Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 403
________________ અભ્યાસ નોધ (ઉ. ૩/૪૧) ૪૦૧ આ શ્લોનો પ્રકરણસંબંધ શો છે ? કોઈ પ્રેમી આ બોલતો નથી. કારણ કે એ પોતે ‘તુલ્ય વરના અભાવે મરવા જેવી થઈ ગઈ’ એમ પોતાનું નીચું દેખાય એવું બોલે નહીં. અનાસક્ત વૈરાગી પણ આ શ્લોકનો વક્તા ન હોય. કેમકે તે તો સ્ત્રીપ્રેમની વાતથી દૂર રહે. એ ઉપરથી લાગે છે કે અહીં સ્ત્રીનું સૌંદર્ય અને તેના પ્રત્યેનો અનુરાગ પ્રસ્તુત નથી. આનંદવર્ધન મુજબ પોતાને અપ્રતિમ વિદ્વાન ગણનાર કોઈ અભિમાની પુરુષ આ શ્લોક બોલે છે. ‘હું એટલો મોટો વિદ્વાન છું કે મારે લાયક બીજું કોઈ નથી. તો પછી ઈશ્વરે મને શું કામ સર્જ્યો ?′ એમ ‘નિર્વેદ’માં આ શ્લોક્નો અર્થ પરિણમે છે. તેથી અનુપમ સુંદર સ્ત્રી જે અહીં અપ્રસ્તુત છે તેના વર્ણનથી પ્રસ્તુત વિદ્વાન સમજાય છે તેથી ‘અપ્રસ્તુત પ્રશંસા’ છે એમ આનંદવર્ધનનું કહેવું છે. (iv) તથા ચાય ધર્મનીãઃ જો / આશરે ઈ. સ. ચોથા સૈકામાં ધર્મકીર્તિ નામના બૌદ્ધાચાર્ય થઈ ગયા. આ બૌદ્ધ દાર્શનિક ‘ધર્મકીર્તિ’ના બે ગ્રંથ ‘પ્રમાણવાર્તિક’ અને ‘ન્યાયબિંદુ, બૌદ્ધ ન્યાયના ઉત્કૃષ્ટગ્રંથ છે. આનંદવર્ધન મુજબ તાવન્યદ્રવિજો... ઈ. શ્લોક ‘ધર્મકીર્તિ’નો હોવાનો સંભવ છે. તેના ટેકામાં ‘ધર્મકીર્તિ’નો બીજો શ્લોક ‘અનધ્યવસિતા... ઇ.’ ઉદ્ધૃત કરે છે. એ શ્લોકમાં પણ ‘મારા મતને સમજનાર કોઈ છે જ નહીં તેથી મારો મત નકામો જ જશે ?’' એવા નિર્વેદમાં પરિણમતો અર્થ છે. આથી તેમનું આવું માનસ હતું. એથી તાવય દ્રવિો... ઈ. શ્લોકનો કર્તા પણ એજ હોય એવો સંભવ છે. ૪૧,૨ (i) અપ્રસ્તુતપ્રશંસાયાં ચ યમ્રાજ્ય... ઈ. (૧) જેમાં વાચ્યાર્થ વિવક્ષિત હોય (૨) જેમાં તે અવિવક્ષિત હોય (૩) જેમાં તે અમુક અંશે વિવક્ષિત અને અમુક અંશે અવિવક્ષિત હોય-એમ અપ્રસ્તુતપ્રશંસાના ત્રણ પ્રકાર આપ્યા છે. (ii) પરાર્થે યઃ પીડામ્... ઈ. આ શ્લોકમાં શેરડીનું વર્ણન અપ્રસ્તુત છે. ગુણને નહીં જાણનાર વચ્ચે જેને રહેવું પડયું છે એવા ગુણવાનની વાત પ્રસ્તુત છે. વાચ્યાર્થ વિવક્ષિત છે, જે શેરડીને લાગુ પડે છે. (iii) અમી યે દૃશ્યન્તે... ઈ. આ શ્લોકમાં વિવેક્શન્ય લોકોમાં જઈ પડેલા કોઈ ગુણવાનની કદર થતી નથી એવો પ્રસ્તુત અર્થ, આંખની અપ્રસ્તુત વાતથી કહેલ હોઈ અપ્રસ્તુતપ્રશંસા છે. અહીં પણ વાચ્યાર્થ વિવક્ષિત છે. (iv) શાોટમ્ । શ્રી નગીનદાસ પારેખ મુજબ ‘“શાખોટકને નિઘંટુમાં ભૂતના વાસનું વૃક્ષ કહ્યું છે. એનાં ફળ પીળાં, છાલ સખત અને છાંયો બહુ જ ઓછો હોય છે. બાપાલાલ વૈઘજી એને ‘સરેટો’ કહે છે, કરાડી મટવાડ તરફ એને ‘કડુ’ કહે છે.’’ (v) ઉત્પયનાતાયા.... ઈ. ‘આ ઉદા. એ બતાવવા માટે છે કે કોઈ વાર ‘અપ્રસ્તુતપ્રશંસા’માં વાચ્યાર્થ અમુક અંશે વિક્ષિત અને અમુક અંશે અવિવક્ષિત હોય. ‘ખોરડીને વાડ કરે’ એવો વાચ્યાર્ય સંભવિત નથી તેમ અસંભવિત પણ નથી.

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428