________________
૩૪૨
ધ્વન્યાલોક
‘ભાક્ત અલંકાર વ્યવહાર' માને છે. એમ કરીને તેઓ ‘રસવત્’ના અલંકારત્વનો સ્વીકાર કરે છે.
બીજા વિદ્વાનો આ સમસ્યા હલ કરવા માટે અલંકારના લક્ષણમાં શબ્દાર્થનો સમાવેશ વ્યર્થ છે એમ જણાવી રસના ઉપકારકત્વ માત્રને અલંકારનું મુખ્ય લક્ષણ માનીને ગુણીભૂતરસોમાં સાક્ષાત્ રસોપકારકત્વ હોવાથી તેમાં ‘રસવત્’ અલંકારનો સ્વીકાર કરે છે. તેમના મતે આ અલંકાર ‘ભાક્ત’ નહીં પણ ‘મુખ્ય’ જ છે.
(iv) રસવત્ અલંકાર અને ગુણીભૂતવ્યંગ્ય વચ્ચે ભેદ- અલંકાર સાક્ષાત્ શબ્દ અને અર્થને ઉપકારક હોય છે અને ગુણીભૂતવ્યંગ્ય રસ સાક્ષાત્ બીજા રસને ઉપકારક હોય છે. તેથી તેમાં અલંકારનું સામાન્ય લક્ષણ લાગુ ન પડતું હોવાથી જે લોકો તેને ‘રસવત્’ અલંકાર ન કહીને ‘ગુણીભૂતવ્યંગ્ય’ કહે છે તેમનો મત સ્પષ્ટ થઈ જાય છે. તેમના મતે ધ્વનિ અને ગુણીભૂત વ્યંગ્ય બેજ વસ્તુ છે, તેનાથી ભિન્ન રસવત્ અલંકાર નામની ત્રીજી વસ્તુ નથી.
પણ આનંદવર્ધન ‘રસવત્’ અલંકારને માને છે, તથા ‘ગુણીભૂતવ્યંગ્ય’ને પણ માને છે. ધ્વનિકાર મુજબ રસાદિ ધ્વનિ ખીજાનાં અંગ તરીકે હોય ત્યારે રસવત્ (પ્રેયસ્, ઉજ્જૈસ્થિ, સમાહિત) અલંકાર કહેવાય છે. તથા વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ બીજાનાં અંગ તરીકે હોય ત્યારે ગુણીભૂત વ્યંગ્ય માનવાથી બંનેને અલગ સમજી શકાય છે.
(v) તાથા ચાટુલુ પ્રેયોઽતદારમ્ય... ઈ. આનંદવર્ધન કહે છે. ‘જ્યારે કાવ્યમાં બીજો કોઈ અર્થ એટલે કે રસાદિ, વસ્તુ કે અલંકારરૂપ કોઈ અર્થ મુખ્ય હોય અને રસાદિ તેના અંગરૂપે આવેલાં હોય ત્યાં એ રસાદિ અલંકાર કહેવાય છે’ પછી એક ઉદાહરણ આપે છે. એ દાખલો ભામહ આચાર્યે ‘પ્રેયોલંકાર (જેની એવી વ્યાખ્યા આપેલી છે કે ગુરુ, દેવ, રાજા અને પુત્ર વિષયક પ્રેમના વર્ણનને ‘પ્રેયોલંકાર’ કહે છે.) ને ધ્યાનમાં રાખીને આપેલો છે, અને કહ્યું છે કે એવાં પ્રશંસાત્મક વચનોચાદ્ભક્તિ-માં ‘પ્રેયોલંકાર’ જ પ્રધાન હોય છે અને તેમાં આવતા વીર કે શૃંગારાદિ રસો માત્ર એની પુષ્ટિ જ કરે છે, ગૌણ હોય છે. આમ આનંદવર્ધન અહીં ભામહનો મત ઉષ્કૃત કરે છે.
(vi) ત્રિં હાસ્યેન... ઈ. ‘આમાં શોક સ્થાયિભાવ છે. સ્વપ્ન જોવાથી એનું ઉદ્દીપન થયું છે. તેથી કરુણરસ અભિવ્યક્ત થઈ ચર્વણાનો વિષય બને છે. રાજાનો પ્રભાવ વર્ણવવો એ મુખ્ય વિષય છે, વાવાર્થ છે. તે કરુણરસ દ્વારા અધિક સૌદર્ય પ્રાપ્ત કરે છે.’ કરુણરસમાં બીજા કોઈ રસ કે અલંકારનું મિશ્રણ નથી, એટલે એ શુદ્ધ ‘રસવત્’ અલંકારનું ઉદાહરણ છે.
(vii) શિશ્નો હ્રસ્તાનનમઃ... ઈ. આ શ્લોકમાં કવિની શિવ વિષયક ભક્તિ પ્રધાનતાથી સૂચવાયેલ છે. શિવનો ત્રિપુરહાહ કાર્ય માટેનો ઉત્સાહ તેનો પોષક છે.