________________
અભ્યાસ નોધ (ઉ. ૨/૩) ઉદર પરની ત્રણ રેખાઓ રૂપી તરંગની વિષમતામાં અટવાઈ ગયેલી મારી નજર જાણે કે તરસી હોય તેમ ધીરેથી ઊંચા સ્તન ઉપર ચડીને જલબિંદુ વરસાવતી તેની આંખોને અત્યારે ઉત્સુકતાથી જુએ છે.”
‘અહીં રત્નાવલી નાયિકા આલંબન છે. ચિત્રદર્શન ઉદ્દીપન છે. દષ્ટિસ્તંભ ઇત્યાદિ અનુભાવ અને સુક્ય ઇત્યાદિ વ્યભિચારિભાવ છે. એનાથી પુષ્ટ થઈ રત્નાવલી તથા ઉદયન બંનેમાં પરસ્પર આસ્યાબંધને પ્રાપ્ત થનારી રતિ જ
સ્થાયિભાવના રૂપમાં ચર્વણામાં કારણ હોય છે. શૃંગાર રસ અંગી રૂપમાં પ્રકાશિત થાય છે તેથી “અસંલક્ષ્યક્રમવ્યંગ્ય’ નામનો ધ્વનિનો પ્રકાર છે.
દીધિતિ ટીકામાં પં. બદરીનાથ ઝાએ “ઉત્તરરામચરિત’નો શ્લોક ઉમરે મિપિ મરૂં... ઈ.૧ ૨૭ સંભોગ શૃંગારરસના ઉદાહરણ તરીકે આપ્યો છે.
(ii) ભાવ-“સમસ્તકાવ્ય રસથી જ જીવિત હોય છે. તોપણ રસ ચમત્કારસ્વરૂપ એકઘન હોય છે તથા આ ચમત્કાર તે રસના કોઈ અંશથી ઉત્કર્ષ પામે છે. એથી એ ચમત્કાર સ્વરૂપ આસ્વાદનમાં તે અંશ પ્રધાન માનવામાં આવે છે. એ રસમાં જ્યારે કોઈ વ્યભિચારિભાવ આ પ્રકારે ઉદ્રિત અવસ્થાને પ્રાપ્ત થઈ ચમત્કારનો પ્રયોજક હોય ત્યારે તેને ‘ભાવ ધ્વનિ' કહે છે. ઉદા.
तिष्ठेत्कोपवशात्प्रभावपिहिता दीर्घ न सा कुप्यति स्वर्गायोत्पतिता भवेन्मयि पुनर्भावार्द्रमस्या मनः । तां हर्तुं विबुधद्विषोऽपि न च मे शक्ताः पुरोवर्तिनी સા રાન્તમ નં નાનયોતિતિ થોડાં વિધિઃ વિક્રમોર્વશીય ૪/ ૨. અર્થાતુ- (એ સુંદરી ક્યાં ગઈ હશે વારુ ?)
ક્રોધને લીધે દિવ્ય પ્રભાવ દ્વારા છુપાઈ ગઈ હશે? પણ તે દીર્ઘકાળ સુધી ગુસ્સે થાય એવી નથી. સ્વર્ગમાં જવા ઉપડી ગઈ હશે? પણ એનું મન તો મારા વિષે ભાવસભર છે. વળી મારી સામેથી તેને ઉપાડી જવા અસુરો પણ સમર્થ નથી અને તે આંખોની આગળથી એકદમ અદશ્ય થઈ ગઈ છે, આ વિધિની કેવી વિચિત્રતા !”
કાલિદાસના ‘વિક્રમોર્વશીય’નો ઉપર્યુક્ત શ્લોક, ઉર્વશીના વિયોગમાં પુરૂરવા કહે છે. અહીં વિપ્રલંભ શૃંગાર રહેલો છે પણ આસ્વાદ ‘વિતર્ક' નામના વ્યભિચારિભાવને કારણે છે તેથી ‘ભાવ ધ્વનિ’ છે.
એ જ રીતે દેવાદિ વિષયક (અર્થાત્ દેવ, ગુરુ, રાજા વગેરેને લગતી) રતિ ને પણ ભાવ કહેવામાં આવે છે. ઉદા. ઝોવિનિવિણ... ઈ. અર્થાત્ હે ઈશ, તારા ગળાના એક ખૂણામાં રહેલું કાલકૂટ મારે મન મહા અમૃત છે. તારા શરીરથી જુદું અમૃત હોય તો પણ તે મને ગમે નહિ.' અહીં ભગવાન શંકર પ્રત્યેની રતિ એટલે કે પ્રેમ પ્રગટ થયો છે માટે એ “ભાવ” કહેવાય છે. એ સૂચવાવ હોવાથી ‘ભાવ ધ્વનિ' છે.