________________
તૃતીય ઉદ્યોત : ૪૩
૨૫૯
ન
(સિદ્ધાન્તપક્ષ) અહીં (જવાબમાં) કહેવાય છે, એ ખરું, કે જ્યાં રસ ઇત્યાદિની પ્રતીતિ ન હોય તેવો કાવ્યપ્રકાર નથી. પણ રસ, ભાવ આદિની વિવક્ષાથી રહિત કવિ જ્યારે અર્થાલંકાર કે શબ્દાલંકારની રચના કરે છે ત્યારે તેની વિવક્ષાની દૃષ્ટિથી (કાવ્યમાં), અર્થની રસાદિશૂન્યતાની કલ્પના કરે છે. કાવ્યમાં વિવક્ષિત અર્થ જ શબ્દનો અર્થ હોય છે. તે (પ્રકારના ચિત્રકાવ્યના) વિષયમાં કવિની (રસાદિ વિષયક) વિવક્ષા ન હોય ત્યારે પણ જો રસાદિની પ્રતીતિ થાય તો તે અત્યંત દુર્બળ હોય છે (ઓછી હોય છે.) માટે એવી રીતે પણ નીરસત્વ કલ્પીને ચિત્ર વિષય ગોઠવાય છે. તે આ કહ્યું છે
‘‘રસ, ભાવ વગેરે વિષયની વિવક્ષા ન હોય ત્યારે અલંકારોની જે ગૂંથણી થઈ હોય છે, તે ચિત્ર (કાવ્ય)નો વિષય ગણાય છે.’’
‘‘અને જ્યારે રસ, ભાવ આદિની તાત્પર્યરૂપ (પ્રધાનરૂપ) થી વિવક્ષા (કહેવાની ઇચ્છા) હોય ત્યારે એવું કોઈ કાવ્ય નથી હોતું જે ધ્વનિનો વિષય ન હોય.
સ્વચ્છંદી વાણીવાળા કવિના રસ તાત્પર્યાદિને ઉવેખીને જ (થયેલી) કાવ્યપ્રવૃત્તિને જોઈને જ આ ચિત્ર (કાવ્ય) કહ્યું છે. પરંતુ ન્યાયાનુકૂળ કાવ્યમાર્ગની વ્યવસ્થા કરવામાં આજકાલના કવિઓ માટે તો ધ્વનિ સિવાયનો (બીજો) કાવ્યપ્રકાર જ નથી. કારણ કે પરિપક્વ કવિને રસાદિ તાત્પર્ય વગરનો વ્યાપાર શોભતો નથી. અને રસાદિ તાત્પર્ય જ્યારે હોય છે ત્યારે તો એવી કોઈ વસ્તુ નથી હોતી, જે અભીષ્ટ રસનું અંગ બનતાં વધુ ગુણવાન ન બને. એવા કોઈ અચેતન ભાવો પણ નથી, જે યોગ્ય રીતે ઉચિત રસના વિભાવરૂપથી અથવા (એની સાથે) ચેતન વૃત્તાન્તની યોજનાથી રસનાં અંગ ન બને. જેમ કે આ કહ્યું છે. -‘“અપાર કાવ્યસંસારમાં કવિ એક જ પ્રજાપતિ છે. તેને જેમ રુચે છે તેમ આ વિશ્વ પલટાય છે.’’
‘“જો કવિ શૃંગારી (રસિક) હોય તો કાવ્યમાં આખું જગત રસમય થઈ જાય છે. જો તે વૈરાગી (વીતરાગ) હોય તો આ બધું નીરસ થઈ જાય છે.’'
“સુકવિ સ્વતંત્રરૂપથી કાવ્યમાં અચેતન પણ ભાવોનો ચેતનની જેમ અને ચેતનનો અચેતનની જેમ ઇચ્છા મુજબ વ્યવહાર કરાવે છે.
ન
એટલે એવી કોઈ વસ્તુ નથી, જે પૂર્ણપણે રસ તાત્પર્યવાળા કવિની ઇચ્છા મુજબ તેને અભિમત રસાંગતાને ધારણ ન કરે અથવા એ પ્રકારે (રસાંગતાથી) નિરૂપાતાં ચારુત્વની અતિશયતાને ન પોષે. આ બધું મહાકવિઓનાં કાવ્યોમાં દેખાય છે. અમે પણ અમારા કાવ્યપ્રબંધોમાં યથાયોગ્ય દર્શાવેલ જ છે. આવી સ્થિતિ હોવાથી, બધા કાવ્યપ્રકાર ધ્વનિની ધર્મતાનું અતિક્રમણ નથી કરતા. (અર્થાત્ કોઈ પણ કાવ્યપ્રકાર ‘‘ધ્વનિ’’ના ક્ષેત્ર બહાર જતો નથી.) કવિની રસાદિની અપેક્ષાએ ‘ગુણીભૂતવ્યંગ્ય’ નામે પ્રકાર પણ તેની અંગતાનું અવલંબન લે છે એ પહેલાં કહ્યું છે.
જ