________________
२४३
તૃતીય ઉદ્યોતઃ ૩૪, ૩૫, ૩૬
કારિકા-૩૪ અને ૩૫ તથા વૃત્તિ માટે આમ, “હંમેશાં અવિદિતસ્વરૂપ હોવાને કારણે, જે મનીષી લોકોની વિમતિનો (મતભેદનો) વિષય હતો (તે) કાવ્યના ધ્વનિ’નામના આ પ્રકારને વ્યંજિત કરવામાં આવ્યો.”
“કાવ્યનો બીજો પ્રકાર ગુણીભૂતવ્યંગ્ય’ નામનો જોવામાં આવે છે. જેમાં વ્યંગ્યની સાથે અન્વયે કરવામાં વાચ્યચારતા અધિક પ્રકૃષ્ટ થઈ જાય છે.”
લલનાઓના લાવણ્ય નામનો (એના જેવો) જે વ્યંગ્ય અર્થ પ્રતિપાદિત કર્યો તેનું પ્રાધાન્ય હોય ત્યારે ધ્વનિ છે એમ કહ્યું. (ઉ-૧, કા-૪માં). તેના જ (વ્યંગ્યના) ગુણીભાવથી વાચ્ય (અર્થ)નાં ચારુત્વનો પ્રકર્ષ હોય ત્યાં ‘ગુણીભૂતવ્યંગ્ય’ નામનો કાવ્યભેદ કલ્પવામાં (માનવામાં) આવે છે. તેમાં તિરસ્કૃત વાચ્યવાળા શબ્દોથી પ્રતીયમાન (સૂચવાતા) “વસ્તુધ્વનિ'નો જ, કોઈક વખત, વાટ્યરૂપ વાક્યર્થની અપેક્ષાએ ગુણીભાવ (ગૌણ થઈ જવું તે) હોય તો ‘ગુણીભૂતવ્યંગ્યતા’ કહેવાય છે. (એ “ગુણીભૂતવ્યંગ્ય’ કાવ્ય કહેવાય છે.) જેમ કે
અહીં આ અન્ય કઈ લાવણ્યની નદી આવી ગઈ છે જેમાં ચંદ્રની સાથે ઉત્પલ (કમળ) તરે છે. જેમાં હાથીનાં ગંડસ્થળ (મસ્તક) ઉપર આવે છે અને જ્યાં કેળના થડ (કાંડ) અને મૃણાલ દંડ (રહેલાં) છે.”
કોઈવાર “અતિરસ્કૃતવાચ્ય’વાળા શબ્દોથી વ્યંજિત થતો વ્યંગ્યાર્થ, કાવ્યના ચારુત્વની અપેક્ષાએ વાચ્યાર્થનું પ્રાધાન્ય હોઈ, ગૌણ બની જાય છે ત્યારે ‘ગુણીભૂતવ્યંગ્યતા’ હોય. જેમ કે “અનુરાવતી સંધ્યા...ઈ. ઉદાહરણ (૧/૧૩ની વૃત્તિમાં) આપેલું છે. તેનો (વ્યંગ્ય વસ્તુનો) પોતાની ઉક્તિથી પ્રકાશિત હોવાને કારણે ગુણભાવ જેમ કે સંતાનમનિયમ્' (૨/ ૨૨ની વૃત્તિમાં) ઉદાહરણ આપેલું છે.
રસાદવાળા વ્યંગ્યનો ગુણીભાવ હોય ત્યારે “રસવત્ અલંકાર બતાવ્યો જ છે. ત્યાં (રસવઠલંકારમાં) તેમનો (રસાદિનો) આધિકારિક વાક્ય (મુખ્ય વાક્ય)ની અપેક્ષાએ, વિવાહમાં પ્રવૃત્ત નોકર (વરરાજા)ને અનુસરનાર રાજાની જેમ, ગુણીભાવ થાય છે.
વ્યંગ્ય અલંકારના ગુણીભાવનો વિષય દીપક વગેરે (અલંકાર) છે. કારિકા-૩૬ અને વૃત્તિઃ તે પ્રમાણે
પ્રસન્ન અને ગંભીર પદવાળી જે આનંદદાયક કાવ્ય રચનાઓ હોય છે તેમાં સુમેધાએ (બુદ્ધિમાને) આ પ્રકાર યોજવો જોઈએ.”
જે આ અપરિમિત સ્વરૂપવાળો પણ પ્રકાશમાન અને એ પ્રકારના અર્થથી રમણીય હોઈ વિવેકીઓને સુખ આપનાર કાવ્યબંધ છે તે બધામાં આ ગુણીભૂત વ્યંગ્ય’ નામના પ્રકારની યોજના કરવી જોઈએ. જેમ કે