Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 405
________________ અભ્યાસ નોધ (ઉ. ૩/૪૭) ૪૦૩ ‘“સપ્તસમ્રાળિ વત્વારિ શતાનિ વિંશધિાનિ મન્તિ” કહ્યું છે. (૭૪૨૦) તેને બદલે ખરેખર જોતાં, ૨૮૪X૩૫=૯૯૪૦ થાય છે. (ii) અનુબ્રાહ્યાનુપ્રામાવેન । એટલે અંગાંગિભાવ યા પ્રધાન-ગુણભાવ. (iii) ક્ષળપ્રાધુાિ...ઈ. અહીં અર્થાન્તરસંક્રમિતવાચ્યધ્વનિ અને વિવક્ષિતાન્યપરવાચ્યધ્વનિ બન્ને સંભવે છે. બેમાંથી કોઈ એક પક્ષમાં નિર્ણય કરવાને કોઈ પ્રમાણ નથી તેથી ‘સસંદેહ સંકર’ છે. (iv) સ્નિગ્ધશ્યામત... ઈ. ‘અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય’ ધ્વનિ વિપ્રલંભ શૃંગાર છે. શોક અને આવેશએ વ્યભિચારિભાવો વ્યંજિત થાય છે. બંનેનો વ્યંજક એક ‘રામ’ શબ્દ, તેથી ‘એકાશ્રયાનુપ્રવેશ’ સંકર છે. (v) òર્તાદ્યૂતચ્છતાનાં... ઈ. વેણીસંહાર-૫/૬૬ આ શ્લોકમાં પદોના વ્યંગ્યાર્થથી વાચ્યર્થ પુષ્ટ થઈને આખા શ્લોકનો પ્રધાન અર્થ જે રૌદ્રરસ તેનું જ અંગ બને છે. (vi) યા વ્યાપારવતી... ઈ. આ શ્લોકમાં ‘દૃષ્ટિ આસ્વાદયોગ્ય બનાવવાનું કામ કરે છે.’ તેમાં વિરોધ છે. દૃષ્ટિ-પ્રતિભા અર્થ લેતાં વિરોધનો પરિહાર થાય છે. તેથી ‘વિરોધાભાસ’ અલંકાર છે. કવિ ખરેખર બધું નજરે જુએ છે તેથી તેની પ્રતિભામાં અમુક ચમક આવે છે. અહીં ‘દિષ્ટ’ શબ્દ ‘અર્થાન્તરસંક્રમિતવાચ્ય’ અને છે. ‘વિરોધાભાસ'ની મદદ મળે છે. એ બે વચ્ચે અનુગ્રાહ્ય-અનુગ્રાહકભાવ સંકર થાય છે. બંને અર્થો ‘દૃષ્ટિ’ શબ્દથી આવે છે, તેથી ‘એકભંજકાનુપ્રવેશ સંકર’ પણ છે. અહીં સંદેહસંકર પણ છે એમ ત્રણે પ્રકારનાં સંકરનાં ઉદા. મળી રહે છે. (vii) વન્તક્ષતાનિ વૈશ... ઈ. ‘ભૂખી સિંહણ ભૂખ મટાડવા પોતાનાં બચ્ચાંને ખાતી હતી. તેને અટકાવવા જિન ભગવાને પોતાનું શરીર સિંહણને આપી દીધું. સિંહણે એમના શરીર પર નખ અને દાંતના ઘા કર્યા, ત્યારે આવો અનુપમ ત્યાગ જોઈને મુનિઓ પણ એમના તરફ જોઈ રહ્યા એવો સંદર્ભ છે. આ શ્લોકમાં દયાને લીધે પ્રવૃત્ત થયેલ વીરરસ છે. સિંહણનું વર્ણન અપ્રસ્તુત, રાજપત્ની જેવું આપ્યું છે. તેથી ‘સમાસોક્તિ' અલંકાર છે. નખક્ષત, દંતક્ષત શૃંગારરસના શબ્દો છે, તેથી એમ સમજાય છે. મુનિઓ જેમણે કામમાત્રને વશ કર્યો છે તેઓ સ્પૃહાવાળા થયા. એમ સમજતાં વિરોધાલંકાર છે. આમ ‘સમાસોક્તિ’ અને ‘વિરોધ’ની ‘સંસૃષ્ટિ’ છે તેથી ‘વીરરસ’ સંકીર્ણ- સંકરવાળો- છે. કારિકા-૪૭ અને વૃત્તિ (હવે રીતિઓની અનુપયોગિતા) (i) જ્યાં સુધી ધ્વનિતત્ત્વ બરાબર નિરૂપાયું નહોતું ત્યાં સુધી રીતિઓનું પ્રતિપાદન થતું હતું તે ઠીક છે પણ હવે રીતિઓની ચર્ચા કરવાની જરૂર નથી. ધ્વનિનું ક્ષેત્ર બહુ વિસ્તૃત છે. ધ્વનિમાં રીતિઓનો અંતર્ભાવ થઈ શકે છે.

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428