Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 388
________________ હવન્યાલોક પંક્તિમાં “અર્થાન્તરચાસ અલંકારથી શૃંગારમાં શાંતનો વ્યભિચારિભાવરૂપે પ્રવેશ થયો છે, જે શૃંગારનો વિરોધી છે. - (v) યતિ વા વૃત્તીના મતપ્રસિદ્ધાનાં... ઈ. ભરતના નાટ્યશાસ્ત્રમાં કેશિકી, સાત્ત્વતી, ભારતી તથા આરભટી ચાર વૃત્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વૃત્તિઓના અનુચિત પ્રયોગથી કે ભટ્ટ ઉદ્ભટે વર્ણવેલી ઉપનાગરિકા આદિ વૃત્તિઓના અનુચિત પ્રયોગથી પણ રસભંગ થાય છે. (vi) : અપરાળ્યો મહાન = દુર્યશ- લોચન. આચાર્ય વિશ્વેશ્વર (પૃ. ૨૧૮) “મહાભાષ્યમાં વ્યાકરણશાસ્ત્રનાં પ્રયોજનો વર્ણવતાં ‘તે મસુરા:’ પ્રતીકથી “અપશબ્દ થી બચવું પણ એક પ્રયોજન બતાવ્યું છે. (મહાભાષ્યપસ્પશાનિક) જે રીતે વૈયાકરણને માટે અપશબ્દનો પ્રયોગ મ્લેચ્છતાપાદક હોવાથી અત્યંત પરિવર્જનીય છે તે પ્રકારે કવિને માટે નીરસ કાવ્યની રચના અપશબ્દ સદશ હોવાથી નિન્દનીય છે. કારિકા-૨૦ અને વૃત્તિ ૨૦.૧ (i) વિપ્રતમ તાનાં ચાધ્યાવીનાન્ ! આ પંક્તિનો આશય એ છે કે રસોના વ્યભિચારિભાવ બધા મળીને ૩૩ માનવામાં આવ્યા છે તેમાંથી ઉગ્રતા, મરણ, આલસ્ય અને જુગુપ્સા સિવાય બાકીના શૃંગારરસના વ્યભિચારિ.. ભાવ હોય છે. વ્યાધિ વગેરે “કરુણ રસ નાં અંગ હોવાથી વિપ્રલંભશૃંગાર’ની સાથે તેનો વિરોધ હોઈ શકે છે, પણ તે શૃંગારનાં પણ અંગ છે તેથી તેનું વર્ણન થઈ શકે છે. જે શૃંગારનાં અંગ નથી કેવળ કરુણનાં અંગ છે, તેનું વર્ણન દોષજનક થશે. તેથી નહીં કરવું જોઈએ. | (i) વિહુ નિવઃ મત્યન્તવિરોધી | જ્યાં મરણ પણ શૃંગારનું અંગ બની શકે એવું ઉદાહરણ અભિનવે લોચનમાં, “રઘુવંશનો (૮/૧૫) શ્લોક ટાંકી આપ્યું છે. “તીર્થે તો વ્યતિવારમવું નહુશાયરો... ઈ. અહીં સ્પષ્ટ જ મરણ પતિનું અંગ છે. તેથી મરણને શૃંગારનું અંગ માન્યું છે. | (ii) માર્ચ શાતા ... છે. બીજી અપ્સરાઓની સાથે ઉર્વશી સ્વર્ગમાં ચાલી ગઈ. ત્યારે વિરહોત્કંઠિત રાજા પુરૂરવાના મનમાં થતા વિચારો આ શ્લોકમાં કેમેમે વર્ણવાયા છે. આ શ્લોકમાં નીચે મુજબ વ્યભિચારિભાવો છે. (૧) કયાં આ ન કરવા જેવું કાર્ય અને ક્યાં ચંદ્રવંશ? વિતર્ક. (૨) દેખાય એ શું ફરી?- સુક્ય. (૩) અરે ! મેં તો કામાદિ દોષોના શમન માટે (શાસ્ત્રોનું) શ્રવણ કર્યું છે. -મતિ.

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428