________________
ચતુર્થ ઉઘોતઃ ૧૧, ૧૨, ૧૩, ૧૪
કારિકા-૧૧ અને વૃત્તિઃ આમ (દશ, કાલ, અવસ્થા આદિ ભેદથી આનન્ય) હોવા છતાં પણ,
‘બુદ્ધિશાળીઓમાં સંવાદ (સમાન ઉક્તિઓ) તો બહુ (પ્રકારે) હોય જ છે.”
બુદ્ધિશાળી (કવિઓ)ની બુદ્ધિઓ સંવાદવાળી (સમાનતાવાળી) હોય છે એ સિદ્ધ જ છે. પણ, ‘વિદ્વાન પુરુષે એ બધામાં એકરૂપતા ન માનવી.” એમ કેમ? (એમ શંકા હોય તો) કહે છે
કારિકા-૧૨ અને વૃત્તિ
“અન્યની સાથે સાદશ્યને જ સંવાદ કહે છે. અને આ (સાદશ્ય) શરીરધારીઓના પ્રતિબિંબની જેમ, ચિત્રના આકારની જેમ, અને તુલ્ય શરીરી (અર્થાત્ સરખા શરીરવાળા માણસના જેવું)ની જેમ રહે છે.”
અન્ય કાવ્યવસ્તુની સાથે કાવ્યર્થનું સાદશ્ય જ સંવાદ કહેવાય છે. તે (સાદશ્ય) પ્રાણીઓના પ્રતિબિંબની જેમ, આલેખ્ય (ચિત્ર)ના આકારની જેમ, અને તુલ્ય દેહીની જેમ ત્રણ પ્રકારનું હોય છે. કારણ કે કોઈ કાવ્યવસ્તુ, અન્ય શરીર (કાવ્યવસ્તુ)ના પ્રતિબિંબ જેવું હોય છે). બીજું ચિત્રની જેમ અને ત્રીજું તુલ્ય શરીરીના જેવું હોય છે. કારિકા-૧૩ અને વૃત્તિ
તેમાંનું પ્રથમ અનન્ય આત્માવાળું (અર્થાત્ પોતાના અલગ સ્વરૂપથી રહિત) (એથી ત્યાજ્ય છે), તેની પછીનું ચિત્રકારતુલ્ય સારશ્ય) તુચ્છ આત્માવાળું (તેથી ત્યાજ્ય છે) અને તૃતીય (તુલ્યદે હિવતુ) પ્રસિદ્ધ આત્માવાળું છે. (એથી) અન્ય વસ્તુની સાથે (આ ત્રીજા પ્રકારના) સામ્યનો કવિએ ત્યાગ ન કરવો.”
તેમાં પહેલું જે પ્રતિબિંબ જેવું કાવ્યવસ્તુ (કહયું) તે સારા કવિએ ત્યજવું જોઈએ. કેમકે તે અનન્યાત્મ એટલે કે તાત્ત્વિક શરીર વગરનું છે. તેની પછીનું ચિત્રતુલ્ય સામ્યવાળું કહ્યું છે તે અન્ય સામ્ય બીજા શરીરવાળું હોય છે પણ તુચ્છ આત્માવાળું છે તેથી ત્યજવું. (સરખું હોવા છતાં પણ) જુદું (અને) સુંદર શરીરથી યુક્ત ત્રીજા (પ્રકાર)નું કાવ્ય વસ્તુ અન્ય સાથે સંવાદવાળું હોવા છતાં પણ કવિએ નહીં છોડવું જોઈએ. કેમકે એક દેહધારી (મનુષ્ય યા પ્રાણી) બીજા શરીરી (દહધારી) સમાન હોવા છતાં પણ “એક જ છે એવું કહી શકાતું નથી. કારિકા-૧૪ અને વૃત્તિઃ એનું જ ઉપપાદન (સમર્થન) કરવા કહે છે.
પૂર્વસ્થિતિનું અનુસરણ કરનારી વસ્તુ, (અર્થાત્ પ્રાચીન કવિઓએ વર્ણવેલી વસ્તુ)
(પ્રસિદ્ધ વાચ્ય આદિથી વિલક્ષણ વ્યંગ્ય રસાદિરૂ૫) અન્ય આત્મા હોવા છતાં પણ, સુંદર સ્ત્રીના ચંદ્રમાની શોભાવાળા મુખની જેમ અત્યંત શોભે છે.”