________________
તૃતીય ઉદ્યોત : ૨૦
૧૯૭
તેમાં વિવક્ષિતરસ જો પરિપુષ્ટ થયેલ હોય તો વિરોધી રસનાં અંગોની ઉક્તિ દોષરૂપ નથી. જેમ કે- “ક્યાં આ અકાર્ય (ન કરવા જેવું કાર્ય) અને ક્યાં ચંદ્રવંશ ? દેખાય એ શું કરી ? અરે ! મેં તો (કામાદિ) દોષોના શમન માટે (શાસ્ત્રોનું) શ્રવણ કર્યું છે. ક્રોધમાં પણ (તેનું) મુખ કેવું સુંદર લાગતું હતું ! ધર્માત્મા વિદ્વાનો શું કહેશે ? તે તો (હવે) સ્વપ્નમાં પણ દુર્લભ થઈ ગઈ. અરે ચિત્ત સ્વસ્થ થઈ જા. કોણ ધન્ય યુવક (તેનું) અધરપાન કરશે ?’’
અથવા મહાશ્વેતા પ્રત્યે ખૂબ અનુરાગમાં પુંડરીકને બીજા મુનિકુમાર (કપિંજલ)ના ઉપદેશના વર્ણનમાં. (પ્રદર્શિત શાંતરસનાં અંગ, મુખ્ય શૃંગારરસનાં અંગોથી બાધિત થઈ જાય છે અને રતિ સ્થિર રહે છે. એથી ‘વાધ્યત્વેન' તેનું પ્રતિપાદન દોષ નથી.)
(વિરોધી રસાંગોની અંગરૂપતામાં અવિરોધનાં ઉદા॰)
(વિરોધી રસાંગોની) સ્વાભાવિક અંગરૂપતા પ્રાપ્તિમાં અદોષતા (નું ઉદાહરણ) જેમકે
‘‘મેઘરૂપી સર્પથી ઉત્પન્ન થયેલ વિષ (જલ તથા વિષ) વિયોગિનીઓને ચક્કર, બેચેની, અલસહૃદયતા (હૃદયમાં આળસ) પ્રલય (ચેતનારૂપ જ્ઞાન અને ચેષ્ટાનો અભાવ), મૂર્છા, અંધારાં, શરીરનો થાક અને મરણ ઉત્પન્ન કરે છે.’’ ઇત્યાદિમાં.
સમારોપિત (આરોપ કરાયો હોય તેવા) અંગત્વમાં પણ અવિરોધ (હોય છે તેનું ઉદાહરણ) જેમ કે પાવુક્ષામમ્... ઈ. શ્લોકમાં અથવા જેમકે
‘“ોપાત કોમનલોલનાડુનતિજ્ઞ પાશેન'' ઇત્યાદિમાં.
૨૦.૨ અને આ અન્ય અંગભાવની પ્રાપ્તિ છે કે આધિકારિક હોવાને કારણે પ્રધાનભૂત એક વાકચાર્યમાં પરસ્પર વિરોધી બે રસો અથવા ભાવોનો અંગભાવ પ્રાપ્ત થાય તેમાં પણ દોષ નથી. જેમ કે કહ્યું છે- ‘“ક્ષિો હ્રસ્તાવનમઃ'... ઇત્યાદિમાં.
ત્યાં વિરોધ કેવી રીતે નથી એમ (કોઈ) કહે તો (સમાધાન કરતાં) કહે છે કે તે (ઇર્ષ્યા- વિપ્રલંભ અને કરુણ) બંને અન્ય (શિવપ્રભાવાતિશયમૂલક ભક્તિ)ના અંગરૂપમાં રહેલા હોવાથી (અવિરોધ છે).
(શંકા) અન્યનાં અંગ હોય તો પણ તે વિરોધી રસોના વિરોધની નિવૃત્તિ કેવી રીતે થાય છે એમ (પૂછતા હો) તો (સમાધાન) કહીએ છીએ-કે વિધિ અંશમાં બે વિરોધીઓનો સમાવેશ કરવામાં દોષ હોય છે, અનુવાદમાં નહીં. જેમ કે
–
‘“‘આવ’, ‘જા’, ‘પડ’, ‘ઉઠ’, ‘બોલ’, ‘મૂંગો રહે’– એમ આશારૂપી ગ્રહથી ગ્રસ્ત યાચકો સાથે ધનવાનો ક્રીડા કરે છે.’’ (અર્થાત્ પૈસાદારો યાચકોને રમકડાં બનાવી–ગણી – તેમની સાથે ખેલે છે.) વગેરેમાં (અહીં વિરોધીવાતો અનુવાદરૂપે કહી છે તેથી દોષ નથી).