________________
દ્વિતીય ઉઘાતઃ ૨૨
કારિકા-૨૨ અને વૃત્તિ ઃ (અર્થશક્તિમૂલ ધ્વનિ). “અર્થશલ્યુભવ અન્ય (ધ્વનિ) છે, જ્યાં તે અર્થ પ્રકાશિત થાય છે જે ઉક્તિ વિના તાત્પર્યરૂપથી (=વ્યંજના દ્વારા) સ્વતઃ અન્ય વસ્તુને ( બીજા અર્થને) પ્રકાશિત કરે છે.”
જ્યાં અર્થ (=વાચ્યાર્થ), શબ્દ વ્યાપાર વિના જ (= અભિધા શક્તિની મદદ વગર), પોતાના સામર્થ્યથી બીજા અર્થને-અર્થાન્તરને-અભિવ્યક્ત કરે છે, તે ‘અર્થશલ્યુભવ (=અર્થશક્તિમૂલ) નામનો અનુસ્વાનોપમ વ્યંગ્ય (=સંલક્ષ્યક્રમ વ્યંગ્ય) ધ્વનિ છે. જેમ કે
જ્યારે દેવર્ષિ (સપ્તર્ષિ મંડળ) આ પ્રમાણે કહેતા હતા ત્યારે પિતા પાસે (પર્વતરાજ હિમાલય પાસે) ઊભેલી પાર્વતી નીચું જોઈને લીલાકમળ (કીડાકમળ)ની પાંખડીઓ ગણવા લાગી.”
અહીં ગૌણસ્વરૂપવાળું લીલાકમલના પત્રનું ગણવું, (સ્વ) શબ્દનો ઉપયોગ વગર જ, વ્યભિચારિભાવના લક્ષણવાળા બીજા અર્થને પ્રકાશે છે. આ (ર્વિવારિ... શ્લોક) અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય (રસાદિ) ધ્વનિનું જ ઉદાહરણ (પણ) નથી. કેમ કે જ્યાં સાક્ષાત્ શબ્દથી વર્ણવેલા વિભાવ, અનુભાવ અને વ્યભિચારિભાવોથી રસાદિની પ્રતીતિ થાય છે તે કેવળ તેનો (અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિનો) માર્ગ છે.
જેમ કે ‘કુમારસંભવ'માં વસંતવર્ણન પ્રસંગમાં વસંતમાં ખીલતાં પુષ્પોનાં આભૂષણો ધારણ કરેલ દેવી પાર્વતી (આલંબન વિભાવ)ના આગમનથી લઈને મનોભવે-કામદેવે શરસંધાન ક્યું (અનુભાવ વર્ણન) અને ઘેર્યય્યત શિવની વિશિષ્ટ ચેષ્ટાનું વર્ણન વગેરે (વ્યભિચારિભાવ) સાક્ષાત્ શબ્દો દ્વારા જણાવાયેલ છે. (એથી ત્યાં અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય રસધ્વનિ છે). અહીં (વંવાનિ કૈવર્ષો.. ઈ. શ્લોકમાં) તો (લીલાકમળની પાંદડીઓની ગણત્રી દ્વારા) સામર્થ્યથી વ્યંજિત (લજજારૂપ) વ્યભિચારિભાવ દ્વારા રસની પ્રતીતિ થાય છે. તેથી આ ધ્વનિનો અન્ય પ્રકાર છે. (અર્થાત્ રસધ્વનિરૂપ અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય ભેદથી ભિન્ન અર્ધશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય નામનો બીજો જ પ્રકાર છે.) પણ જ્યાં શબ્દવ્યાપારની મદદવાળો એક અર્થ બીજા અર્થના વ્યંજકત્વથી આવે છે તે કંઈ આ ધ્વનિનો વિષય નથી. જેમકે- “વિદગ્ધા-ચતુરનાયિકાએ એ જાણીને કે વિટ, સંકેત (ના સ્થાન પર પહોંચવાનો) સમય જાણવા ચાહે છે, હસતાં હસતાં આંખનો ઈશારો કરી (આંખ મારીને) કીડાકમળ બંધ કરી દીધું.”
અહીં લીલાકમલને બીડ્યાનું વ્યંજકત્વ શબ્દથી જ કહેવાયું છે અને વળી,