________________
२८८
ચતુર્થ ઉઘોતઃ ૭
અહીં (સ્વરૂપભેદ વિષયમાં) કેટલાક કહે
(પૂર્વપક્ષ) જેમકે સામાન્યપણાથી વસ્તુઓ વાચ્યતાને પ્રાપ્ત કરે છે, વિશેષપણાથી નહીં. કેમ કે તે સ્વયં અનુભવ કરેલાં સુખ આદિનાં અને તેનાં નિમિત્તો- . કારણોનાં-સ્વરૂપને અન્યત્ર આરોપિત કરતા કવિઓ દ્વારા પોતાનાથી કે બીજાથી અનુભવાયેલ સામાન્ય માત્રના આશ્રયથી રચાય છે. પણ તેઓ કંઈ યોગીઓની જેમ ભૂત, વર્તમાન અને ભવિષ્યનાં બીજાઓનાં ચિત્ત આદિ લક્ષણો પ્રત્યક્ષ કરી શક્તા નથી. તે જાણનારાને સાધારણ, તે અનુભાવ્ય (સુખાદિ) તથા અનુભાવક (એ સુખનાં સાધન માળા, ચંદન, સ્ત્રી વગેરે) સામાન્ય પરિમિત હોવાથી પ્રાચીન (કવિઓ)ને જ જણાઈ ચૂક્યાં હતાં. નહીંતર તે (જ્ઞાનનો) વિષય જ ન થઈ શક્યો હોત. એથી એ પ્રકાર વિશેષને, જેને આજના લોકો અભિનવ રૂપથી સમજેલ છે તેમનું (તે) અભિમાનમાત્ર જ છે. એમાં વાણીતવૈચિત્ર્ય માત્ર છે. (વસ્તુમાં નવીનતા નથી. ઉક્તિવૈચિત્ર્યને કારણે જ નવીનતાનો ભ્રમ થવા માંડે છે એવો પૂર્વપક્ષનો આશય છે.)
(ઉત્તરપક્ષ) એ (વિષય)માં કહીએ છીએ. જે એ કહેવામાં આવ્યું કે સામાન્યમાત્રના આશ્રયથી કાવ્યપ્રવૃત્તિ થાય છે અને તે પરિમિત હોવાથી પહેલાં જ ગોચરીભૂત થઈ જવાથી (અર્થાત્ તે જ્ઞાન કવિઓને પહેલેથી થઈ ગયું હોવાથી) કાવ્યવસ્તુઓનું નવીનત્વ હોતું જ નથી. તે બરાબર નથી. કેમ કે જો કેવળ સામાન્યનો આશ્રય લઈને કાવ્ય પ્રવૃત્ત થાય છે તો મહાકવિઓ દ્વારા નિબદ્ધ કરાયેલા કાવ્યાયૅની અતિશયતા કોનાથી સંપાદિત કરાયેલી હોય છે? અથવા વાલ્મીકિ સિવાય કોઈ બીજાનું કવિનામ જ કેવી રીતે હોય ! કેમકે (આપના મતમાં) સામાન્યથી ભિન્ન બીજો કોઈ કાવ્યનો વર્ણ વિષય થઈ શક્તો નથી. અને સામાન્યનું આદિ કવિ દ્વારા જ પ્રદર્શન કરી દેવામાં આવ્યું છે.
(પૂર્વપક્ષને પ્રશ્ન કર્યો છે) જો કહો “ઉક્તિ વૈચિત્ર્યથી આ દોષ નથી થતો.” (તો અમારે કહેવાનું કે,)
(ઉત્તરપક્ષ) તો આ ઉક્તિવૈચિત્ર્ય શું વસ્તુ છે ? ઉક્તિ, વાચ્યવિશેષનું પ્રતિપાદન કરનારા વચનને કહે છે. તેના વૈચિત્ર્યમાં વાચ્યવૈચિત્ર્ય કેમ નથી હોતું? કેમકે વાચ્ય અને વાચકની પ્રવૃત્તિ અવિનાભાવ સંબંધથી હોય છે. (એથી વાચક ઉક્તિમાં વૈચિત્ર્ય હોવાથી વાચ્યમાં પણ વૈચિત્ર્ય હોવું જરૂરી છે.)
અને કાવ્યમાં પ્રતિભાસિત થનારાં વાચ્યોનું જે રૂપ તે તો ગ્રાહવિશેષના અભેદની સાથે જ પ્રતીત થાય છે. તેથી ઉક્તિવૈચિત્ર્યવાદી દ્વારા, ન ઈચ્છતો હોવા છતાં પણ, વાચ્યચિત્ર્ય અવશ્ય સ્વીકારવું જોઈએ.. . તો આ અહીં સંક્ષેપ છે
વાલ્મીકિથી અતિરિક્ત જે કોઈ એક (કવિ)ની પ્રતિભા અર્થોમાં માનવામાં આવે તો તે ક્ષય નહીં પામનારું આનન્ય છે.'