________________
અભ્યાસ નોધ (ઉ. ૨/૩)
૩૩૫ કારિકા-૩ અને વૃત્તિ: ‘રસાદિ શબ્દ રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવશાંતિ (યા-ભાવપ્રથમ) ભાવોદય અને ભાવથબલતા ને માટે પ્રયોજાય છે. સંસ્કૃત ટીકાકારોએ અને અર્વાચીન ભાષામાં “ધ્વન્યાલોક'ની વ્યાખ્યા કરનારાઓએ આ કારિકા વિસ્તારથી સમજાવી છે. આ કારિકામાં આવતા રસ, ભાવ વગેરે પારિભાષિક શબ્દો, રસસૂત્ર અને તેનાં ભકલોલા, શંકુક, ભટ્ટનાયક અને અભિનવગુસે કરેલ અર્થઘટન, તેમજ રસ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓને સંસ્કૃત સાહિત્યમાંથી શ્લોકો ઉધૂત કરીને વિસ્તારથી સમજાવેલ છે.
(i) જ્યારે રસાદિ પ્રધાન હોય અર્થાત્ અંગી હોય ત્યારે રસાદિ ધ્વનિ હોય છે. પણ જ્યારે “રસાદિ ની સ્થિતિ અપ્રધાન યા અંગ પ્રકારની હોય ત્યારે તે “રસવત’ વગેરે અલંકારોની કોટિમાં આવે છે. પ્રથમ ઉદ્યોતમાં આનંદવર્ધને એ દર્શાવેલ છે કે અલંકારોમાં ધ્વનિનો અંતર્ભાવ-સમાવેશ સંભવિત નથી. સમાસોક્તિ વગેરે અલંકારોમાં ધ્વનિનો સમાવેશ થતો નથી. એ રીતે રસવત્ અલંકાર અને તે પ્રકારના અન્ય અલંકારોમાં પણ રસાદિ ધ્વનિનો અંતર્ભાવ થતો નથી.
(i) રસ-શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત-એમ નવ રસ છે. વિમવાનુમાવચેમિવાસિયોગદું રસનિષ્પત્તિઃ' એવું રસસૂત્ર ભરતમુનિએ “નાટયશાસ્ત્ર'ના છઠ્ઠા અધ્યાયમાં આપ્યું છે. સંયોગ અને નિષ્પત્તિ શબ્દોને પ્રાચીન આચાર્યોએ જુદી જુદી રીતે સમજાવેલ છે. આ રસસૂત્રનાં ચાર આચાર્યોનાં અર્થઘટનોને આધારે પ્રાપ્ત થતા ચાર મત વધુ જાણીતા છે. (૧) ભટ્ટ લોલટનો ઉત્પત્તિવાદ (૨) શંકુકનો અનુમિતિવાદ (૩) ભટ્ટનાયકનો ભુક્તિવાદ (૪) અભિનવગુપ્તપાદાચાર્યનો અભિવ્યક્તિવાદ યાને સાધારણીકરણનો સિદ્ધાંત. રસને અલૌકિક માનવામાં આવે છે. નવે રસો સુખાત્મક છે. નાટય અને કાવ્ય બન્નેના સંદર્ભમાં રસને સમજાવવામાં આવેલ છે. આચાર્યોએ રસને અખંડસ્વરૂપ માનેલ હોઈ તેના રસોઇય વગેરે ભેદ નથી, જેવા ‘ભાવના છે. રસ સાથે સંબંધિત કેટલાક પારિભાષિક શબ્દો પર નજર કરી લઈએ.
(૧) સ્થાયિભાવ-“મનુષ્ય જે જુએ છે, સાંભળે છે કે કોઈ પ્રકારનો જે અનુભવ કરે છે તે બધાનો સંસ્કાર તેના મન ઉપર પડે છે. એ અનુભવ ક્ષણિક હોવાથી નષ્ટ થઈ જાય છે. પણ તે પોતાની પાછળ એક સ્થાયી સંસ્કાર છોડી જાય છે, જેને “વાસના પણ કહે છે. સંસ્કારને જાગૃત કરતી સામગ્રીથી આ સુષુપ્ત સંસ્કારોનો ઉબોધ થાય છે. આ જન્મના કે અગાઉના જન્મોના સંસ્કારો સુષુપ્ત અવસ્થામાંથી, ઉબોધક સામગ્રી પ્રાપ્ત થતાં, જાગ્રત થાય છે. મનમાં સ્થાયી રૂપથી રહેનારી વાસના યા સંસ્કારનું નામ સ્થાયિભાવ છે. રાગ, દ્વેષ, ઉત્સાહ, જુગુપ્સા સૌથી પ્રબળ સંસ્કારો માનવામાં આવે છે. માનવ યોનિમાં તથા માનવેતર યોનિમાં પણ આ જોવા મળે છે. અલંકારશાસ્ત્રના આચાર્યોએ રતિ, હાસ, શોક, ક્રોધ,