________________
૨૮૧
ચતુર્થ ઉદ્યોત ૫ સાંસારિક વ્યવહારને જ પૂર્વપક્ષરૂપ (બાધિત વિષય) બનાવી દીધેલ છે એ મુખ્યરૂપે પ્રતીત થાય છે. દેવતા, તીર્થ, તપ વગેરેના અતિશય પ્રભાવનાં વર્ણનો, તે પરબ્રહ્મની પ્રાપ્તિના ઉપાયરૂપ હોવાથી જ અને તેની વિભૂતિરૂપ હોવાથી અન્ય દેવતાવિશેષોનાં વર્ણન (મહાભારતમાં કરવામાં આવેલી છે. પાંડવ આદિના ચરિતના વર્ણનનું પણ તાત્પર્ય વૈરાગ્ય જન્માવવાનું હોવાથી અને વૈરાગ્યનું મૂળ મોક્ષ હોવાથી અને મોક્ષ ભગવાનની પ્રાપ્તિનો ઉપાય હોવાથી, મુખ્યરૂપે ગીતા આદિ ગ્રંથોમાં દર્શાવેલ હોવાને લીધે પરંપરાથી (પાંડવ વગેરેનાં ચરિતનું વર્ણન) પરબ્રહ્મની પ્રાપ્તિનો ઉપાય જ છે.
વાસુદેવ’ આદિ આ સંજ્ઞાઓનો અભિધેયાર્થ (વાચ્યાર્થ), ગીતા વગેરે અન્ય સ્થળોમાં આ નામથી પ્રસિદ્ધ, અપરિમિત શક્તિનું આસ્પદ નિવાસ સ્થાન), મથુરામાં પાદુર્ભત (કૃષ્ણાવતાર દ્વારા) ધારણ કરેલ (રામાદિ) સમસ્ત રૂપયુક્ત, પરબ્રહ્મ જ અભિપ્રેત છે, કેવળ મથુરામાં પ્રાદુર્ભત (વસુદેવના પુત્ર કૃષ્ણ) નહીં, કેમકે (‘મહાભારતના ઉપર્યુક્ત પદ્યાશમાં) “સનાતન” (આ વિશેષણ રૂપ) શબ્દથી વિશેષિત છે અને રામાયણ’ આદિમાં આ (વાસુદેવ) નામથી ભગવાનનાં અન્ય સ્વરૂપો (મૂર્તિઓ)નો પણ વ્યવહાર માલુમ પડે છે. શબ્દતત્ત્વના વિશેષજ્ઞો (વૈયાકરણો) દ્વારા આ અર્થ નિર્ણાંત થઈ ગયો છે.
તો આમ “અનુક્રમણી'માં નિર્દિષ્ટ વાક્યથી ભગવાન સિવાય અન્ય બધી વસ્તુની અનિત્યતા પ્રકાશિત થાય છે, તેથી શાસ્ત્રદષ્ટિથી મોક્ષ નામે એક જ પુરુષાર્થ અને કાવ્યદૃષ્ટિથી તૃષ્ણાના ક્ષયરૂપ સુખને પોષે છે એવાં લક્ષણવાળો એક જ ‘શાંતરસ” “મહાભારતમાં અંગિત્યથી વિવક્ષિત છે એમ પ્રતિપાદિત થયું છે.
અત્યંત સારરૂપ હોવાથી આ અર્થ (મહાભારતમાં ‘શાંતરસ' અને મોક્ષ પુરુષાર્થનું પ્રાધાન્ય) વ્યંગ્યત્વથી દર્શાવ્યો છે, વાચ્યત્વથી નહીં. કેમકે સારભૂત અર્થ પોતાના શબ્દથી અનભિધેય રૂપથી પ્રકાશિત થઈને) અત્યંત શોભાને પ્રાપ્ત કરે છે. (અર્થાતુ પોતાના વાચક શબ્દથી વાચ્યરૂપમાં ઉપસ્થિત ન થઈને વ્યંગ્યરૂપથી પ્રકાશિત થતાં અત્યંત શોભાને પ્રાપ્ત થાય છે.) વિદગ્ધ વિદ્વાનોની મંડળીમાં એ પ્રસિદ્ધ જ પ્રકાશિત કરાય છે, સાક્ષાત્ વાટ્યરૂપથી નહીં. એથી એ સ્થિર થયુંપ્રધાનભૂત રસાદિના આશ્રયથી કાવ્યની રચના કરાતાં નવીન અર્થની પ્રાપ્તિ થાય છે
અને બંધ (રચના)ની છાયા (શોભા) અધિક થાય છે. ' માટે જ, બીજા અલંકારો ન હોય તો પણ, રસને અનુસરતા અર્થવિશેષની ગૂંથણી કાવ્યમાં-લક્ષ્યમાં અતિશય સૌદર્ય ઉપજાવનાર દેખાય છે. જેમ કે
યોગીઓમાં શ્રેષ્ઠ મહાત્મા (જેનો જન્મ કુંભમાંથી થયેલ છે તેવા) અગત્ય મુનિનો જય હો. જેમણે એક ચાંગળામાં (વૃત્ત-વુઝૂ માં) તે દિવ્ય મત્સ્ય અને કચ્છપ (અવતારો)ને જોયા.” વગેરેમાં.