________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૪)
(i) ડૉ. રામસાગર ત્રિપાઠીએ (પૃ-૭૭) આચાર્ય કુન્તકના મંતવ્યની સમીક્ષા કરી છે. પ્રતીયમનું પુનરચવ... ઈ. આ કારિકાનું ઉદ્ધરણ આપીને આચાર્ય કુન્તકે લખ્યું છે.” “આ દષ્ટાન્તથી વાચ્ય વાચકરૂપ પ્રસિદ્ધાવયવ વ્યતિરિક્તત્વ દ્વારા પ્રતીયમાન અર્થની સત્તાનું અસ્તિત્વ) સિદ્ધ કરી શકાય છે. લલનાઓનું લાવણ્ય સકલ-લોક-લોચન-સંવેદ્ય હોય છે. પણ પ્રતીયમાન અર્થ સહૃદય-સંવેદ્ય જ હોય છે. એથી બન્નેની તુલના કેવી? કેવળ બંધ-સૌદર્ય જ (ઘાટીલા કાવ્યનું શરીરનું સૌષ્ઠવ) લાવણ્ય સ્થાનીય હોઈ શકે છે કેમકે તે શ્રવણમાત્રથી જ અવ્યુત્પન્ન લોકો ને પણ આનંદ આપે છે. પ્રતીયમાનની તુલના તો નાયિકાઓના તે સૌભાગ્યની સાથે જ કરી શકાય છે જે કેવળ ઉપભોગપરાયણ નાયકોને માટે જ સંવેદ્ય હોય છે.' - આ વિષયમાં એમ કહી શકાય છે કે લલના-લાવણ્યનો આસ્વાદ સર્વજનસંવેદ્ય હોય છે એ એક વિચિત્ર વાત છે. શું લાવણ્ય-જન્ય આહલાદને માટે કોઈ યોગ્યતાની અપેક્ષા નથી હોતી ? આમ તો રસ વ્યંજનાને ધ્વનિસિદ્ધાન્તની પ્રાણભૂત માનીને અને ‘બંધચ્છાયાજન્ય’ આલાદને રસધ્વનિમાં સમાવીને ધ્વનિવાદીઓએ તેનો જાતે જ ઉત્તર આપી દીધો છે.”
(ii) ધ્વન્યાલોક'ની દીધિતિ’ ટીકામાં (પૃ-૧૭) શિંગભૂપ કવિનો એક શ્લોક આપવામાં આવ્યો છે તેમાં ‘લાવણ્યને સમજાવવામાં આવ્યું છે :
मुक्ताफलेषुच्छायायास्तरलत्वमिवान्तरा ।
प्रतिभाति यदङ्गेषु तल्लावण्यमितीरितम् ॥ .. અર્થાતુ-મોતીઓમાં જે છાયાની તરલતાની જેમ કંઈક ઝળકતું માલુમ પડે છે તે લાવણ્ય કહેવાય છે.
૪.૨ પ્રતીયમાન અર્થના ત્રણ પ્રકાર છે (૧) વસ્તુમાત્ર ધ્વનિ (૨) અલંકાર ધ્વનિ (૩) રસાદિ ધ્વનિ. પ્રતીયમાન અર્થના બે ભેદ છે. લૌકિક અને અલૌકિક યાને કાવ્ય વ્યાપારથી સમજાતો. એમાંનો લૌકિક ક્યારેક સ્વશબ્દવાચ્ય બનતો હોય છે, તેને શબ્દમાં મૂકી શકાતો હોય છે. તે વિધિ, નિષેધ વગેરે અનેક પ્રકારનો હોય છે. એને વસ્તુ કહે છે. લૌકિકના બે પ્રકાર છે. (૧) અલંકાર અને (૨) વસ્તુમાત્ર પહેલાં જે ઉપમા, રૂપક વગેરે અલંકારના રૂપમાં પ્રતીત થયો હોય, તે જ જ્યારે વાક્યમાં ગૌણભાવ છોડી મુખ્ય બને છે ત્યારે તે અલંકાર મટી જાય છે અને પ્રતીયમાન યાને ધ્વનિ બની જાય છે. પણ પહેલાં એ અલંકાર હતો તેથી બ્રાહ્મણશ્રમણન્યાયે’ અલંકાર ધ્વનિ કહેવાય છે.
બીજાને વસ્તુમાત્ર ધ્વનિ કહે છે. શ્રી નગીનદાસ પારેખે (પૃ-૧૩) બે ગુજરાતી પદ્યનાં ઉદાહરણ આપી આ બન્નેનો ભેદ સ્પષ્ટ ર્યો છે.
ઊડે છે ભમરાઓ આ ગુંજાગુંજ કરી કરી, જાય છે સરની પાસે, આવે પાછા ફરી ફરી.'