Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 401
________________ અભ્યાસ નોધ (ઉ. ૩/૩૯) ૩૯૯ અલંકારત્વનો પણ અભાવ છે (વ્યતિરેક મુજબ), તે હોય તો અલંકારત્વ હોય છે (અન્નય મુજબ). શાસ્ત્રોનાં નીચેનાં કેટલાંક ઉદા. માં વ્યંગ્ય નથી તેથી ચારુતા નહીં હોવાથી જે તે અલંકારના લક્ષણ મુજબ એ નામનો અલંકાર કૌંસ મુજબનો લાગે છતાં તેને અલંકાર ગણાય નહીં. (૧) ગૌરિવ ત્રયઃ (ઉપમા) (૨) આવિત્યો યૂપઃ (રૂપક), (૩) સ્થાણુર્વા પુરુષો વન (સંદેહ) (૪) ગુૌ વં રગતમ્ (ભ્રાંતિમાન) (૬) શુૌ નેવું રનતમ્ ચ શુિ (અપક્કુતિ), (૬) આદ્યન્તૌ વિતૌ (યથા સંખ્ય)...ઇત્યાદિ અલંકાર નથી કેમકે તેમાં વ્યંગ્ય નથી, ચારુતા નથી. કારિકા-૩૯ અને વૃત્તિ: (i) જાનેં । કાકુથી. કાકુ એટલે સ્વરની અમુક જાતની હલક. કાકુથી બોલીએ ત્યારે બે અર્ધો હોય. તેમાંથી બીજો અર્થ-વ્યંગ્યાર્થ જ્યારે ગૌણ હોય ત્યારે ગુણીભૂતવ્યંગ્ય થાય. (ii) સ્વસ્થા મવન્તિ... ઈ. ભટ્ટનારાયણના વેણીસંહાર (૧/૮)નો આ શ્લોક ભીમ બોલે છે. સંપૂર્ણ શ્લોક આ પ્રમાણે છે. लाक्षागृहानलविषान्नसभाप्रवेशः प्राणेषु वित्तनिचयेषु च नः प्रहृत्य । आकृष्टपाण्डववधूपरिधानकेशाः स्वस्था भवन्ति मयि जीवति धार्तराष्ट्राः ॥ છેલ્લું પાઠ હકારાત્મક વાચ તરીકે ખોલવામાં આવે અને પ્રશ્નાર્થ તરીકે બોલવામાં આવે તો બે અલગ અર્થ થાય છે. (iii) શ્રી નગીનદાસ પારેખનું અવલોક્ન આ મુજબ છે, ‘‘લોચનકાર જ્યાં જ્યાં ‘કાકુ’ હોય ત્યાં બધે જ ‘ગુણીભૂતવ્યંગ્ય’ માને છે, જ્યારે મમ્મટ વગેરે એમ માને છે કે જ્યાં ‘કાકુ’થી સમજાતો વ્યંગ્યાર્થ ગૌણ હોય ત્યાં ‘ગુણીભૂતવ્યંગ્ય’ અને પ્રધાન હોય ત્યાં ‘ધ્વનિ' ગણાય. દીધિતીના લેખક પણ એમ જ માને છે, અને તેથી કારિકા અને વૃત્તિનો અર્થ પણ એ રીતે ઘટાવે છે. મૂળમાં ‘વ્યક્ષસ્ય મુળીમાવે’ છે તેના બે અર્થ થઈ શકે : ‘વ્યંગ્ય જ્યારે ગૌણ હોય ત્યારે ‘અને ‘વ્યંગ્ય ગૌણ હોઈને.’’લોચનકાર બીજો અર્થ લે છે, ‘દ્વીધિતી’ ટીકાના લેખક પહેલો અર્થ સ્વીકારે છે.’’ (પૃ. ૨૯૯) (iv) ઞમ ઞસત્ય:... ઈ. અહીં ‘સ્વયં નીચ વાળંદ પર અનુરક્ત છું અને અમારા પર આક્ષેપ કરે છે’ ઇત્યાદિ અનેક વ્યંગ્ય, અનેક પદોમાં ‘કાકુ’ દ્વારા સમજાય છે, પણ તે ગૌણ છે, માટે એ ‘ગુણીભૂતવ્યંગ્ય’નું ઉદાહરણ છે.

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428