Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 381
________________ અભ્યાસ નોધ (ઉ. ૩/૧૫) ૩૭૯ "अनुस्वानोपमात्मा यो ध्वनेः प्रभेद उदाहृतः केषुचित् प्रबन्धेषु (व्यञ्जकेषु सत्सु) व्यङ्ग्यतया स्थितो भवति सोऽपि, अस्य अंसलक्ष्यक्रमस्य रसादिध्वनेः व्यञ्जकतया भासते । અર્થાત્ “સંલક્ષ્યક્રમવ્યંગ્ય’નો જે ભેદ, પ્રબંધમાં સાક્ષાત્ વ્યંગ્ય પ્રતીત થાય છે તે પણ આ “અસંલક્ષ્યમવ્યંગ્ય’નો વ્યંજક હોય છે. તાત્પર્ય એ છે કે પ્રબંધથી સાક્ષાત્ તો સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ અભિવ્યક્ત થાય છે પણ પાછળથી તેનું પ્રકૃત રસાદિરૂપ “અસંલક્ષ્યમવ્યંગ્યધ્વનિ'ના રૂપમાં પર્યવસાન થઈ જાય છે. તે ‘અથવા અનુવાનોપમતિ ધ્વાહિત યઃ મેઃ વિત્ પ્રવધેનુ માને આ રીતે અન્વય કરીને અંતમાં કારિકામાં રહેલ ‘આ’ પદનો સંબંધ આગળની ૧૬મી કારિકાના “ધોલ્યોડનઃ વિ” ની સાથે કરીને “મર્થ સંત-વ્યયસ્થાપિ ઘોત્યો મત્તમ: વિદ્ મવતિ’ ક્યાંક કયાંક આ સંલક્ષ્યક્રમનું ઘોત્ય અસંલક્ષ્યક્રમવ્યંગ્ય હોય છે. આ રીતે સંગતિ મેળવવી જોઈએ.’ શ્રી વિશ્વેશ્વર કારિકાની બે રીતે વ્યાખ્યા આ પ્રમાણે આપે છે. (૧) સંલક્ષ્યમવ્યંગ્યરૂપ ધ્વનિનો જે પ્રભેદ કેટલાંક કાવ્યોમાં (સાક્ષાતુ) વ્યંગ્યરૂપથી વર્ણવેલો હોય છે, તે પણ (પર્યવસાનમાં) આ “અસંલક્ષ્યમવ્યંગ્યધ્વનિના વ્યંજક રૂપમાં ભાસે છે. (૨) અથવા અનુસ્વાનોપમ સંલક્ષ્યક્રમ વ્યંગ્યધ્વનિ'નો જે ઉદાહત ભેદ કેટલાંક કાવ્યોમાં પ્રતીત થાય છે, તે “સંલક્ષ્યક્રમવ્યંગ્ય’નું પણ ઘોત્ય અસંલક્ષ્યક્રમવ્યંગ્ય’ ક્યાંક ક્યાંક હોય છે. (i) મધુમનવિન... પાંચજન્યની ઉક્તિ આ પ્રમાણે છે. તીતવંpોવૃત... ઈ. શ્લોક. અર્થાત- “રમત વાતમાં દાઢની અણી ઉપર આખી પૃથ્વીને ધારણ કરનાર તમારાં અંગોને આજે કમળના તંતનું આભૂષણ પણ શાથી ભારે લાગે છે ?' આ શ્લોકમાં કૃષ્ણનો રુકિમણી પ્રત્યેનો અભિલાષ “સંલક્ષ્યમવ્યંગ્ય રૂપે પ્રગટ થાય છે. પછી વિપ્રલંભ શૃંગારરૂપ “અસંલક્ષ્યક્રમવ્યંગ્યનો વ્યંજક બને છે. (i) વિષમ વાગતીતાયામ્-“મવાગપતિવો... ઈ. શ્લોકનો અહીં નિર્દેશ છે. અર્થ-“હું મર્યાદાનું ઉલ્લંઘન કરતો હોઈશ, નિરંકુશ બની જતો હોઈશ, વિવેક ભૂલી જતો હોઈશ, પણ હું સ્વપ્નમાં પણ તારી ભક્તિ ભૂલતો નથી." આ શ્લોકમાં યૌવનનો સ્વભાવ મર્યાદા ઓળંગવાનો અને કામની ઉપાસના કરવાનો છે.’ એ વસ્તુ વ્યંજિત થાય છે, જે પ્રસ્તુત એવા શૃંગારરસમાં પર્યવસાન પામે છે. અહીં ‘સંલક્ષ્યમવ્યંગ્ય ધ્વનિ પોતે “અસંલક્ષ્યમૂવ્યંગ્યધ્વનિનો વ્યંજક બને છે. (iv) guોમાયુરંવાલા મહામાd I એક મૃત્યુ પામેલા બાળકને લઈને ડાઘુઓ સ્મશાનમાં આવ્યા. સાંજનો સમય છે. ગીધ અને શિયાળ બંને હાજર હતા. બંને શબ પોતાને ખાવા મળે તેમ ઇચ્છતા હતા. દિવસે ગીધનું અને રાત્રે શિયાળનું જોર ચાલે. તે બંને ડાઘુઓને કહે છે. ગીધ દિવસના પક્ષમાં અને શિયાળ રાત્રિના પક્ષમાં

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428