________________
૫૩
તૃતીય ઉદ્યોત : ૪૧
અહીં કેવળ ‘ગુણીભૂતવ્યંગ્ય’ પદો જ ‘અસંલક્ષ્યક્રમન્ટંગ્સ' (રસાદિ) ધ્વનિનાં વ્યંજક નથી હોતાં પણ ‘ધ્વનિ’ના પ્રભેદરૂપ ‘અર્થાન્તરસંક્રમિતવાચ્ય ધ્વનિરૂપ પદો (પણ) (રસાદિ ધ્વનિનાં વ્યંજક બને છે). જેમ કે આ શ્લોકમાં ‘રાવણ' આ (પદ)નું, ‘ધ્વનિ’ના બીજા પ્રભેદ (‘અર્થાન્તરસંક્રમિતવાચ્ય') દ્વારા (વીરરસનું) વ્યંજકત્વ છે. જે વાકચમાં રસાદિનું તાત્પર્ય ન હોય તેમાં ગુણીભૂતવ્યંગ્યતા એ જ સમુદાય ધર્મ છે.
‘“નિઃસંદેહ, કુશળ માણસો રાજાને પણ સેવે છે, વિષનો પણ ઉપયોગ કરેછે અને સ્ત્રીઓ સાથે રમણ પણ કરે છે.’’ ઇત્યાદિમાં.
વાચ્ય અને વ્યંગ્યના પ્રાધાન્ય-અપ્રાધાન્યના નિર્ણય માટે (વિવેક માટે) ખૂબ પ્રયત્ન કરવો જોઈએ. જેથી ધ્વનિ, ગુણીભૂતવ્યંગ્ય અને અલંકારોનો અસંકીર્ણ વિષય સારી રીતે જણાઈ જાય. નહીંતર પ્રસિદ્ધ (વાચ્ય) અલંકારોના વિષયમાં જ વ્યામોહ (ભ્રમ) પ્રવર્તે. જેમ કે
‘‘લાવણ્યધનના અપવ્યયને ગણ્યો નહીં. મહાકષ્ટ ઉઠાવ્યું. સુખપૂર્વક નિવાસ કરનાર સ્વચ્છંદ વ્યક્તિના હૃદયમાં ચિંતાનો અગ્નિ પેટાવ્યો. આ બિચારી તુલ્ય વરના અભાવે મરવા જેવી થઈ ગઈ. આ કૃશાંગીને બનાવવામાં બ્રહ્માએ ન જાણે પોતાના ચિત્તમાં ક્યું પ્રયોજન રાખ્યું હશે.’’
અહીં ‘વ્યાજસ્તુતિ’ અલંકાર છે એમ કોઈએ સમજાવ્યું છે. ચારે બાજુ (જોતાં) બરાબર (લાગતું) નથી. કેમ કે આ અભિધેય (વાચ્ય) આ અલંકારના સ્વરૂપમાં પર્યવસિત હોવામાં સુસંગત નથી. કેમકે આ કોઈ રાગી પુરુષનો (સ્ત્રીના પ્રેમીનો) વિકલ્પ (તર્ક) નથી. કેમ કે ‘આ બિચારી તુલ્ય વરના અભાવે મરવા જેવી થઈ ગઈ’ એમ આ પ્રકારનું કથન સંગત લાગતું નથી. (અનુરાગી પુરુષ તો પોતાને જ તેને યોગ્ય સમજતો હોય છે.) રાગ વગરનાનો પણ (આ તર્ક) નથી. કેમ કે એનું તો એક માત્ર કાર્ય જ આ હોય છે કે આ પ્રકારના વિકલ્પોનો પરિત્યાગ કરે.
અને આ શ્લોક કોઈ પ્રબંધ (કાવ્ય)માં છે, એ પણ સાંભળ્યું નથી, જેથી તેના પ્રકરણને અનુકૂળ અર્થની કલ્પના કરી શકાય.
તેથી આ ‘અપ્રસ્તુતપ્રશંસા’ (અલંકાર) છે. જેથી આ ગુણીભૂત (અપ્રસ્તુત) આત્માવાળા વાચ્યથી અસામાન્ય ગુણના દર્પથી છકેલ (ફુલાઈ ગયેલ), પોતાના મહિમાના ઉત્કર્ષથી માણસોમાં મત્સરસહિત જ્વર ઉપજાવનાર, પોતાનાથી વધુ જાણનાર બીજો કોઈ (જેને) દેખાતો નથી એવાનું આ રુદન છે એ પ્રકાશિત કરાય છે. તેમ જ આ ધર્મકીર્તિનો શ્લોક છે એ પ્રસિદ્ધિ પણ છે. અને તેનો જ હોઈ (પણ) શકે છે. કેમ કે