________________
ચતુર્થ ઉઘોતઃ ૧૪, ૧૫, ૧૬
૨૯૫ સારભૂત તત્ત્વવાળો આત્મા હોય ત્યાં (અર્થાત્ સાદિરૂપ વ્યંગ્ય હોય ત્યાં) પૂર્વ સ્થિતિને અનુસરનારું હોય તોપણ, વસ્તુ અધિક શોભે છે. જૂના (કાવ્યની) ની રમણીય છાયાથી અનુગ્રહીત વસ્તુ, (તુલ્ય) શરીરની જેમ અત્યંત શોભાને પોષે છે, પુનરુક્તના રૂપમાં ભાસે છે એમ નહીં. તન્વીના (સુંદર સ્ત્રીના) ચંદ્રના સૌદર્યવાળા મુખની પેઠે. (આવું મુખ પુનરુક્ત જેવું નથી લાગતું પણ સારું લાગે છે તેમ કાવ્યમાં પણ સમજવું જોઈએ.).
કારિકા-૧૫ અને વૃત્તિ
આમ સંવાથી યુક્ત સમુદાય રૂ૫ વાક્યર્થોના વિભાગોની મર્યાદા આંકી. હવે પદાર્થ (શબ્દના અર્થ) રૂપ બીજી વસ્તુ સમાન કાવ્ય વસ્તુઓનો દોષ નથી એ પ્રતિપાદિત કરવા માટે કહે છે.
(જ્યાં જે કાવ્યમાં) નવા સ્કુરતા કાવ્ય વસ્તુમાં પુરાણી વસ્તુ રચના (પ્રાચીન કવિઓનું કથાવસ્તુ) અક્ષર વગેરે (પદનો પણ સમાવેશ અભિપ્રેત છે)ની (જૂની) રચનાની જેમ યોજવામાં આવે છે તેમાં દોષ નથી એ સ્પષ્ટ છે.'
(સ્વયં) વાચસ્પતિથી પણ કોઈક અપૂર્વ અક્ષરો કે પદો ગોઠવવાનું શક્ય નથી. તે તો તે જ રૂપમાં ગોઠવાય (વપરાય) તો પણ તે નવીનતાની વિરુદ્ધ જતા નથી. એ રીતે પદાર્થરૂપ શ્લેષાદિમય અર્થતત્ત્વ પણ. (નવીન બનાવી શકાતાં નથી અને અક્ષર આદિની યોજનાની જેમ તેને ઉપનિબદ્ધ કરવાથી નવીનતાનો વિરોધ થતા નથી. નવીનતા આવી જ જાય છે.)
કારિક-૧૬ અને વૃત્તિઃ એથી,
(જે વસ્તુ વિષયમાં) જ્યાં, લોકોને (સદયોને) “આ કોઈ નવો ચમકારો (ફુરણા) છે આ પ્રકારની બુદ્ધિ (અનુભૂતિ) થાય છે (નવી કે જૂની) જે પણ હોય, તે વસ્તુ રમ્ય (કહેવાય) છે.”
આ કોઈ નવો ચમકારો છે એ પ્રકારની ચમત્કૃતિ સદયોને થાય છે.
“પૂર્વ (કવિઓના વર્ણન)ની છાયાવાળું હોય તો પણ તે પ્રકારની વસ્તુનું વર્ણન કરનાર સારો કવિ નિદાને પાત્ર બનતો નથી.”
પહેલાંની (પૂર્વકવિઓના વર્ણનવાળા વિષયોની) છાયાથી અનુગત (અનુસરાયેલી હોય તોય એ પ્રકારની વસ્તુને, જેમાં વ્યંગ્ય વિવક્ષિત હોય એવા વાચ્યાર્થના સમર્પણમાં સમર્થ શબ્દરચનારૂપ સન્નિવેશ સૌષ્ઠવથી ઉપનિબદ્ધ કરનારો (રચના કરવાવાળો) સુકવિ ક્યારેય નિદાને પ્રાપ્ત થતો નથી.