Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 392
________________ વન્યાલોક કરવું. અને કદાચ કરાઈ જાય તો પણ તરત જ અંગીના વ્યભિચારીઓનું વર્ણન કરી દેવું, જેથી સમતુલા જળવાઈ રહે. (૩) એક મુખ્યરસ હોય અને બીજો ગૌણરસ હોય ત્યારે પણ ગૌણરસને ફરીફરીને ગૌણ રાખવાની જ મહેનત કરવી. (iv) મુક્તકની જેમ પ્રબંધમાં પણ બે સમબલ રસો આવી શકે છે. (y) તત્ર સર્વ શ્રેષ..નિર્વિરોથમેવા રસોના પરસ્પર અંગાંગિભાવના વિષયમાં અહીં જે બે મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનો આધાર ભરતમુનિના નાટયશાસ્ત્ર'ના “ભાવ વ્યંજક નામના સાતમા અધ્યાયના છેવટના ભાગમાં આવતો આ શ્લોક છે बहूनां समवेतानां रूपं यस्य भवेद् बहु । જ મનાવ્યો : સ્થાપી શેષા: સરખા મતિઃ | ના. શા. ૭/૧૧૯. બન્ને મતવાળા, આ શ્લોકની ભિન્ન રીતે વ્યાખ્યા કરે છે. પ્રથમ મત મુજબ સાક્ષાત્ રસોનો અને બીજા મતમાં તેના સ્થાયિભાવોનો સાક્ષાત્ કે પરંપરા યા લક્ષણાથી રસોનો અંગાંગિભાવ યા ઉપકાર્યોપકારક ભાવ થઈ શકે છે. તેથી બંને મતોમાં વિરોધી રસોના અવિરોધનો સ્વીકાર થઈ શકે છે. કારિકા-૨૫ અને વૃત્તિ (f) જ્યારે એક જ પ્રબંધમાં બે વિરોધી રસ હોય ત્યારે જે પ્રધાન રસ હોય તેને નાયક પરત્વે વિકસાવવો. તેનો વિરોધી રસ પ્રતિનાયકખલનાયક-પ્રત્યે વિકસાવવો. બંનેનો આશ્રય જુદો થતાં વિરોધ રહે નહીં (ii) દેધિરવિરોધી ગેરન્તર્યવિરોધી રેતિ વિધો વિરોધી જે બે રસો એક જ પાત્રને આશ્રયે રહે ત્યારે વિરોધી બને તે ઐકાધિકરણ્ય વિરોધી કહેવાય છે. જે બે રસો, બીજા કોઈ રસ વચમાં આવ્યા વગર લાગલગાટ ખીલવાય ત્યારે વિરોધી બને તે નરન્તર્ય વિરોધી કહેવાય છે. આમ વિરોધી બે પ્રકારના છે. (ii) અર્જુનતે...કતિનું આ કાવ્યમાં એવા પ્રસંગનો સંદર્ભ છે કે જ્યારે અર્જુનના ધનુષ્યનો ભયંકર ટંકાર થવા લાગ્યો ત્યારે ઈંદ્રના શત્રુના નગરમાં કોલાહલ મચી ગયો. અર્જુનનો ઉત્કર્ષ, તેની વીરતા દર્શાવવા શત્રુઓની ભયભીત સ્થિતિ વર્ણવેલ છે. વીરરસનો આશ્રય અર્જુન છે. ભયાનક રસનો આશ્રય શત્રુઓ છે. ભિન્ન આશ્રય હોઈ વીર-ભયાનકનો વિરોધ રહેતો હતો. કારિકા-૨૬ અને વૃત્તિ: (i) બૈરાર્ય વિરોધી રસોનો વિરોધ ટાળવાને માટે એવા બે રસોની વચ્ચે કોઈ એક ત્રીજો તટસ્થ રસ મૂક્વો જોઈએ. (i) યથા શાન્તઝુફાઓ નાનત્વે, નિવેશિતી | સમ્રાટ હર્ષવર્ધનલિખિત નાટક નાગાનંદ'માં પાંચ અંક છે. પ્રથમ ત્રણ અંકમાં ‘જીમૂતવાહન અને મલયવતીના

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428