________________
પ્રથમ ઉદ્યોત: ૧૩, ૧૪
૯૧
કહેવાતો હોય એ પ્રસિદ્ધ નથી અને જુદો ન હોય તો (અપૃથક્ભાવ હોય તો) તેનું (ધ્વનિનું) તે (અલંકાર વગેરે) અંગ છે. પણ તે બે એકરૂપ નથી. જ્યાં (બંને) એકરૂપ હોય ત્યાં પણ ધ્વનિનું વિશાળક્ષેત્ર હોઈ તે (ધ્વનિ) તેનામાં (અલંકાર વગેરેમાં) સમાઈ જતો નથી. (અન્તર્ભૂત થતો નથી.)
૧૩.૧૦ મૂર્ત્તિમિઃ થિતઃ અર્થાત્ ‘‘વિદ્વાનો એ કહેલ છે” (કારિકા ૧૩માં આવેલ શબ્દો)થી આ (ધ્વનિ પ્રતિપાદનપરક) ઉક્તિ (ધ્વનિવાદ)વિદ્વાનોથી જ કરાયેલી છે. કાંઈ જેમ તેમ પ્રવર્તતી નથી એમ પ્રતિપાદિત કર્યું છે.
વૈયાકરણો (વ્યાકરણના વિદ્વાનો) પ્રથમ કોટિના વિદ્વાનો છે. કારણ વ્યાકરણ બધી વિદ્યાનું મૂળ છે. તેઓ (વૈયાકરણો) સંભળાતા અક્ષરોમાં ધ્વનિ છે એમ કહે છે. તેવી જ રીતે તેમના મતને અનુસરનારા કાવ્ય તત્ત્વાર્થ દર્દીઓએ (૧) વાચ્ય (૨) વાચક (૩) વ્યંગ્યાર્થ (૪) વ્યંજનાવ્યાપાર અને (૫) કાવ્યને વ્યંજકત્વના સામ્યને લીધે ધ્વનિ કહ્યો છે.
આ પ્રકારના અને આગળ કહેવામાં આવશે તેવા ભેદ-ઉપભેદોના સંકલનથી અત્યંત વ્યાપક (મહાવિષય) ધ્વનિનું જે પ્રતિપાદન-પ્રકાશન-છે તે કેવળ અપ્રસિદ્ધ અલંકારવિશેષના પ્રતિપાદનની જેમ (નગણ્ય) નથી. તેથી તેના સમર્થકોનો (તેનાથી ભાવિત ચિત્તવાળાનો) ઉત્સાહ ઉચિત જ છે. તેમજ તેમનામાં (ધ્વનિ મતના અનુયાયીઓમાં) ઇર્ષ્યાથી દૂષિત મતિ છે એમ બતાવી શકાય તેમ નથી. આમ ધ્વનિના અભાવવાદીઓને જવાબ અપાયો.
જ
૧૩.૧૧ ધ્વનિ છે. તે સામાન્ય રીતે (૧) અવિવક્ષિતવાચ્ય અને (૨) વિવક્ષિતાન્યપરવાચ્ય એમ બે પ્રકારનો છે. તેમાં પહેલાનું ઉદાહરણ
‘‘સુવર્ણને પુષ્પિત કરતી પૃથ્વીનું ચયન (અર્થાત્ પૃથ્વીરૂપ લતાનાં સુવર્ણરૂપ પુષ્પો વીણવાનું કાર્ય) ત્રણ પ્રકારના પુરુષો કરે છે-શૂરવીર, વિદ્વાન્ અને જે સેવા કરવાનું જાણે છે.'' બીજા (પ્રકાર)નું પણ (ઉદાહરણ આપે છે).
“હે સુંદર મુખવાળી ! આ શુક્ના બચ્ચાએ ક્યા પર્વત પર, કેટલા દિવસો સુધી કેવું તપ કર્યું છે, જેને કારણે તારા અધર જેવા લાલ બિમ્બફળને કોચે છે. (ચૂગે છે). કારિકા-૧૪ અને વૃત્તિ-૧૪.૧ જે-એમ કહ્યું હતું કે ભક્તિ (લક્ષણા, ગૌણી) ધ્વનિ છે, તેનું સમાધાન કરે છે.
‘‘આ ધ્વનિ, (કહેલા પ્રકારોવાળો ધ્વનિ) (ભક્તિ યા લક્ષણાથી) ભિન્નરૂપ હોવાથી, ભક્તિ (લક્ષણા)ની સાથે એકરૂપ થતો નથી.’’
આ ઉક્ત પ્રકારનો (પાંચ પ્રકારનો) ધ્વનિ (લક્ષણાથી) ભિન્નરૂપ હોવાને કારણે ભક્તિ (લક્ષણા)ની સાથે અભિન્ન થઈ શકતો નથી. વાચ્યાર્થથી વ્યતિરિક્ત અર્થનું, વાચ્ય અને વાચક દ્વારા તાત્પર્યરૂપથી પ્રકાશન જ્યાં વ્યંગ્યના પ્રાધાન્યમાં હોય તે ‘ધ્વનિ’ છે. ‘ભક્તિ’ તો ઉપચાર માત્ર છે