________________
૩૭૮
ધ્વન્યાલોક
કહી કાવ્યમાં ઔચિત્યનું મહત્ત્વ તેમના ગ્રંથ ‘ઔચિત્યવિચારચર્ચા’માં દર્શાવ્યું છે. ક્ષેમેન્દ્રના ઔચિત્ય સિદ્ધાંતનાં બીજ આનંદવર્ધનના આ શ્લોકમાં જોઈ શકાય છે. આનંદવર્ધને ઔચિત્યના મહત્ત્વ વિષે વૃત્તિ ભાગમાં પણ અવારનવાર કહ્યું છે. આ શ્લોકમાં રસના ઔચિત્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઔચિત્ય રસ, પાત્ર, વિષય વગેરેનું હોય છે.
(vi) પ્રયાતવસ્તુવિષયત્ન... ઈ. રૂપના દસ પ્રકારોમાં આ વસ્તુ નાટકમાટે સાચી છે. રૂપકના પ્રકરણ વગેરે અન્ય રૂપકોમાં કલ્પિત કથાવસ્તુ હોય છે.
(vii) તસ્માઽત્સાહવવ્રતાવિ... ઈ. રતિવિષયક વિવિધ સંભોગ-ચેષ્ટાઓ કામશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. અધમ શૃંગારની ચેષ્ટાઓ ઉત્તમ નાયક સાથે ન યોજવી, દેવોની સાથે પણ યોજવી જોઈએ નહીં. ‘મહાકવિઓમાં પણ’– દ્વારા કાલિદાસનું સૂચન છે. આનંદવર્ધન નિષ્પક્ષ અને નિર્ભય વિવેચક છે.
(૨) રસને અનનુગુણ સ્થિતિ મૂળ આધાર સામગ્રીમાં હોય તો તેમાં યોગ્ય ફેરફાર કરવા જોઈએ. તેનાં ત્રણ ઉદાહરણ આનંદવર્ધને આપ્યાં છે. તે વિશે અભિનવગુપ્ત જણાવે છે, ‘રઘુવંશ’માં અજના વિવાહનું વર્ણન મૂળગ્રંથમાં નથી કર્યું છતાં કાલિદાસે તે કર્યું છે. ‘હરિવિજય’માં કાન્તાના અનુનય માટે પારિજાતનું આહરણ ઇતિહાસમાં છે તે બતાવ્યું છે. ‘અર્જુનચરિત’માં અર્જુનનો પાતાલ વિજય ઇતિહાસ સિદ્ધ છે. રસને અનુકૂળ સ્થિતિ હોય ત્યાં મૂળનો પ્રસંગ એમને એમ રાખવો. પ્રતિકૂળ હોય તો પરિવર્તન કરવું જોઈએ. સમગ્ર ચર્ચામાં આનંદવર્ધન રસધ્વનિને મુખ્ય ગણે છે. તે જોઈ શકાય છે.
(૩) બીજ, બિન્દુ, પતાકા, પ્રકરી અને કાર્ય એ પાંચ અર્થપ્રકૃતિઓ, આરમ્ભ, યત્ન, પ્રાપ્ત્યાશા, નિયતાપ્તિ અને લાગમ-એ પાંચ (કાર્ય) અવસ્થા મળીને (અનુક્રમે) પાંચ સંધિઓ-મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ, નિર્વહણ-યાય છે. કથાવસ્તુના વિકાસ મુજબ પાંચ સ્થિત્યંતરોને સંધિ કહેવાય છે. દરેક સંધિનાં અંગ હોય છે તે ‘સંબંગો’ કહેવાય છે. તેની સંખ્યા ૬૪ છે. સંધિ અને સંધ્યગોથી વસ્તુગૂંફન સુશ્લિષ્ટ બને છે. આનંદવર્ધન અહીં પણ રસનો ખ્યાલ રાખવાનું જણાવે છે. રસના આવિર્ભાવ માટે યોગ્ય હોય એવાં અંગો જ રચવાં જોઈએ.
કારિકા-૧૫ અને વૃત્તિ : (i) ચૌદમી કારિકા સુધી ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિ’નું પ્રકરણ ચાલી રહ્યું છે. સોળમી કારિકામાં પણ ધ્વનિના એ જ પ્રકારનું વર્ણન છે. વચ્ચે આ પંદરમી કારિકામાં ‘અનુસ્વાનોપમ’ અર્થાત્ સંલક્ષ્યક્રમ વ્યંગ્યનું વર્ણન હોઈ અસંગત લાગે છે તેથી અભિનવગુપ્તને અનુસરતાં આચાર્ય વિશ્વેશ્વર આ કારિકા અને તેની વૃત્તિમાં ‘વ્યકૢયતયા’ અને ‘વ્યાતા’ પડો અધ્યાહાર છે એમ જણાવે છે તે પદોનો અન્વય આ રીતે કરે છે.