Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 397
________________ અભ્યાસ નોધ (ઉ. ૩/૩૩) ૩૯૫ (iv) “ગુણવૃત્તિ (લક્ષણા) અને વ્યંજનાના સ્વરૂપમાં ત્રણ રીતે ભેદ છે. (૧) વ્યંજનામાં શબ્દની શક્તિ બાધિત થતી નથી, લક્ષણામાં થાય છે. (૨) વ્યંજનામાં સંકતનો ઉપયોગ નથી, જ્યારે લક્ષણામાં મુખ્યાર્થ (=વાચ્યાર્થ)નો બાધ સમજવા મુખ્યર્થ જાણવો પડે છે. તે સંતને આધારે જાણી શકાય છે. (૩) વ્યંજનાથી આવતો અર્થ, વાચ્યાર્થીની સાથોસાથ તેનાથી જુદે રૂપે પ્રતીત થાય છે, જ્યારે લક્ષણામાં મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ એકરૂપ થઈ જાય છે. આમ ત્રણ રીતે વ્યંજના ગુણવૃત્તિથી-લક્ષણાથી જુદી પડે છે.’ નગીનદાસ પારેખ (પૃ. ૨૬૯) () રાત્ કરવા પ્રતીતિપૂર્તિા...ગં ગુણવૃત્તિ વ્યવહાર તે પૂર્વપલ્સ-કેમકે ત્યાં વાચ્ય અને વ્યંગ્યની અલગ-અલગ અને કમથી પ્રતીતિ થાય છે. તેથી ‘વિવક્ષિતા પરવાચ્ય ધ્વનિમાં ગુણવૃત્તિ રહી શક્તી નથી. એવી રીતે આગળ કહેલ હેતુથી ગુણવૃત્તિમાં ‘વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિ રહી શક્તો નથી. (vi) તીક્ષ્ણત્વામિનવે..પુનરુમ્ | આ ત્રણ ઉદાહરણ અભેદોપચારરૂપ ગુણવૃત્તિનાં આપવામાં આવ્યાં છે. માણવકમાં અગ્નિનો, મુખમાં ચંદ્રનો અભેદ-આરોપમૂલક ઉપચાર વ્યવહાર હોવાથી આ ગૌણીનાં ઉદા. છે. આ વાચ્ય ધર્માશ્રય (રૂઢિહેતુક)નાં ઉદા. આપ્યાં છે. પણ મળવળ માં તેજસ્વિતા વગેરે અને બીજા ઉદા.માં ‘મહત્વતિશય રૂપ પ્રયોજન વ્યંગ્ય છે. તેથી આ ઉદા. વ્યંગ્યધર્માશ્રયનાં ન બની જાય તેથી લોચનકાર મુજબ “ તીર્ઘાત્’ અને ‘મહાત્વાતિ’ શબ્દો ઉદા સાથે મૂક્યા છે. તેથી તીર્ણત્વ વગેરે ધર્મ શબ્દોપાત્ત થતાં વ્યંગ્ય નથી. ત્રીજું ઉદા. સ્પષ્ટ રીતે વાચ્યધર્માશ્રયનું છે. ૩૩.૪ (i) પાધિ ! उप स्वसमीपवर्तिनि स्वधर्ममादधातीति उपाधिः । અર્થાત્ “જે પોતાના સમીપવર્તી, પોતાનાથી સંબદ્ધ પદાર્થમાં પોતાનો ધર્મ મૂકે છે તે ‘ઉપાધિ કહેવાય છે. જેમ જપા કુસુમને (એ પ્રકારનું લાલ ફૂલ) જો દર્પણની પાસે રાખવામાં આવે તો ફૂલની લાલાશ દર્પણમાં જોલશે. આ દષ્ટાંતમાં જપાકુસુમ ઉપાધિ છે. દર્પણમાં દેખાતી લાલાશ “ઔપાધિક' કહેવાય છે. વાચક– એ શબ્દની સ્વાભાવિક નિત્ય શક્તિ છે. પ્રકરણ વગેરેની વિશિષ્ટતારૂપ બીજી સામગ્રીના યોગથી શબ્દ અર્થને વ્યક્ત કરે છે. તેથી પ્રકરણ વગેરે અન્ય સામગ્રી ‘ઉપાધિ છે અને તેના સહકારથી શબ્દમાં દેખાતો વ્યંજત્વધર્મ “ઔપાધિક છે. (i) નિજત્વચાય... ઈ. અહીં ન્યાયદર્શનના પારિભાષિક શબ્દો પ્રયોજાયા છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ, એ ચાર પ્રમાણો, જ્ઞાન પ્રાપ્તિનાં સાધન છે. અનુમાન બે પ્રકારનું છે, સ્વાર્થ અને પરાર્થ. ભારતીય ન્યાયમાં અનુમાન વાક્ય પાંચ અવયવવાળું છે. જેમકે

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428