Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 413
________________ અભ્યાસ નોધ (ઉ. ૪/૭) ૪૧૧ આ પાઠ પ્રમાણે પંક્તિનો ભાવ એ છે કે જોકે એક પદાર્થનું અનેક વાર વર્ણન કરવામાં આવે તો પણ તેમાં નવીનતા આવી જાય છે, પણ એ બધાં વર્ણન એક સ્થાન પર નહીં પણ અલગ અલગ સ્થાન પર હોવાં જોઈએ. એક જ સ્થાન પર કરેલ વર્ણનોમાં તો પુનરુક્તિ જ થાય છે. તે અપુનરુક્તિ અથવા ‘નવનવાર્થનિર્મત્વેન’ પ્રતીત થતાં નથી. કવિએ, તેથી આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.’ આ પુસ્તકમાં મેં આપેલ, અનુવાદ શ્રી ડોલરરાય માંકડ પ્રમાણેનો છે. તેમણે સંસ્કૃત પાઠ ઉપર મુજબનો જ રાખીને એવો અનુવાદ સંદર્ભને ધ્યાનમાં રાખીને કરેલ છે તેમાં અપુનરુત્ત્વન’ અને ‘નવનવાર્થનિર્મત્વેન’ ઓ અર્થ નીકળતો નથી. શ્રી નગીનદાસ પારેખે સંસ્કૃત પાઠમાં ‘પ્રતિમાસન્ત’ પૂર્વે ‘ન’ મૂકેલ છે. આ ‘ન’ અન્ય કોઈ મુદ્રિત પુસ્તકના પાઠમાં નથી. ‘ન’ મૂકવાથી અર્થ બેસે છે. ડૉ. રામસાગર ત્રિપાઠીએ ‘અપુનરુત્વેન’ રાખ્યું છે. પણ વાડનવનવાર્થ... ઈ. માં અવગ્રહ મૂકી નકારનો અર્થ મેળવ્યો છે. આચાર્ય જગન્નાથ પાઠકે-વિશ્વેશ્વર મુજબનો જ પાઠ રાખી આ પ્રમાણે ભાષાન્તર આપ્યું છે. - " उस कवि के, एक जगह ही बार बार किए गए वे वर्णन प्रकार फिर नहीं कहे गए ( अपुनरुक्त) रूप से अथवा नये नये अर्थों से भरे ( नवनवार्थनिर्भर) रूपसे प्रतिभासित नहीं હોતે હૈં ।’ "1 વાકચની સંગતિ બેસાડવાની તકલીફ હોવા છતાં આગળનાં વાકચોમાં અને પછી ‘વિષમબાણ લીલા'ના શ્લોકમાં કહ્યા ઉપરાંત ‘એક જ જગાએ' આવી પુનરુક્તિ ન કરવાનું ગ્રંથકાર વિશેષ કહે છે, એમ સમજવાથી મુશ્કેલી રહેતી નથી. (ii) હંસાનાં નિનવેજી... ઈ. આ શ્લોકમાં મૃણાલ-કમળ ઠંડ–ની નવી ગાંઠોનું વર્ણન છે. એટલે અવસ્યાભેદમૂલક ચમત્કાર પ્રતીત થાય છે. (iii) ‘વિષમખાણ’ ગ્રંથ આનંદવર્ધને લખેલો પણ હાલ મળતો નથી. અવસ્થાભેઠ, કાલભેદ, દેશભેદથી આનન્દ્ગ કેવી રીતે થાય છે તેની ચર્ચા એ ગ્રંથમાં · કરી હશે. (iv) મઇ મદ્દ ત્તિ... ઈ. અહીં પ્રતિક્ષણ જનાર્દનને મારો, મારો કહેનાર માણસને પણ જનાર્દન પ્રત્યક્ષ થતા નથી આ વિરોધની છાયાથી આ પ્રાકૃત શ્લોક સુંદર લાગે છે. શ્રી નગીનદાસ પારેખ મદ્દુ, મત્તુ ના અર્થ મારું, મારું-એમ આપ્યા પછી સિંધીભાષામાં તેનો અર્થ ‘મધુ’, ‘મધુ’ એટલે કે મધુસૂદન એવો થાય છે એમ અર્થ લઈ ‘વિરોધાભાસ અલંકાર’ની પ્રતીતિ થાય છે એમ સમજાવે છે. ‘આખો વખત મધુસૂદન, મધુસૂદન એમ બોલ્યા કરનારના મનમાં’ એ મધુસૂદનનાં દર્શન થતાં નથી.

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428