________________
તૃતીય ઉદ્યોત : ૪૧
૨૫૫
‘‘જેનું અવગાહન અતિશય બુદ્ધિશાળી દ્વારા પણ અધ્યવસાયનો વિષય નથી (અર્થાત્ અતિ બુદ્ધિશાળી પણ મારા મતનો પૂરો તાગ મેળવી શક્તા નથી). અધિક અભિયોગ (પ્રયત્ન) કરનાર દ્વારા પણ જેનું પરમાર્થ તત્ત્વ જોવાયું નથી. જગતમાં જેને સમજનાર કોઈ યોગ્ય પુરુષ મળતો નથી એવો મારો (દાર્શનિક) મત સમુદ્રના જળની જેમ પોતાના શરીરમાં જ જરાને (જીર્ણતાને) પ્રાપ્ત થશે.’’
આ શ્લોક દ્વારા પણ આ પ્રકારનો અભિપ્રાય પ્રકાશિત જ કરાયો છે.
‘‘અપ્રસ્તુતપ્રશંસા’’માં જે વાચ્ય હોય છે તે કદાચિત્ વિવક્ષિત, ક્યારેક અવિવક્ષિત અને કોઈવાર વિવક્ષિતાવિવક્ષિત હોય છે. એમ ત્રણ બંધ છાયા આવે છે. તેમાં વિવક્ષિતત્વ (નું ઉદાહરણ) જેમ કે- (આ શ્લોક ધ્વ. ૧/૧૪ની વૃત્તિમાં આવી ગયો છે.) ‘‘પારકાને માટે જે પીડા અનુભવે છે, જે ભાંગવા છતાં મધુર રહે છે, જેનો વિકાર (ગોળ વગેરે) ખરેખર, સૌને અભિમત-ગમતો-હોય છે. જો ખરાબ ખેતરમાં પડીને વૃદ્ધિને પ્રાપ્ત ન થઈ તો એ શું શેરડીનો દોષ છે ? ગુણહીન મરુભૂમિનો નહીં ?'’
અથવા જેમ કે મારો જ (શ્લોક ઉદા. તરીકે)
‘આ જે સુંદર રૂપવાળાં (શરીરનાં અવયવ) દેખાય છે એ (અંગોની) સફળતા જે (ચક્ષુઓ) નો ક્ષણભર વિષય હોવાથી હોય છે, આશ્ચર્ય છે આ ચક્ષુ પણ હવે અંધકારમય જગતમાં બીજાં બધાં અવયવો સમાન-જેવાંરહ્યાં નથી !'’
આ બંને (શ્લોક)માં ઇક્ષુ અને ચક્ષુ બંને વિવક્ષિતસ્વરૂપ જ છે, નહીં કે પ્રસ્તુત છે. (અર્થાત્ અપ્રસ્તુત છે). અયોગ્ય વિષયમાં પડવાથી જેને ઉત્કર્ષ મળ્યો નથી એવા મહાગુણવાન પુરુષના સ્વરૂપની પ્રશંસાને માટે જ બન્ને શ્લોક તાત્પર્યરૂપથી પ્રસ્તુત છે તેથી.
અવિવક્ષિતત્વ જેમ કે
‘“અરે તું કોણ છે ?’’ ‘બતાવું છું, મને દુર્ભાગી શાખોટક જાણો,’ ‘કંઈક વૈરાગ્યથી કહી રહ્યો હોઉં એમ જણાય છે,’ ‘ઠીક સમજ્યા’, કેમ આમ કહે છે ?’ ‘અહીંથી ડાબી બાજુએ (ઓતાડી જગ્યાએ) બધા વટેમાર્ગુઓ સર્વ પ્રકારે તેને સેવે છે. માર્ગમાં ઊભો હોવા છતાં પરોપકાર કરી શકું તેવી છાયા સુદ્ધાં મારે નથી.’’
વૃક્ષવિશેષની સાથે પ્રશ્નોત્તર થઈ શકતા નથી. એથી અવિવક્ષિત અભિધેયવાળા જ આ શ્લોકથી સમૃદ્ધ અસત્પુરુષ (દુષ્ટ માણસ)ની સમીપ રહેનારા કોઈ નિર્ધન મનસ્વીનો દુઃખોઙ્ગાર તાત્પર્યદ્વારા વાકચાર્ય કરવામાં આવેલ છે, એમ
સમજાય છે.