________________
તૃતીય ઉદ્યોત : ૩૩
૨૩૧
પરંતુ ગુણવૃત્તિ વાચ્યધર્મના આશ્રયથી જ અને વ્યંગ્યમાત્રના આશ્રયથી અભેદોપચારરૂપ સંભવે છે. જેમ કે ‘તીક્ષ્ણ હોવાથી માણવક અગ્નિ છે.’ આહ્લાદક હોવાથી ‘તેનું મુખ ચંદ્ર જ છે,’ ઇત્યાદિમાં. અને જેમ ‘પ્રિય જનમાં પુનરુક્તિ નથી’ ઇત્યાદિમાં.
અને જે પણ લક્ષણારૂપા ગુણવૃત્તિ છે. તે પણ ઉપલક્ષણીય અર્થ (લક્ષ્યાર્થ) સાથે સંબંધ માત્રના આશ્રયથી આત્સ્વરૂપ ભંગની પ્રતીતિ વગર પણ સંભવે છે. જેમકે –મંચ કોલાહલ કરે છે ઇત્યાદિ વિષયમાં.
પણ જ્યાં એ (ગુણવૃત્તિ-લક્ષણા), ચારુરૂપ વ્યંગ્યાર્થ પ્રતીતિનું કારણ બનતી હોય છે, ત્યાં પણ એ વાચકત્વની જેમ (અભિધાની જેમ) વ્યંજકત્વના અનુપ્રવેશને લીધે જ (ચારુત્વસાધક બનતી હોય છે.)
જ્યાં અસંભવિત અર્થથી વ્યવહાર હોય છે, જેમ કે ‘સુવર્ણપુષ્પાં વૃચિત્રીમ્’‘સુવર્ણપુષ્પોવાળી પૃથ્વીને’ વગેરેમાં. ત્યાં ચારુત્વરૂપ વ્યંગ્યપ્રતીતિ જ પ્રયોજિકા છે (હેતુ છે). માટે આવા વિષયમાં ગુણવૃત્તિ હોય તો પણ ધ્વનિ વ્યવહાર જ યુક્તિસંગત છે માટે અવિવક્ષિતવાચ્ય (લક્ષણામૂલ)ના બંને પ્રભેદમાં વ્યંજકત્વથી વિશિષ્ટ ગુણવૃત્તિ સહૃદય હૃદયાદ્લાદિની હોય છે. તેની સાથે એકરૂપા નહીં. (એટલે કે ગુણવૃત્તિ અને વ્યંજ એક નથી.) કેમ કે (ગુણવૃત્તિ) પ્રતીયમાન (ચારુત્વહેતુરૂપ વ્યંગ્ય)ની પ્રતીતિનો હેતુ નથી. બીજા દાખલાઓમાં (જેમ કે અમિર્માળવઃ- માણવક (ક્રોધી હોવાથી) આગ છે.) એ (ચારુત્વરૂપ) તેના વિનાની (વ્યંજના વિનાની) પણ જોવા મળે છે. (અગ્નિમાંંળવઃ, પ્રિયે નને નાસ્તિ पुनरुक्तम् ઈ. ઉદાહરણમાં ગૃણવૃત્તિ-લક્ષણા-વ્યંજત્વ વિનાની જોવા મળે છે.) આ બધું પહેલાં સૂચવ્યું જ છે, (પ્રથમ ઉદ્યોતમાં) છતાં વધારે સ્પષ્ટ પ્રતીતિને માટે પુનઃ કહેલું છે.
૩૩.૪ અને વળી, વ્યંજત્વરૂપ જે શબ્દ અને અર્થનો ધર્મ છે તે પ્રસિદ્ધ સંબંધની અપેક્ષા રાખે છે. તેમાં કોઈનો પણ મતભેદ થવો ન જોઈએ. શબ્દ અને અર્થનો વાચ્યવાચકભાવ નામનો જે પ્રસિદ્ધ સંબંધ છે તેને અનુસરીને જ, વ્યંજકત્વરૂપ વ્યાપાર બીજી સામગ્રીના સંબંધથી ઔપાધિકરૂપથી પ્રવૃત્ત થાય છે.
એટલે વાચકત્વથી તેનો ભેદ છે (વિશેષ છે). વાચકત્વ શબ્દવિશેષનો નિયત આત્મા છે, (અર્થાત્ આત્માની જેમ નિશ્ચિત ધર્મ છે.) કેમ કે વ્યુત્પત્તિકાળથી લઈને તે તેના (શબ્દના) અવિનાભાવથી પ્રસિદ્ધ છે. પણ તે (વ્યંજ~) ઔપાધિક હોવાને કારણે અનિયત છે. કેમકે પ્રકરણ આદિના સહયોગથી તેની પ્રતીતિ થાય છે, અન્યથા અપ્રતીતિ છે માટે પણ.
-
(પ્રશ્ન) જો અનિયત છે તો તેના (વ્યંજત્થના) સ્વરૂપની પરીક્ષાથી શું લાભ ? (પ્રશ્ન કરનારનું કહેવું એમ છે કે ‘આકાશકુસુમ’ અને ‘વંધ્યાપુત્ર’ની સ્વરૂપ પરીક્ષાની જેમ વ્યંજત્વના સ્વરૂપની પરીક્ષા પણ વ્યર્થ છે)
(ઉત્તર) એ દોષ નથી. કેમ કે શબ્દરૂપમાં તે અનિયત છે, નહીં કે વ્યંગ્યરૂપ પોતાના વિષયમાં.