________________
અભ્યાસ નોધ (ઉ. ૨/૧૮,૧૯)
૩૫૧ (ii) મપૃથયત્ન નિર્વચૈત્વમ્ ! વિના પ્રયત્નથી, સ્વયં અનાયાસે આવતા, જુદા પ્રયત્ન વગર આપોઆપ આવી જતા.
અપૃથગ્યત્નનિર્વત્યે એવી રીતે આવતા અલંકારનું ઉદાહરણ પોતે પત્રાતી. ઈ. શ્લોકથી આપ્યું છે. રીસાયેલી નાયિકા પ્રત્યે નાયકની આ ચાક્તિ છે. આ શ્લોકમાં ઈર્ષ્યા-વિપ્રલંભના અનુભાવોની ચર્વણા જ મુખ્ય છે. છતાં સહજ રીતે ત્રણ અલંકારો આવી ગયા છે. (૧) રૂપક-ક્રોધમાં પ્રિયતમનો આરોપ હોવાથી. (૨) શ્લેષ-અધરરસ શબ્દના બે અર્થ છે- અધરામૃત અને અધરની ભીનાશ. (૩) વ્યતિરેક-તને ક્રોધ વહાલો છે, હું વહાલો નથી, એમ લેવાથી.
(ii) અપૂર્વિયા- હું પહેલો, હું પહેલો એમ કરતા. મન્વર્યા - બાણ ભટ્ટના પ્રસિદ્ધ ગદ્યકાવ્ય 'કાદંબરી' માં કાદંબરી નાયિકાને જોઈ તે પ્રસંગે.
સેતૌ- પ્રવરસેન કવિનું ‘સેતુબંધ' મહાકાવ્ય. આ કાવ્યનો બાણે ‘હર્ષચરિત'ના પ્રાસ્તાવિક શ્લોકોમાં ઉલ્લેખ કર્યો છે.
(iv) અંગી શૃંગારના નિરૂપણમાં યમક વગેરે અલંકારોના સ્થાન અંગેની ચર્ચાનો નિષ્કર્ષ શ્રી નગીનદાસ પારેખના શબ્દોમાં આ પ્રમાણે છે. (પૃ. ૮૯)
(૧) શૃંગારના કોઈ પણ પ્રકારમાં યમક અભિવ્યંજક થતો નથી. (૨) શૃંગારમાં અને ખાસ કરીને વિપ્રલંભમાં યમકની યોજના શક્તિશાળી કવિ કરે તોયે તે પ્રમાદરૂપ જ ગણાય. (૩) જે અલંકાર રસરચનાના આવેશથી આપોઆપ નીવડી આવે, જેને માટે અલગ પ્રયત્ન કરવો ન પડે, તે જ ધ્વનિકાવ્યમાં અલંકાર ગણાય. એવા અલંકાર બહિરંગ વસ્તુ ન ગણાય. (૪) કોઈવાર યમક વગેરે રસયુક્ત જોવામાં આવે છે ત્યાં યમકાદિ જ પ્રધાન હોય છે, રસ તેનું અંગ હોય છે. (૫) રસાભાસમાં યમક વગેરે તેનું અંગ બની શકે છે પણ જ્યાં શૃંગાર પ્રધાન હોય છે ત્યાં તે કદી અંગ બની શક્તા નથી.'
કારિકા-૧૭ અને વૃત્તિ યથાર્થતામ્ ઈતિ- ક્યા અલંકારો રસધ્વનિકાવ્યમાં સ્વીકારવા જેવા છે તે “શૃંગાર’ના દષ્ટાન્તથી આનંદવર્ધન સમજાવે છે. અહીં અને પછી ત્યાગ અને સ્વીકાર અંગે જે નિયમો બતાવે છે તે બધા જ પ્રધાન રસને લાગુ પડે છે એમ સમજવાનું છે. પૂરો વિચાર કરીને ઉદ્દિષ્ટ રસને અભિવ્યંજક હોય એવા અલંકારો જો યોજવામાં આવે તો તેને લીધે તેમનું ‘અલંકાર (આભૂષણ) નામ સાર્થક બને છે.
કારિકા-૧૮, ૧૯ અને વૃત્તિ ૧ : આ બે કારિકાઓ સાથે લેવાથી તેમાં રહેલા મોટા વાક્યનો અર્થ સમજી શકાય છે. રૂપક વગેરે અલંકારોને કાવ્યમાં પ્રયોજવા અંગેના છ નિયમો-છ શરતો-આ બે કારિકાઓમાં છે. પ્રથમ કારિકાનાં ચાર ચરણો અને બીજી કારિકાનો પૂર્વાર્ધ, આ પાંચેની સાથે બીજી કારિકાના ઉત્તરાર્ધના વાક્ય પરિવર્તદ્દીરવયાત્વાધનમ્ !' નો અન્વય કરવાનો છે.