________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૧)
૩૬૫ છંદને પૂરો કરવાની યાને પાદમાં જેટલા અક્ષરો જોઈએ તે પૂરા પાડવાની અશક્તિ.
જ્યાં અશક્તિને કારણે લાક્ષણિક શબ્દો પ્રયોજયા હોય ત્યાં આ દોષ થાય છે. આવા પ્રયોગોથી વિશેષ ચાતા આવતી ન હોવાથી એ ધ્વનિનાં ઉદાહરણ બનતાં નથી. કાવ્ય નિબંધન પરિપકવ ન હોય તો ત્યાં ધ્વનિ ન ગણવો. ધ્વનિનો પ્રકાશ હંમેશાં સ્પષ્ટતાથી જ થવો જોઈએ.
તૃતીય ઉદ્યોત કારિકા-૧ અને વૃત્તિઃ
૧.૧ (i) પર્વ ચયમુન...પ્રાતે / દ્વિતીય ઉદ્યોતમાં વ્યંગ્યના રૂપમાં ધ્વનિના સ્વરૂપનું પણ નિરૂપણ કરવામાં આવ્યું અને તેના ભેદ પણ બતાવાયા છે. હવે વ્યંજકના રૂપમાં સ્વરૂપ અને ભેદ બતાવવામાં આવી રહ્યા છે. પ્રશ્ન એ થાય છે કે બીજા ઉદ્યોતમાં વ્યંગ્યના ભેદોની સાથે વાચ્યના “અવિવક્ષિતવાચ્ય’ અને ‘વિવક્ષિતાન્યપરવાચ્ય’ નામના બે ભેદ બતાવ્યા હતા. પ્રથમ ઉદ્યોતમાં એ પણ દર્શાવેલ છે કે વાચ્યાર્થ વ્યંજક હોય છે. તો એમ કેવી રીતે કહી શકાય કે બીજા ઉદ્યોતમાં વ્યંગ્યના ભેદ બતાવ્યા, હવે ત્રીજા ઉદ્યોતમાં વ્યંજકના ભેદ બતાવાશે. તેનો જવાબ એ છે કે “અવિવક્ષિતવાચ્ય’ અને ‘વિવક્ષિતાન્યપરવાચ્ય” આ બે વાચ્યાર્થના ભેદ નથી પણ વ્યંગ્યના જ ભેદ છે. એક વ્યંગ્યાર્થ એવો હોય છે જેમાં વાચ્યાર્થની વિવેક્ષા હોય છે. બીજો વ્યંગ્યાર્થ એવો હોય છે જેમાં વાચ્યાર્થીની વિવક્ષા નથી હોતી. આમ આ વ્યંગ્યના ભેદ છે, વાચ્યાર્થના નહીં.
અવિવક્ષિતવાચ્ય’નો અર્થ આમ છે જેમાં વાચ્યને અવિવક્ષિત કરી દેવામાં આવે, વ્યંગ્ય દ્વારા નીચું કરી દેવામાં આવે.’ ‘વિવક્ષિતવાચ્ય’ એટલે જેમાં વાચ્યની વિવક્ષા અન્યપરક-વ્યંગ્યાર્થપરક હોય આ બે ભેદ વ્યંગ્યના જ છે. લેખકે વ્યંગ્યના મૂળભેદ અને અવાન્તર ભેદ બતાવતી વખતે વ્યંજકરૂપ વાચ્યાર્થના ભેદ વિશે કહ્યું હતું. વળી વ્યંજક અર્થ હોઈ શકે તેમ શબ્દ પણ હોઈ શકે છે. અર્થમાં વ્યંગ્ય થઈ શકવાની પણ યોગ્યતા હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અર્થ કેવળ વાચ્યાર્થના રૂપમાં જ વ્યંજક હોય એવું નથી, વ્યંગ્ય અર્થ પણ બીજા વ્યંગ્યાર્થિનું વ્યંજક હોય છે. એક જ અર્થ એક જગ્યાએ વાચ્ય હોય અને બીજી જગ્યાએ વ્યંગ્ય થઈ જાય તેવું બની શકે. આમ અર્થમાં વ્યંગ્ય હોવાની ક્ષમતા હોય છે, શબ્દમાં નહીં. શબ્દ ક્યારેય વ્યંગ્ય નથી હોતો પણ વ્યંજક જ હોય છે. તેથી ‘આલોકમાં કહ્યું કે વ્યંગ્ય મુખથી ભેદો દર્શાવ્યા છે. હવે વ્યંજક મુખથી બતાવવામાં આવી રહ્યા છે. જેમાં વ્યંગ્ય થવાની ક્ષમતા હોય છે તેના પ્રકારો બીજા ઉદ્યોતમાં બતાવી દીધા, હવે જે કેવળ વ્યંજક જ હોય છે, વ્યંગ્ય ક્યારેય થઈ શકતો નથી તેના ભેદ દર્શાવાશે. પદ, વર્ણ, વાક્ય, પદભાગ, સંઘટના અને