Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 395
________________ અભ્યાસ નોધ (ઉ. ૩/૩૩) એવી શંકાનું સમાધાન અહીં કરવામાં આવ્યું છે. એવી રીતે પ્રતીતિ થતી હોય તો પ્રકરણ-સંદર્ભ-ન જાણનાર અને જાતે વાચ્ય-વાચકભાવને ન સમજનાર શ્રોતાઓને પણ કાવ્યના શબ્દો સાંભળવા માત્રથી રસાદિની પ્રતીતિ થવી જોઈએ. પણ એમ થતું નથી. ૩૩.૨ (i) તહેવં ચન્નમુન... ઈ. “આ ઉદ્યોતની શરૂઆતમાં’ પુર્વ યમુનૈવ ધ્વને પ્રતિ સપ્રમેવે સ્વરૂપે, પુનર્ચામુણેન પ્રાયતે' એમ પ્રતિજ્ઞા કરી હતી, તદનુસાર અહીં સુધી વ્યંજકમુખથી ધ્વનિપ્રભેદોનું નિરૂપણ કર્યું. હવે ઉપસંહાર કરતાં પ્રથમ ઉદ્યોતમાં સમર્થિત વ્યંગ્ય-વ્યંજક-ભાવને “યૂણાનિખનન-ન્યાય થી દઢ કરવા માટે ફરી પૂર્વપક્ષ કરે છે.” (આ. વિશ્વેશ્વર પૃ. ર૫૩). ii) પવાર્થપ્રતીતિવિ વીયર્થપ્રતીતે . અહીં કુમારિલ, પ્રભાકર એ મીમાંસકો અને વૈયાકરણો-એ ત્રણેના મતને નજરમાં રાખીને વ્યંજત્વ વિરોધી સામાન્ય પૂર્વપક્ષ કરવામાં આવેલ છે. (ક) કુમારિલ ભટ્ટ-મીમાંસક-મુજબ રસોઈ રંધાય તે માટે બળતણના જ્વાળારૂપ અવાંતર વ્યાપારની જેમ વાક્યાર્થબોધને માટે શબ્દોના પદાર્થપ્રતિપાદનરૂપ આવન્તર વ્યાપાર ઉપાયમાત્ર છે. અર્થાત્ શબ્દોથી ઉપસ્થિત થનાર પદ-અર્યોથી, તાત્પર્યરૂપથી જે અર્થનું પ્રતિપાદન થાય છે તે જ વાક્યર્થ છે. તે જ વાચ્ય છે. (ખ) પ્રભાકર-મીમાંસાની બીજી શાખાના આચાર્ય-એક જ દીર્ઘઅભિધા વ્યાપારથી (ધનુર્ધારીનું બાણ જેમ કવચ, શરીર વગેરે ભેદીને મર્મસ્થાને વાગે છે તેમ) વાચ્ય અને વ્યંગ્યની પ્રતીતિ થઈ જાય છે. પ્રભાકર ‘અન્વિતાભિધાનવાદી છે. (ગ) ફોટવાદી વૈયાકરણ પદાર્થ-વાક્યર્થ વચ્ચે કારણ-કાર્યભાવ માને છે, પણ જરા જુદી રીતે. આંનદવર્ધન ઉત્તરપક્ષમાં આ પૂર્વપક્ષનો જવાબ આપે છે. ii) તથા “બ્રીડાયTIન્નતવન'. ચેષ્ટવિશેષ... | આનંદવર્ધન અહીં અભિધા અને વ્યંજનાનો સ્વરૂપભેદ સમજાવે છે. અર્થ વ્યક્ત કરવાની શક્તિ ધરાવતા શબ્દની શક્તિ તે અભિધા કહેવાય છે. જ્યારે વ્યંજના તો ગીત વગેરેના અવાચકઅર્થ વગરના શબ્દ- અવાજમાં પણ જોવામાં આવે છે. જેમાં શબ્દ બિલકુલ હોય નહિ. એવી ચેષ્ટાઓ મારફતે પણ અર્થ વ્યંજિત થઈ શકે છે. તેથી તે બન્ને એક નથી. (iv) ર પાર્થવાયાર્થચાયો... ઈ. તાત્પર્યવૃત્તિમાં માનનારા અભિહિતાન્વયવાદી કુમારિલભટ્ટ અને તેમના અનુયાયીઓના મતનું ખંડન કરવા પદાર્થ વાક્યાર્થચાયનું ગ્રંથકાર ખંડન કરે છે. સ્ફોટવાદી વૈયાકરણ તો આ પદાર્થ અને વાક્યર્થવિભાગને અપારમાર્થિક

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428