________________
તૃતીય ઉદ્યોત : ૩૩
૨૩૩
આ વ્યંજભાવનો લિંગત્વન્યાય (લિંગત્વસામ્ય) પણ દેખાય છે. જેમ કે લિંગત્વ આશ્રયોમાં અનિયત રૂપથી માલુમ પડે છે, કેમકે (તે) ઇચ્છાને આધીન હોય છે. અને પોતાના વિષયમાં અવ્યભિચારી (સદ્દા નિયત) હોય છે. તેવી રીતે (અગાઉ ) દર્શાવ્યા પ્રમાણે, આ વ્યંજકત્વ છે. (પોતાના આશ્રય શબ્દોમં ઇચ્છાધીન હોવાથી અનિયત અને સ્વવિષયમાં-વ્યંગ્ય અર્થ જણાવવામાં-નિયત (અવ્યભિચારી) છે.)
અને શબ્દરૂપમાં અનિયત હોવાને કારણે જ તેને વાચક પ્રકાર તરીકે કલ્પવો રાકચ નથી. જો તે વાચકત્વનો પ્રકાર થશે તો શબ્દરૂપમાં નિયતતા પણ વાચકત્વની જેમ થશે. (પણ તે શબ્દરૂપમાં નિયત નથી. પ્રકરણ વગેરેથી જ વ્યંજકત્વ હોય છે. એથી વ્યંજકત્વ, વાચકત્વથી ભિન્ન છે.)
7
(મીમાંસકોએ પણ વ્યંજકત્વ સ્વીકારવું રહ્યું.)
અને તે આ પ્રકારનો (વ્યંજકત્વરૂપ) ઔપાધિકધર્મ, શબ્દોના ઔત્પત્તિક શબ્દાર્થ સંબંધને માનનારા, પૌરુષેય અને અપૌરુષેય વાકચોમાં વિશેષતાનું પ્રતિપાદન કરનારા, વાકયના તત્ત્વને જાણનારાઓ (મીમાંસકો) દ્વારા પણ નિયમપૂર્વક – અવશ્ય- માનવો જોઈશે. તેનો સ્વીકાર કર્યા વિના તેના શબ્દ અને અર્થનો નિત્ય સંબંધ હોવા છતાં પૌરુષેય અને અપૌરુષેય વાકચોમાં અર્થ પ્રતિપાદનમાં કોઈ વિશેષતા ન રહે. અને એનો (વ્યંજકત્વરૂપ) ઔપાધિક ધર્મનો સ્વીકાર કરી લેતાં પૌરુષેય વાક્યોમાં પોતાના (વાચ્યવાચકભાવરૂપી) નિત્ય સંબંધનો પરિત્યાગ કર્યા વિના પણ પુરુષની ઇચ્છા (તાત્પર્ય) નું અનુવિધાન- અનુસરણ- કરનારા બીજા ઔપાધિક (વ્યંજકત્વરૂપ) વ્યાપારયુક્ત વાચોની મિથ્યાર્થતા પણ થઈ જાય (અર્થાત્ અસત્ય હોવાનો સંભવ દર્શાવી શકાય.)
પોતાનો સ્વભાવ છોડયો નથી એવા, બીજી સામગ્રીના આવવાથી સંપાદિત ઔપાધિક વ્યાપારવાળા ભાવોમાં પણ વિરુદ્ધ ક્રિયા દેખાય છે. જેમ કે- સમસ્ત જીવલોકને શાંતિ આપનારી શીતળતા ધારણ કરનાર, પણ પ્રિયતમા-વિયોગાગ્નિથી બળતા મનવાળા લોકો દ્વારા જોવાતાં ચન્દ્રરિણ ઇત્યાદિની સંતાપકારિતા પ્રસિદ્ધ જ છે. એથી (શબ્દ અને અર્થનો) સ્વાભાવિક (નિત્ય) સંબંધ હોવા છતાં પણ પૌરુષેય વાકચોની મિથ્યાર્થતાનું સમર્થન કરવાની ઇચ્છા રાખનારે, મીમાંસકે) વાચકત્વથી વ્યતિરિક્ત (વાકયોમાં) કોઈક ઓપાધિરૂપ અવશ્ય જ સ્વીકારવું જોઈશે. અને તે વ્યંજત્વ સિવાય બીજું કંઈ નથી. પૌરુષેય વાક્ય મુખ્યરૂપથી (વકતા) પુરુષના અભિપ્રાયને જ (વ્યંગ્યરૂપથી) પ્રકાશે છે. અને તે (પુરુષનો અભિપ્રાય) વ્યંગ્ય જ હોય છે, વાચ્ય નહીં. (કેમ કે) તેની સાથે શબ્દનો ‘વાચ્યવાચકભાવ’રૂપ સંબંધ નથી તેથી.