________________
૩૭૨
ધ્વન્યાલોક
ત્રીજા વિકલ્પ અનુસાર સંઘટના ગુણોની આશ્રિત છે અર્થાત્ સંઘટના પોતાના આધારભૂત ગુણોનો આશ્રય કરે છે. (શુળાનશ્રિત્ય). આ અંતિમ વિકલ્પ આચાર્ય આનંદવર્ધનનો પોતાનો સિદ્ધાંત છે. ‘સંઘટના’ને ગુણોની આશ્રિત માનતા તેઓ તેને રસોની અન્યતમ વ્યંજક માને છે. ‘મુળનશ્રિત્ય’ આ કારિકાના અંશના ત્રણે વિકલ્પો પ્રમાણે સંગતિ બેસાડીને આચાર્યે ત્રણે પ્રમાણે સંઘટનાની રસથંજકતા સૂચવી છે. સંઘટના ગુણોની આશ્રિત છે’ તેનો અભિપ્રાય એ નથી કે ગુણોની સાથે સંઘટનાનો આધાર-આધેયભાવ છે, કેમકે ગુણોમાં સંઘટના નથી રહેતી. તેથી સંઘટના ગુણોથી પરતંત્ર થઈને રહે છે, તેની તે મુખાપેક્ષિણી છે. જેમ રાજાશ્રિત પ્રજા વર્ગ, રાજાનો પરતન્ત્ર યા મુખાપેક્ષી થઈને રહે છે, આ વાત લોચનમાં નિર્દેશવામાં આવી છે.’’
(ii) મન્વારસુમ... ઈ. ‘મંદાર કુસુમની રજથી પીળા થઈ ગયેલ વાળવાળી.’ આ ઉદાહરણ ‘શૃંગાર’માં દીર્ઘ સમાસવાળી રચનાનું આપ્યું છે. પણ આખો શ્લોક સામે નહીં હોવાથી અહીં ‘શૃંગાર’ની કોઈ પ્રતીતિ થતી નથી તેથી આ ઉદાહરણ બરાબર નથી એવી કોઈ આશંકા કરે તેના સંતોષ ખાતર બીજું ઉદા. અનવતનયનનાં... ઈ. આપ્યું છે. તેમાં પહેલાં બે ચરણમાં દીર્ધ સમાસ બન્યો છે છતાં, તે શૃંગારને ઉપકારક છે. યો યઃ શસ્ત્ર... ઈ. માં અસમાસા સંઘટના છે છતાં સૌંદર્ય છે.
(iii) નનુ અદ્રિ સઘટના...। પ્રશ્ન કરનારનો આશય એ છે કે શબ્દ, અર્થ અને સંઘટના આ ત્રણ જ ગુણોના આશ્રય થઈ શકે છે. તેમાંથી શબ્દ યા અર્થને ગુણોનો આશ્રય માનવાથી તો તેઓ શબ્દાલંકાર અથવા અર્થાલંકાર રૂપ જ થઈ જશે. ગુણોનું અલંકારોથી અલગ અસ્તિત્વ બનાવવાને માટે એક જ પ્રકાર છે કે તેને સંઘટનારૂપ અથવા સંઘટનાશ્રિત માનવામાં આવે ! જો તમે તેનું પણ ખંડન કરશો તો પછી ગુણોનો આશ્રય શું હશે ?
તેના ઉત્તરનો આશય એ છે કે ગુણોનો આશ્રય મુખ્યત્વે રસ છે. ગૌણરૂપથી તેમને શબ્દ અને અર્થનો ધર્મ પણ કહી શકીએ. ગૌણરૂપથી શબ્દ તથા અર્થનો ધર્મ માનવા છતાં પણ શબ્દાલંકાર અને અર્થાલંકારથી તેનો અભેદ નહીં હોય, કેમકે અનુપ્રાસાદિ અલંકાર અર્થની અપેક્ષારહિત રાખ્તધર્મ છે, અર્થાત્ અનુપ્રાસ વગેરેમાં અર્થવિચારની આવશ્યક્તા નથી હોતી. ગુણોની સ્થિતિને માટે વ્યંગ્યાર્થના વિચારની આવશ્યક્તા હોય છે.
(iv) શધર્મત્યું ચૈવા... | શૌર્ય વગેરે જેમ આત્માના ગુણો હોવા છતાં ઘણીવાર લોકો પડછંદ શરીર જોઈને શૌર્યાદિ શરીરના ગુણો કહે છે તેમ ગુણો પણ ખરેખર તો કાવ્યના આત્મારૂપ રસના ધર્મો હોવા છતાં, રસની અભિવ્યક્તિમાં ઉપયોગી શબ્દના ધર્મો કહી શકાય. એ માત્ર ઉપચાર છે, લાક્ષણિક પ્રયોગ છે.