________________
વન્યાલોક કારિકા-૪ તથા વૃતિ ૪.૧ : (i) આ કારિકામાં પ્રતીયમાન વસ્તુની સત્તાનું
(અસ્તિત્વનું) પ્રતિપાદન દષ્ટાન્ત દ્વારા કરવામાં આવ્યું છે. આ કારિકાનો આશય એ છે કે જેમ અંગનાઓનાં મુખ, નાક, કાન, પયોધર આદિ અનેક અવયવ હોય છે પણ લાવણ્ય નામનું કોઈ અવયવ નથી હોતું, તો પણ તે બધાં અવયવોથી સ્કુરના પ્રધાન તત્ત્વ છે. તેવી રીતે પ્રતીયમાન અર્થ-વ્યંગ્યાર્થ-કોઈ શબ્દનો સંકતિત અર્થ નથી હોતો પણ બધા શબ્દોના સંકેતથી સ્કુરિત થાય છે.
આ કારિકામાં પુનઃ શબ્દનો પ્રયોગ, વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થની વિશેષતા પ્રગટ કરે છે. વ્યંગ્યાર્થ, વાચ્યાર્થથી જુદો પણ છે અને સારભૂત પણ છે. વાળપુ અને મહીલવીનામું શબ્દોમાં બહુવચનનો પ્રયોગ વિષયની વ્યાપકતાને સિદ્ધ કરે છે. પ્રતીયમાન અર્થ મહાકવિઓની વાણીમાં સર્વત્ર રહેલો છે. વિમાતિ શબ્દનો અર્થ છે જે આ પ્રકારનો હોય છે, તેની શોભા હોય છે. સર્વથા અસત્ વસ્તુનું ભાન થતું નથી. સત્તાનું જ, સનું જ ભાન થાય છે, અને ભાનથી સત્તા સિદ્ધ થાય છે. કારિકામાં આવેલ હતું-તત સર્વનામોની વ્યાખ્યા વિન’ શબ્દથી વૃત્તિમાં કરી છે. અવયવ-સંસ્થાનથી અભિવ્યક્ત થનાર, અવયવોથી ભિન્ન એક બીજો જ ધર્મ લાવણ્ય કહેવાય છે.
આમ તો સામાન્યતઃ બધી સ્ત્રીઓમાં મુખ, કાન, નાક વગેરે બધાં અવયવ હોય છે. તેથી કંઈ પ્રેમીઓ તેમના તરફ આકર્ષાય છે તેમ બનતું નથી. કેટલીક સ્ત્રીઓ તરફ અધિક આકર્ષણ હોય છે અને કેટલીક તરફ એટલું નથી હોતું. એક જ સ્ત્રી આયુષ્યના અમુક ભાગમાં, જોનારને વિશેષરૂપથી આકર્ષે છે. ક્યારેક કોઈ સ્ત્રી વિકલાંગ હોય તો પણ, પ્રેમીના આકર્ષણને પાત્ર બને છે, બીજી સ્ત્રી, બધાં અંગો બરાબર હોય તોય ચિત્તાકર્ષક બનતી નથી. આ બધાનું કારણ છે કે જે રમણીઓમાં લાવણ્ય નામની યૌવનજન્ય ચમક હોય છે તે તેના દરેક હાવભાવમાં પ્રગટ થાય છે, તથા અંગોમાં પણ જોઈ શકાય છે. તે જ સ્ત્રીઓ આકર્ષણ કરવામાં સમર્થ બને છે. લાવણ્ય, સમસ્ત અંગોમાં નિવાસ કરનારું, અતિરિત તત્ત્વ હોય છે, જેને આપણે કોઈ અંગમાં સમાવી શક્તા નથી,
એ રીતે સાહિત્યમાં શબ્દોનો એક વાચ્યાર્થ હોય છે. ક્યારેક ક્યારેક કોઈ વાક્ય યા પ્રબંધમાં સુંદરતાનો અનુભવ થાય છે અને બીજા વાક્ય યા પ્રબંધમાં એ પ્રકારનો વાચ્યાર્થ હોવા છતાં આપણને તેવા સૌંદર્યનો અનુભવ થતો નથી. ક્યારેક કોઈ પંક્તિમાં એક સધ્ય વ્યક્તિને રમણીયતાનો બોધ થાય છે પણ બીજી વ્યક્તિને તેવો અનુભવ થતો નથી. આ રીતે સિદ્ધ થાય છે કે સદ્ધયોમાં સુપ્રસિદ્ધ વાચ્યાર્થથી વ્યતિરિક્ત-જુદો-એક પ્રતીયમાન અર્થ પણ અંગનાઓના લાવણ્યની જેમ હોય છે જેને જાણીતા અલંકારોમાં આપણે સમાવી શક્તા નથી અને દેખાતાં અવયવોમાં પણ સમાવી શક્તા નથી.