________________
તૃતીય ઉધોતઃ ૩૩ ગોચર છે (શબ્દ વ્યાપારનો વિષય થાય તે) એનો અમે સ્વીકાર કરીએ છીએ. પણ તેને વ્યંગ્યરૂપથી જ, નહીં કે વાચ્યરૂપથી. તેના બીજા અર્થની પ્રતીતિ પ્રસિદ્ધ અભિધાનથી જુદા જ સંબંધથી થાય છે, માટે વાચ્ય શબ્દ વગર જ જ્યાં વિષય (ફુટ) કરાય છે ત્યાં પ્રકાશનોક્તિ (વ્યંગ્યોક્તિ) જ યોગ્ય છે. (અર્થાત્ વાચ્ય યા વાચક કહેવું યોગ્ય નથી તેથી વ્યંગ્ય અને વ્યંજક શબ્દનો પ્રયોગ યોગ્ય છે.) .
(પદાર્થ-વાક્યર્થ ન્યાય લાગુ ન પડે.)
વાચ્ય અને વ્યંગ્ય વચ્ચે પદાર્થ અને વાક્યર્થનો ન્યાય યોગ્ય નથી. કેમકે કેટલાક વિદ્વાન (વૈયાકરણીઓ) પદાર્થ પ્રતીતિને અસત્ય જ માને છે. જે (કુમારીલ ભટ્ટ, નૈયાયિક વગેરે) તેને અસત્ય નથી માનતા તેમને વાક્યર્થ તથા પદાર્થમાં ઘટ અને તેના ઉપાદાન કારણનો ન્યાય સ્વીકારવો જોઈશે. જેમ ઘટ ઘડાઈ જાય પછી તેનાં ઉપાદાન કારણોની અલગ પ્રતીતિ થતી નથી તેવી રીતે વાક્ય કે તેનો અર્થ (વાક્યાર્થ) પ્રતીત થઈ જાય પછી, પદ અને તેના અર્થને (પદાર્થને) જુદા સમજવા જઈએ તો વાક્યર્થની સમજણ જ દૂર થઈ જાય. (તો પદાર્થ વાક્યર્થ ન્યાય કેવી રીતે થશે ?) એવો ન્યાય વાચ્ય અને વ્યંગ્યની વચ્ચે નથી. વ્યંગ્યની પ્રતીતિ થાય ત્યારે વાચ્યની સમજણ દૂર થતી નથી. તેનું પ્રકાશન વાચ્યની સાથે અવિનાભાવથી હોય છે.
(સિદ્ધાંતપક્ષમાં ઘટપ્રદીપ ન્યાય’ છે.) માટે તેમની વચ્ચે (વાચ્ય અને વ્યંગ્ય પ્રતીતિઓની વચ્ચે) “ઘટપ્રદીપન્યાય છે. જેમ પ્રદીપ વડે ઘટની પ્રતીતિ થતાં પ્રદીપનો પ્રકાશ નાશ પામતો નથી (નિવૃત્ત થતો નથી, તેમ વ્યંગ્યાર્થિની પ્રતીતિ થતાં વાચ્યાર્થનો બોધ (નાશ પામતો નથી)
(અહીં પ્રશ્ન એ થાય છે કે “યથા પાર્થદ્વારા... ઈ (૧/૧૦)માં વાચ્ય અને વ્યંગ્યમાં ‘પદાર્થ-વાક્યાર્થચાય” આપના મતમાં જોવા મળે છે તો પછી અહીં તેનું ખંડન કેમ? તેનું સમાધાન કરતાં કહે છે-) પ્રથમ ઉદ્યોતમાં “યથા પાર્થ ( =જેમ પદના અર્થદ્વારા વાક્યર્થની પ્રતીતિ થાય છે તેમ પ્રતીયમાન અર્થની પ્રતીતિ વાચ્ચાર્યની પ્રતીતિ મારફતે જ થાય છે) વગેરે કહ્યું છે તે ઉપાયના સામ્યમાત્રની વિવક્ષાથી જ કહ્યું છે. (‘પદાર્થ વાક્યર્થન્યાય’ અમને ત્યાં અભિમત નથી)
(પ્રશ્ન-જો ઘટપ્રદીપન્યાયથી પૂર્વપક્ષ વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ બંનેની પ્રતીતિ માનશે તો) પણ, આમ તો વાક્યના એક સાથે બે અર્થ પ્રાપ્ત થયા, અને એમ થાય તો તેની વાક્યતા (વાક્યત્વ) તૂટી જાય છે (રહેતું નથી), કેમકે એકાWત્વ જ તેનું (વાક્યનું) લક્ષણ છે.
(ઉત્તર) એ દોષ નથી. ગુણપ્રધાનભાવથી તેમની વ્યવસ્થા થાય છે માટે. (તેમની = વાચ્ય તથા વ્યંગ્ય અર્થની) કયાંક વ્યંગ્યનું પ્રાધાન્ય અને વાચ્યાર્થ