________________
તૃતીય ઉદ્યોતઃ ૩૩
૨૨૫ ઉપસર્જનરૂપ (ગૌણત્વ) હોય છે. અને ક્યાંક વાચ્ય અર્થનું પ્રાધાન્ય તથા વ્યંગ્ય અર્થનો ગુણભાવ (= ગૌણત્વ) હોય છે. તેમાં (વ્યંગ્યનું પ્રાધાન્ય હોય ત્યારે ધ્વનિ છે એમ કહ્યું જ છે. (ધ્વનિ કાવ્ય છે) અને વાચ્યનું પ્રાધાન્ય હોય ત્યારે બીજો પ્રકાર (ગુણીભૂતવ્યંગ્ય) થાય છે એમ (આગળ) કહેશે. એથી આમ સ્થિતિ થઈ. કાવ્ય વ્યંગ્યપરક હોય તો પણ વ્યંગ્ય અર્થ અભિધેય નહીં પણ વ્યંગ્ય જ હોય છે. (અર્થાત્ વાચ્ય નહીં પણ વ્યંગ્ય જ હોય છે.)
વળી, જ્યાં વ્યંગ્યની પ્રાધાન્યરૂપમાં વિવેક્ષા ન હોય, ત્યાં શબ્દ તત્પર (તેના પરક અર્થાત્ ગુણીભૂત વ્યંગ્યના પ્રતિપાદન પરક) નહીં હોવાથી તેને આપ વાચ્યાર્થ નહીં માની શકો. એથી શબ્દોનો કોઈ વિષય વ્યંગ્ય છે (એ માનવું પડશે) અને
જ્યાં તેનું પ્રાધાન્ય છે ત્યાં તેના સ્વરૂપનો અપહ્નવ (ઢાંકવું તે) કેમ કરો છો? આ રીતે વ્યંજકત્વ, વાચકત્વથી અન્ય છે. (જુદું છે).
(આશ્રયભેદથી વ્યંજકત્વની સિદ્ધિ) વળી, વાચત્વથી વ્યંજકત્વ ભિન્ન છે, (તેનું બીજું કારણ) કેમકે વાચત્વ એકમાત્ર શબ્દને આશ્રિત છે. અને વ્યંજકત્વ શબ્દ અને અર્થ બંનેમાં રહે છે. (અર્થાત્ શબ્દાશ્રયે અને અર્વાશ્રયી બને છે) શબ્દ અને અર્થ બંને વ્યંજત્વને પ્રતિપાદિત કરે છે માટે.
૩૩.૩ ગુણવૃત્તિ તો ઉપચાર અને લક્ષણાથી, બંનેને આશ્રયે પણ રહે છે. તેનાથી પણ વ્યકત્વ સ્વરૂપમાં અને વિષયમાં જુદું પડે છે. રૂપભેદ એ છે કે ગુણવૃત્તિ, અમુખ્યરૂપથી (અર્થનો બોધ કરાવનાર) (શબ્દનો) વ્યાપાર, પ્રસિદ્ધ છે. પણ વ્યંજકત્વ, મુખ્યરૂપથી જ શબ્દનો વ્યાપાર છે. અર્થથી જે ત્રણ પ્રકારના વ્યંગ્યોની (રસાદિ ધ્વનિ, અલંકાર ધ્વનિ અને વસ્તુધ્વનિની) પ્રતીતિ થાય છે તેનું અમુખ્યત્વ જરા પણ લક્ષિત થતું નથી.
અને આ બીજો સ્વરૂપભેદ (રૂપભેદ) એ છે કે અમુખ્ય રૂપથી રહેલ વાચકત્વને જ ગુણવૃત્તિ કહે છે. વ્યંજત્વ તો વાચકત્વથી અત્યંત ભિન્ન હોય છે એનું પ્રતિપાદન થઈ ગયું છે.
અને આ અન્ય (ત્રીજો) રૂપભેદ છે કે ગુણ વૃત્તિમાં જ્યારે એક અર્થ(નો વાચકશબ્દ) બીજા અર્થને લક્ષિત કરે છે (લક્ષણાથી જણાવે છે, ત્યારે (લક્ષણલક્ષણા પ્રકારની લક્ષણામાં) લક્ષણીય અર્થરૂપમાં પરિણત થઈને મળે છે. જેમ કે જયાં ઘોષ: અર્થાત્ “ગંગા ઉપર ઘોષ' ઇત્યાદિમાં. વ્યંજકત્વના માર્ગમાં તો જ્યારે અર્થ બીજા અર્થને ઘોતિત કરે છે ત્યારે પ્રદીપની જેમ સ્વરૂપને પ્રકાશિત કરતો જ અન્યનો પ્રકાશક પ્રતીત થાય છે. જેમ કે “નીલમિતપત્રા િTયામા પાર્વતી '' અર્થાત્ “લીલાકમળનાં પત્રો ગણવા મંડી પાર્વતી વગેરેમાં. .
અને પોતાની પ્રતીતિનો પરિત્યાગ ર્યા વિના જ્યાં અર્થ બીજા અર્થને લક્ષિત કરે છે ત્યાં લક્ષણા વ્યવહાર કરાય તો પછી (‘અભિધાને બદલે) લક્ષણા જ