________________
તૃતીય ઉદ્યોતઃ ૪૮
२९६ તેનાથી ભિન્ન અનાખેય વિશેષની સંભાવના તો વિવેકäસમૂલક જ છે. (અર્થાત્ અવર્ણનીય વિશેષની કલ્પના વિવેક ન હોય તો જ મૂર્ખતા વશ થઈ શકે છે.) કેમ કે સર્વ શબ્દના અગોચરરૂપમાં કોઈનું અનાખ્યયત્વ સંભવ નથી. કેમકે છેવટે “અનાખેય’ શબ્દથી તેનું અભિધાન સંભવ છે. (ટૂંકમાં કોઈ પદાર્થને અનાખેય જેનું વર્ણન ન કરી શકાય તેવો-કહી શકાતો નથી. એથી ધ્વનિને અનાખેય કહેવો યોગ્ય નથી.)
સામાન્ય (જાત્યાદિ)ને ગ્રહણ કરનાર જે વિકલ્પ શબ્દ (સવિકલ્પજ્ઞાન) તેને ગોચર ન હોઈને (તેનો વિષય ન હોઈને) (અર્થાત્ નિર્વિકલ્પક જ્ઞાનના રૂપમાં) પ્રકાશમાનત્વને જે અનાખ્યત્વ (ક્યાંક) કહ્યું છે તે પણ રત્નવિશેષોની જેમ કાવ્યવિશેષોમાં સંભવ નથી. કેમકે લક્ષણકારોએ તેનું રૂપ બતાવ્યું જ છે. અને રત્નવિશેષોનું મૂલ્ય પણ સંભાવનાથી જ કલ્પાય છે એમ જોવા મળે છે. માટે આ બેય સારા જાણકાર વડે જણાય છે જ. (સંવેદ્ય છે). રત્નતત્વને જાણનાર વૈકટિકઝવેરી હોય છે. અને સયો જ કાવ્યના રસજ્ઞો હોય છે, એમાં કોને મતભેદ હોઈ શકે છે.
જે તે બધાં લક્ષણોના વિષયમાં અનિર્દેશ્યત્વ બૌદ્ધોનું પ્રસિદ્ધ છે, તેનું નિરૂપણ અમે એના મતની પરીક્ષાના બીજા ગ્રંથમાં કરીશું. અહીં (બીજા) ગ્રંથના શ્રવણનો થોડોક ભાગ પણ જણાવવો તે સહૃદયોના મનને વૈમનસ્ય આપનાર થાય માટે (એમ) નથી કરતા. અથવા બૌદ્ધોના મતે જેમ પ્રત્યક્ષ વગેરેનું લક્ષણ છે એમ અમારા મતે ધ્વનિનું લક્ષણ થઈ જશે.
આ કારણથી તેનું (ધ્વનિનું) બીજું લક્ષણ ઘટિત નહીં હોવાથી અને તે (ધ્વનિ) વાચ્યાર્થ રૂપ ન હોવાથી (અ-શબ્દાર્થ), (અમે) કહેલું ધ્વનિલક્ષણ યોગ્યતર છે.
ધ્વનિ નિર્વાચ્યાર્થ (અર્થાત્ જેના અર્થની વ્યાખ્યા થઈ શકે છે તેવો) હોવાને કારણે “અનાખ્યય રૂપે ભાસે તે ધ્વનિ' (અક્ષરશઃ - અનાખેય અંશનું ભાસિત હોવાપણું) લક્ષણ નથી. તેનું (ખરું) લક્ષણ જેવું અમે કહ્યું છે તે છે.
એમ શ્રી રાજાનક આનંદવર્ધનાચાર્ય વિરચિત “વિન્યાલોક'નો ત્રીજો ઉઘાત
સમાસ થયો.