Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 407
________________ અભ્યાસ નોધ (ઉ. ૪/૨) ૪૦૫ કાવ્ય પણ ધ્વનિવાળું હોય એટલે કે તેમાં ધ્વનિના કોઈ પણ એક પ્રકારની હાજરી હોય તો, એને સુંદર ગણવું જોઈએ. (ii) ‘ધ્વનિ’ અને ‘ગુણીભૂત વ્યંગ્ય’ બંને કાવ્યનિષ્ઠ ધર્મ છે. (પ્રથમ કારિકામાં ઉલ્લેખ) પ્રતિભા ગુણ કવિનિષ્ઠ-કવિમાં રહેનારો ધર્મ છે. તેથી તે બંને વ્યધિકરણ ધર્મ છે. બંનેના આધાર જુદા છે. સમાનાધિકરણ ધર્મોમાં જ કાર્ય કારણભાવ હોઈ શકે છે. વ્યધિકરણ ધર્મોમાં કાર્ય કારણભાવ માનવાથી ‘અ’ વ્યક્તિનું કર્મ ‘બ’ વ્યક્તિના ફળ ભોગનું અને ‘બ’નું જ્ઞાન, ‘અ’ની સ્મૃતિનું કારણ થવા લાગશે. ‘ધ્વનિ’ અને ‘ગુણીભૂતવ્યંગ્ય જુદાં અધિકરણમાં રહેનારી કવિ પ્રતિભાના આનન્ત્યનું હેતુ કેવી રીતે થશે ? તેનો જવાબ એ છે કે ‘ધ્વનિ’ અને ‘ગુણીભૂત વ્યંગ્ય’ નહીં પણ તેનું ‘જ્ઞાન’ કવિ પ્રતિભાની અનંતતાનો હેતુ છે ‘જ્ઞાન’ અને ‘પ્રતિભા’ બંને કવિમાં રહેનારા ધર્મ છે. તેથી સમાનાધિકરણ્ય હોવાથી કાર્યકારણભાવ માનવામાં કોઈ દોષ નથી. એવા આશયના પૂર્વપક્ષનો આ કારિકામાં ઉત્તર છે. ધ્વનિના જ્ઞાનનું કુલ પ્રતિભાનું આનન્ય છે અને પ્રતિભાના આનન્ત્યનું કુલ વાણીનું નવત્વ છે. (iii) ‘વિગ્નમસ્મિતોન્મેલા... ઈ. જૂનો શ્લોક છે. સ્મિત િિશ્ચ-પં... ઈ. નવો શ્લોક છે. નવા શ્લોકમાં વિષય કંઈ નવો નથી. શ્લોકમાં ‘અત્યંતતિરસ્કૃતવાચ્ય ધ્વનિ’ હોવાથી નવીનતા લાગે છે. લક્ષણામૂલ (અવિક્ષિતવાચ્ય)ના આ ભેદવાળા ઉદાહરણમાં મુગ્ધ, મધુર, વિભવ, સરસ, સિલયિત, પરિમલ વગેરે શબ્દોમાં લક્ષણા છે. વાચ્યાર્થનો બાધ થાય છે. તેથી લક્ષ્યાર્થથી અર્થ સમજાય છે. પણ તે દરેકનું પ્રયોજન વ્યંજનાથી-ધ્વનિથી જ સમજાય છે. ‘મધુર’ પદથી સૌંદર્યનો અતિરેક, ‘મુગ્ધ’પડથી સકલદયને હરી લેવાની ક્ષમતા, ‘વિભવ’ પદથી અવિચ્છિન્ન સૌંદર્ય, ‘પરિપન્દ’ શબ્દથી લજ્જાપૂર્વક મંદ ઉચ્ચારણથી જન્મેલ ચારુતા, ‘સરસ’ પદથી તૃપ્તિજનકત્વ, ‘કિસલયિત’ પદથી ‘સંતાપનું ઉપશમકત્વ’, ‘પરિકર’ પદથી અપરિમિતતા અને સ્પર્શ પદથી સ્પૃહણીયતમપણું વગેરે વ્યંગ્યોની વિશિષ્ટતાથી જુનો અર્થ પણ નવીન થાય છે. (iv) ‘સ્વતેનદ્રીત...' જૂનો શ્લોક છે. ‘યઃ પ્રથમ... નવો શ્લોક છે. નવા શ્લોકમાં બીજા ‘પ્રથમ’ શબ્દથી અસાધારણપણું અને બીજા ‘સિંહ’ શબ્દથી ‘બીજાથી અભિભવ થતો નથી એવો ભાવ' અજહત્ સ્વાર્થા લક્ષણા (ઉપાદાન લક્ષણા)થી સમજાય છે. અહીં ‘અર્થાન્તર સંક્રમિતવાચ્ય ધ્વનિ' (એ પ્રકારનો ‘અવિવક્ષિતવાચ્ય’ અર્થાત્ લક્ષણામૂલનો ભેદ)ના સંબંધથી નવીનતા પ્રતીત થાય છે. (v) શૂન્ય વસવૃ ં... ઈ. જૂનો શ્લોક છે. ‘નિદ્રાનિન... ઈ. નવો શ્લોક છે. તે બંનેમાં સંભોગશૃંગારનું ઉદ્દીપન વર્ણવાયુ છે. શૂન્ય વાસગૃહં... ઈ. માં ‘વાતા’ શબ્દ

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428