Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 406
________________ ४०४ દવન્યાલોક (ii) વામને વૈદભી, ગૌડી, પાંચાલી વગેરે રીતિઓ સમજાવી છે. તેનો સમાવેશ ધ્વનિમાં થઈ જાય છે એમ ગ્રંથકારનું કહેવું છે. કારિકા-૪૮ અને વૃત્તિ (ધ્વનિતત્ત્વ પછી વૃત્તિઓની પણ અનુપયોગિતા) (i) નાટયમાં ઉપયોગી ભારતી, સાત્ત્વતી, કેશિકી અને આરભટી આ ચાર પ્રકારની વૃત્તિઓને “નાટયની માતાઓ કહેવામાં આવી છે. આ ચાર વૃત્તિઓનો સંબંધ રસોની સાથે છે અને તે વ્યવહારરૂપ છે. તેથી આનંદવર્ધને તેમને અર્યાશ્રિત વૃત્તિ કહી છે. ઉભટ વગેરેએ ઉપનાગરિકા વગેરે ચાર વૃત્તિઓનું પ્રતિપાદન કર્યું છે. તેનો સંબંધ ખાસ કરીને શબ્દો સાથે છે. તેથી તેને “શબ્દાશ્રિત વૃત્તિ’ કહેલ છે. ધ્વનિસિદ્ધાંત વધુ વ્યાપક છે તેમાં આ વૃત્તિઓનો પણ અંતર્ભાવ થઈ જાય છે. (i) આ કારિકા પરની વૃત્તિના છેવટના ભાગમાં આનંદવર્ધન ‘અનિર્વચનીયતા વાદીઓ” (એ પ્રકારના ધ્વનિ વિરોધીઓ)ને જવાબ આપે છે. આનંદવર્ધને ધ્વનિ તત્ત્વ જુદી જુદી રીતે વર્ણવી બતાવ્યું છે. શબ્દોના વપરાશમાં પુનરુક્તિ ન જોઈએ, વાચક–ની દષ્ટિએ પ્રસાદ ગુણ જોઈએ, અર્થની દષ્ટિએ વ્યંગ્યપરતા અને વ્યંગ્ય વિશિષ્ટત્વ હોવાં જોઈએ. ગ્રંથમાં આનંદવર્ધને ધ્વનિને વર્ણવી દીધો હોઈ તે અવર્ણનીય, અનાખ્યય યા અનિર્વચનીય નથી. છતાં અવર્ણનીય કહેવામાં આવે તો એમ કહેનારની વિવેકશક્તિ નાશ પામી છે એમ જ કહેવું પડે. (ii) વીદ્ધાન...અન્યાન્તરે..ઈ. બોદ્ધો બધી વસ્તુને ક્ષણિક માને છે. એટલે કોઈ વસ્તુનું વર્ણન થઈ શકતું નથી. એ રીતે ધ્વનિનું વર્ણન ન થઈ શકે. તેથી અનાખેય કહેવાય. એના જવાબમાં કહ્યું છે કે આ મતની ચર્ચા મેં બીજા ગ્રંથમાં કરી છે. એ ગ્રંથ તે “ધર્મકીતિ’ના ગ્રંથ ‘પ્રમાણ વિનિશ્ચય’ ઉપરની વૃત્તિ ધર્મોત્તરી' યા ઘરમાં છે. તેનો સાર એ છે કે બૌદ્ધોના ક્ષણભંગવાદનો સિદ્ધાંત બરાબર નથી. તેથી તેને આધારે “ધ્વનિ' અનિર્વચનીય છે એમ કહી શકાય નહીં. ચતુર્થ ઉદ્યોત કારિકા-૧ અને વૃત્તિઃ કારિકાની પહેલાનું વૃત્તિ વાક્ય અન્ય ઉદ્યોતની સંગતિ બેસાડવા માટે છે. “સહયમને પ્રયોજન પહેલાં કહ્યું જ છે અને ત્રીજા ઉદ્યોતના અંતે સાચું જતું રાતું વા’ થી તેને જ સુટ કર્યું છે તો પણ અધિક ફુટ કરવા માટે હવે ગ્રંથકાર પ્રયત્ન કરે છે. કારિકા-૨ અને વૃત્તિ (i) નવા કવિના કાવ્યનો વિષય જૂના કવિના કાવ્યમાં મળતો હોય તે જ હોય, છતાં નવા કાવ્યમાં નવીનતા અને ચારુતા કેટલીકવાર દેખાય તેનું કારણ દર્શાવતાં કહે છે, આવા વિષયમાં નિર્ણાયક તત્ત્વ એક જ છે કે જો નવું

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428