________________
ચતુર્થ ઉદ્યોત : ૧૭
કારિકા-૧૭ અને વૃત્તિ : એટલે એમ નક્કી થયું કે
‘‘વિવિધ અર્થોના અમૃતરસથી ભરેલી વાણી કવિઓ દ્વારા વિસ્તારિત કરવામાં આવે. તેમણે (કવિઓએ) પોતાના અનવદ્ય વિષયમાં વિષાદ ન અનુભવવો જોઈએ.’’
૨૯૭
નવા કાવ્યાર્થો છે જ. બીજા દ્વારા રચાયેલ અર્થની રચનામાં કવિનો કોઈ ગુણ નથી એમ સમજીને
‘“બીજાના અર્થનું ગ્રહણ કરવાની ઇચ્છાથી રહિત સુકવિને માટે આ ભગવતી સરસ્વતી જ થયેષ્ટ વસ્તુ ઘટિત કરે છે (ઉપસ્થિત કરી આપે છે.)’’
બીજાના સ્વ (વિષય)ના ગ્રહણથી વિરત મનવાળા સુકવિને આ ભગવતી સરસ્વતી યથેષ્ટ વસ્તુ ઘટિત કરી દે છે. (અર્થાત્ સરસ્વતી તેને જોઈએ તેટલું વસ્તુ પૂરું પાડે છે.) જે સુકવિઓની પ્રવૃત્તિ પૂર્વજન્મના પુણ્ય અને અભ્યાસના પરિપાકને કારણે હોય છે, તેવા ખીજાએ રચેલા અર્થને લઈ લેવાની સ્પૃહા વગરના કવિને (કાવ્યનિર્માણ માટે) પોતાને વ્યાપાર (પ્રયત્ન) કરવો પડતો નથી. (એને તો) તે ભગવતી સરસ્વતી સ્વયં અભિમત અર્થનો આવિર્ભાવ કરી દે છે. આ જ મહાકવિનું મહાકવિત્વ છે. ઇતિ ઓમ.
‘‘આ પ્રકારે અક્લિષ્ટ (સુંદર), રસના આશ્રયથી ઉચિત ગુણ અને અલંકારની શોભાવાળા જેનાથી ( = કાવ્યરૂપી ઉદ્યાનથી) પુણ્યશાળી (કવિઓ) સર્વ વસ્તુઓ પ્રાપ્ત કરે છે, અખિલ સૌમ્યના ધામ (એવા), કાવ્ય નામના વિદ્વાનોના ઉદ્યાનમાં, કલ્પતરુ સમાન મહિમાવાળો આ ધ્વનિ (અમે અહીં) પ્રદર્શિત કર્યો છે. તે આ ભવ્ય આત્માવાળા (સૌભાગ્યશાળી સહૃદયો)ના ઉપભોગને યોગ્ય બને. (અર્થાત્ તેમને આનંદાયક બને).’’
‘‘સત્કાવ્ય તત્ત્વની નીતિનો માર્ગ જે પરિપક્વ બુદ્ધિવાળાઓનાં મનમાં ચિરકાળથી સુષુપ્ત જેવો હતો તેને ‘આનંદવર્ધન' (એવા) આ પ્રસિદ્ધ નામવાળાએ (મેં પોતે) સહૃદયજનોના ઉદયલાભને માટે (અર્થાત્ તેમની અભિવૃદ્ધિ અને લાભ માટે) સ્પષ્ટ કર્યો છે. (મેં તેની વ્યાખ્યા કરી છે.)’’
એમ શ્રી રાજાનક આનંદવર્ધનાચાર્ય વિરચિત વન્યાલોક’નો ચતુર્થ ઉદ્યોત સમાપ્ત થયો.