________________
૩ર ૭.
અભ્યાસ નોધ (ઉ. ૧/૧૩) સ્વરૂપને તેમણે “સ્ફોટ' નામ આપ્યું છે. બોલનારનો શબ્દ સાંભળનાર સમજે, તેને અર્થબોધ થાય તેમાં આ ‘સ્ફોટ’ જ મુખ્ય છે. તે અલગ અલગ રહેલા અક્ષરોને સંયુક્ત રીતે અને ક્રમ પ્રમાણે ઉપસ્થિત કરીને તેનો અર્થ આપે છે. વ્યાકરણના આચાર્યો માને છે કે સ્ફોટ વ્યંગ્ય છે. કારણ કે તે શબ્દની અંદર છુપાયેલો છે. આ આત્યંતર અર્થને સૂચવનારા શબ્દો માટે (અક્ષરો માટે) તેમણે ધ્વનિ’ શબ્દનો પ્રયોગ કર્યો છે.
બોલતા શબ્દના દરેક અક્ષરને આપણે જેમ જેમ બોલીએ છીએ તેમ તેમ તે તે અક્ષરોનો રણકાર સાંભળનારના મગજમાં રહી જાય છે. બધા અક્ષરો બોલાઈ રહે ત્યારે આ રણકારનો સંસ્કાર સમૂહ આખા શબ્દનો અર્થ સૂચવે છે. બધા અક્ષરોના ઉચ્ચારને અંતે જે તત્ત્વને લીધે આખા શબ્દનો અર્થ સમજાય છે એટલે કે આખા શબ્દના અર્થનો જે સ્ફોટ થાય છે તેને વૈયાકરણો એ ધ્વનિનું નામ આપ્યું છે.
વૈયાકરણ જ્યારે શબ્દને નિત્ય કહે છે ત્યારે તેનો અભિપ્રાય “સ્ફોટરૂ૫ શબ્દની નિત્યતાથી છે. આ જ રીતે અનેક પદોના સમુદાયરૂપ વાક્યસ્ફોટ'ની અભિવ્યક્તિ પદો દ્વારા થાય છે. વૈયાકરણોએ (૧) વર્ણસ્ફોટ (૨) પદસ્ફોટ (૩) વાક્યસ્ફોટ (૪) અખંડ પદસ્ફોટ (૫) અખંડ વાક્યસ્ફોટ (૬) વર્ણ-પદ વાક્યગત-ત્રણ પ્રકારના (૬,૭,૮) જાતિસ્ફોટ એમ આઠ પ્રકારના ફોટ’નું વર્ણન વિયાકરણ ભૂષણ’ વગેરેના ગ્રંથોમાં વિસ્તાર પૂર્વક કહ્યું છે. આ બધાનું મૂળ પતંજલિનું મહાભાષ્ય અને ભતૃહરિનું ‘વાક્યપદીય છે.
(v) કાવ્યશાસ્ત્રમાં ધ્વનિસંજ્ઞા નીચે મુજબ પાંચ અર્થમાં વપરાય છે અને એ અર્થ પ્રમાણે તેની વ્યુત્પત્તિ અભિનવગુપ્તને અનુસરીને ડૉ. નગેન્ડે આમ આપી છે.
(વિશ્વેશ્વરની આવૃત્તિ – ભૂમિકા-પૃ-૩)
(૧) ધ્વતિ ધ્વનતિ વા યઃ સ ચ શબ્દઃ ધ્વનિ . જે ધ્વનિ કરે ત્યા કરાવે તે વ્યંજક શબ્દ ધ્વનિ છે.
(૨) ધ્વતિ બનતિ : : : અર્થઃ ધ્વનિ જે ધ્વનિત કરે ત્યા કરાવે તે વ્યંજક અર્થ ધ્વનિ છે.
(૩) ધ્વન્ય તિ નઃ | જે ધ્વનિત કરાય છે તે ધ્વનિ છે. તેમાં રસ, અલંકાર અને વસ્તુ વ્યાયાર્થનાં આ ત્રણે રૂપો આવી જાય છે.
(૪) ધન્યતે નેન તિ ધ્વનિઃ જેની દ્વારા ધ્વનિત કરાય તે ધ્વનિ છે. આનાથી શબ્દ અર્થના વ્યાપાર-વ્યંજના શક્તિનો બોધ થાય છે.
(૫) ધ્વન્યતે ગનિ તિ ધ્વનિ . જેમાં વસ્તુ, અલંકાર, રસાદિ ધ્વનિત હોય તે કાવ્યને ધ્વનિ કહે છે. આમ ધ્વનિનો પ્રયોગ પાંચ ભિન્નભિન્ન પણ પરસ્પર સંબદ્ધ અર્થોમાં થાય છે. વ્યંજક શબ્દ, વ્યંજક અર્થ, વ્યંગ્યઅર્થ, વ્યંજના વ્યાપાર અને વ્યંગ્ય પ્રધાન કાવ્ય.