________________
તૃતીય ઉદ્યોતઃ ૩૩
૨૩૫ (પ્રશ્નો પણ આ ન્યાય પ્રમાણે તો બધાં લૌકિક વાક્યો (પુરુષાભિપ્રાયરૂપ વ્યંગ્યના સંબંધને લીધે) ધ્વનિ વ્યવહારવાળાં ગણાય. આ ન્યાય પ્રમાણે બધાનું વ્યંજકત્વ છે માટે.
(ઉત્તર) એ ઠીક છે, પણ બોલનારના અભિપ્રાયના પ્રકાશનથી જે વ્યંજકત્વ (આવે છે) તે તો બધાં લૌકિક વાક્યોમાં એકસરખું છે તે તો વાચકત્વથી ભિન્ન નથી. વ્યંગ્ય ત્યાં નાન્તરીયક રૂપથી (લગોલગ ગોઠવાયેલ હોય એમ) રહે છે, નહીં કે વિવક્ષિત રૂપથી (વ્યંગ્ય વિવક્ષિત ન હોવાથી તેમાં ધ્વનિ વ્યવહાર કરાતો નથી.)
જ્યાં વ્યંગ્ય વિરક્ષિતરૂપથી ગોઠવાય ત્યાં વ્યંજકત્વ ધ્વનિવ્યવહારનું પ્રયોજક છે. (એથી બધાં લૌકિક વાક્ય ધ્વનિ નથી.)
પણ જે અભિપ્રાયવિશેષરૂપ વ્યંગ્ય, શબ્દ અને અર્થથી પ્રકાશાય છે તે તાત્પર્યરૂપ (પ્રધાનરૂપ)થી પ્રકાશમાન હોય છે તેથી વિવક્ષિત (વ્યંગ્ય) કહેવાય છે. પણ તે જ કેવળ અપરિમિત વિષયવાળા ધ્વનિનું પ્રયોજક નથી, (ધ્વનિ વ્યવહારની અપેક્ષાએ.) અવ્યાપક હોવાથી તાત્પર્યથી ઘોત્યમાન-પ્રકાશનું અભિપ્રાયરૂપ (રસાદિ) અને અનભિપ્રાયરૂપ (વસ્તુ તથા અલંકારરૂપ) વ્યંગ્ય જેના ત્રણ ભેદ *(રસાદિ, વસ્તુ, અલંકાર રૂ૫) દર્શાવેલ છે તે બધું ધ્વનિનું પ્રયોજક છે. તેથી યથોક્ત (ધ્ધ. ૧/૧૩) વ્યંજકત્વવિશેષરૂપ ધ્વનિનું લક્ષણ માનવામાં નથી અતિ વ્યાપ્તિ થતી કે નથી આવ્યાપ્તિ થતી.
એથી વાક્યતત્ત્વજ્ઞો (મીમાંસકો)ના મતે વ્યંજકત્વરૂપ (વાચકત્વ તથા ગુણવૃત્તિથી ભિન્ન) શાબ્દવ્યાપાર વિરોધી નહીં પણ અનુરૂપ જ દેખાય છે.
(વૈયાકરણમત ધ્વનિસિદ્ધાન્તને અનુકૂળ)
જેમણે અવિઘા-સંસ્કારરહિત શબ્દબ્રહ્મનો પૂર્ણરૂપે નિશ્ચય કરી લીધો છે તે વિદ્વાનો (વૈયાકરણો)ના મતનો આશ્રય લઈને આ ધ્વનિ વ્યવહાર પ્રવૃત્ત થયો છે; એથી તેમની સાથે વિરોધ અને અવિરોધ પર શું વિચાર કરવાનો હોય ? (તેમનો વિરોધ થઈ શક્તો જ નથી. એથી એને દૂર કરવાની ચિંતા પણ નકામી છે.)
(નૈયાયિકોનો મત વ્યંજનાને અનુકૂળ)
કૃત્રિમ શબ્દાર્થ સંબંધને માનનારા તાર્કિકો (નૈયાયિકો)નો આ વ્યંજકભાવ અનુભવસિદ્ધ જ છે અને બીજા પદાર્થોની જેમ શબ્દોનો પણ વિરોધ નથી એથી નિરાકરણની પદવી પર આરૂઢ થતો નથી. (અર્થાત્ નિરાકરણને યોગ્ય નથી.)
વાચત્વના વિષયમાં તાર્કિકોની વિપ્રતિપત્તિઓ (મતભેદો) હોઈ શકે છે કે શું શબ્દોનું આ (વાચકત્વ) સ્વાભાવિક છે અથવા સતત (સામયિક) છે ઇત્યાદિ. પણ તેની (વાચકત્વની) પછી આવનારા અને ભાવાન્તર-સાધારણ, લોકપ્રસિદ્ધ, એવા વ્યંજકત્વને અનુસરવામાં મતભેદનો અવસર જ ક્યાં છે?