દ્વારા વાચ્યનું ચારુત્વ પ્રગટતું નથી ત્યાં આ ધ્વનિનો માર્ગ નથી. જેમકે દીપક અલંકારમાં, ઉપમા, ગમ્ય (=વ્યંગ્ય) હોય તો પણ તેના પરત્વે ચારુત્વની વ્યવસ્થા ન હોવાને કારણે ત્યાં ધ્વનિનો વ્યપદેશ (નામ) નથી. જેમ કે
“ચંદ્રનાં કિરણોથી રાત્રિ, કમળોથી નલિની, પુષ્પગુચ્છોથી લતા, હંસોથી શરદની શોભા, અને સજ્જનોથી કાવ્યકથા ગૌરવાન્વિત કરાય છે.’
ઇત્યાદિ ઉદાહરણોમાં ઉપમા ગર્ભિત હોવા છતાં પણ વાચ્યાલંકાર દ્વારા જ ચારુતા વ્યવસ્થિત થાય છે. વ્યંગ્યાલંકારના તાત્પર્યથી નહીં. તેથી ત્યાં વાચ્યાલંકાર દ્વારા કાવ્યનું નામકરણ ન્યાયી છે.
અને જ્યાં વાચ્ય (અલંકાર)ની સ્થિતિ વ્યંગ્ય અલંકાર પરક જ હોય ત્યાં વ્યંગ્ય (અહંકાર) અનુસાર જ નામકરણ કરવું ઉચિત છે. જેમકે
‘‘તેને (પહેલેથી) લક્ષ્મી પ્રાસ છે, તો પછી એ શા માટે મને ફરી વલોવવાનું કષ્ટ ઉઠાવે ? (આ સમયે) આલસ્ય રહિત મનને કારણે તેની પહેલાં જેવી (દીર્ઘકાલીન) નિદ્રાની પણ કોઈ સંભાવના જણાતી નથી. સમસ્ત દ્વીપોના સ્વામીઓ દ્વારા અનુસરણ કરાયેલા તે ફરી સેતુ શા માટે બાંધે ? આ રીતે તમારા (સમુદ્રકિનારે) આવવાથી જાણે તર્કવિતર્ક કરતો સમુદ્રનો કંપ પ્રતીત થાય છે.’’