Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 410
________________ ધ્વન્યાલોક ૪૦૮ જોઈ શકાય છે. આ શ્લોકોમાં વેદ, યોગ, વિજ્ઞાન, ધર્મ, અર્થ, કામ, એને લગતાં વિવિધ શાસ્ત્રો, લોક્યાત્રા, ઇતિહાસ, શ્રુતિઓ વગેરેનો ઉલ્લેખ છે, પણ મોક્ષ જ પરમ પુરુષાર્થ છે અને તેનું પ્રતિપાદન અહીં કરેલું છે એવું કહ્યું નથી. (iv) ‘મળવાનું વાયુવેવથ... ઈ.' તથા ‘સ ફ્રિ સત્યમ્... ઈ.' . ઉત્તરપક્ષ (આનંદવર્ધનનો) તરફથી આ શ્લોકોનો નિર્દેશ છે. भगवान् वासुदेवश्च कीर्त्यतेऽत्र सनातनः । स हि सत्यमृतं चैव पवित्रं पुण्यमेव च ॥ शाश्वतं ब्रह्म परमं ध्रुवं ज्योतिः सनातनम् । यस्य दिव्यानि कर्माणि कथयन्ति मनीषिणः ॥ ભાવાર્થ એ છે કે ભગવાન વાસુદેવનું ચરિત્ર કહેવું એ ‘મહાભારત’નો મુખ્ય વિષય છે. પાંડવો વગેરેનું વૃત્તાન્ત એ વાસુદેવના ચરિત્રકીર્તનનું અંગ છે. પાંડવ, કૌરવ વગેરેનો અંત દુઃખ શોક અને નાશમાં આવે છે. બધા દુન્યવી પ્રપંચો અજ્ઞાનજન્ય છે. એ બધાનો અંત વૈરાગ્યમાં જ આવે છે. માટે માણસે ભગવાન વાસુદેવની ભક્તિમાં જ ચિત્ત પરોવવું જોઈએ. ‘અનુક્રમણી’માં જે કહ્યું છે તે વાચ્ય છે. પણ ઉપર દર્શાવી તે બાબત વ્યંગ્ય હોઈ વધુ ચારુતા આપે છે. (v) ‘રામાયણ’માં મુખ્ય રસ તરીકે કરુણરસ છે. ‘રામાયણ’નો ઉદ્ભવ શોકમાંથી થયો છે. રામ-સીતા કાયમ માટે છૂટાં પડે છે એ પ્રમાણે ત્યાં અંત છે; કાવ્યમાં વચ્ચે પણ રામવિરહથી દશરથનો વિલાપ, સીતાવિરહથી રામના શોકોારો વગેરે આ મહાકાવ્યના અંગિરસ-કરુણરસ તરફ નિર્દેશ કરે છે. (vi) પૂર્વપક્ષ મુજબ ‘મહાભારત’માં વીર, શૃંગાર, વગેરે બધા રસો છે. પણ આનંદવર્ધન અનુસાર શાંતરસ જ અંગિરસ- મુખ્ય રસ - છે. પૂર્વપક્ષનું ખંડન કરવા આનંદવર્ધને દર્શાવેલાં કારણોનો સંક્ષેપ શ્રી ડોલરરાય માંકડે (પૃ.૩૨૬) નીચે મુજબ ર્યો છે. (૧) “નિર્વેદ પામેલા પાંડવોનું અંતે અવસાન વર્ણવ્યું છે. (૨) મ.ભા.ની અનુક્રમણીમાં સ્વ શબ્દથી શાંતને અંગી(રસ) કહ્યો નથી પણ વ્યંગ્ય રીતે કહ્યો છે. (૩) માવાનું વાસુડેવી... ઈ. નો ભાવાર્થ તપાસતાં મ.ભા.માં શાંતરસ વિવક્ષિત છે એમ સૂચવાયું છે. ‘સ ફ્રિ સત્ય... ઈ.થી પણ એમ જ ફલિત થાય છે. (૪) અંતે ‘હરિવંશ’થી સમાપ્તિ કરેલ છે. યાદવો પરસ્પરના કલરથી લડી મરે છે એવું વર્ણન છે. વાચકને તેથી નિર્વેદ થાય છે. આ બાબત મ.ભાનો મુખ્ય રસ શાંતરસ છે એ પ્રતિપાદિત કરે છે. (૫) શાંત રસ અંગી છે તેથી દુનિયા અસાર છે એ વાતનું પ્રતિપાદન તે

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428