________________
૨૧૩
તૃતીય ઉદ્યોતઃ ૩૧,૩૨, ૩૩
આમ હમણાં કહેવા પ્રકારથી, રસ આદિ (અર્થાત) રસ, ભાવ, તેના આભાસ (=રસાભાસ, ભાવાભાસ)ના પરસ્પર વિરોધ અને અવિરોધના વિષયને સમજીને કાવ્ય વિષયમાં અતિશય પ્રતિભાથી યુક્ત થઈને સુકવિ કાવ્ય નિર્માણ કરતાં કદી વ્યામોહ (ભ્રમ)માં પડતો નથી.
કારકા-૩૨ અને વૃત્તિ : આમ રસ આદિમાં વિરોધ અને અવિરોધના નિરૂપણની ઉપયોગિતાનું પ્રતિપાદન કરીને તેના (રસાઠિ) વ્યંજક, વાચ્ય (કથાવસ્તુ), તથા વાચક (શબ્દાદિ) ના નિરૂપણની પણ ઉપયોગિતાનું પ્રતિપાદન
કરે છે.
“વાચ્ય (કથાવસ્તુ) અને વાચકો (શબ્દાદિ)ની રસાદિ વિષયક ઔચિત્યપૂર્વક યોજના કરવી એ મહાકવિનું મુખ્ય કર્મ છે.”
વાચ્ય અર્થાત્ ઇતિવૃત્તવિશેષો (કથાવસ્તુવિશેષો) અને તેના સંબંધી (શબ્દાદિ) વાચકોની રસાદિવિષયક ઔચિત્યની દષ્ટિથી જે યોજના (કરવી) તે મહાકવિનું મુખ્ય કામ છે. રસાદિને મુખ્યરૂપથી કાવ્યનો અર્થ બનાવી (વિષય બનાવી) તેને અનુરૂપ શબ્દો અને અર્થોની ગૂંથણી કરવી એ મહાકવિનું મુખ્ય કાર્ય છે (મુખ્ય વ્યાપાર છે.)
કારિકા-૩૩ અને વૃત્તિક રસાદિના તાત્પર્યથી (કરવામાં આવતી) આવી કાવ્યરચના ભરતાદિમાં પણ પ્રસિદ્ધ છે, તે બતાવવા કહે છે.
- “રસાદિને અનુસરીને શબ્દ અને અર્થનો જે ઓચિત્યપૂર્વક વ્યવહાર છે તે આ બે પ્રકારની વૃત્તિઓ છે.”
૩૩.૧ વ્યવહારને જ વૃત્તિ કહે છે. તેમાં રસને અનુસરનાર ઔચિત્યવાળો અને વાચ્ય (અર્થ)ના આશ્રયવાળો જે વ્યવહાર છે તે જ કેશિકી વગેરે વૃત્તિઓ છે. વાચક્ના (શબ્દના) આશ્રયવાળી ઉપનાગરિકા વગેરે વૃત્તિઓ (છે). રસાદિપરતાથી(રસાદિ તાત્પર્ય પ્રમાણે) પ્રયોજાયેલી (કશિકી આદિ તથા ઉપનાગરિકા આદિ) વૃત્તિઓ નાટક અને કાવ્યમાં (ક્રમશઃ) કોઈ અનિર્વચનીય સૌંદર્ય ઉત્પન્ન કરે છે. રસાદિ તે બન્ને (પ્રકારની વૃત્તિઓ)ના જીવરૂપ છે, ઈતિવૃત્ત (કથાવસ્તુ) તો શરીર સમાન જ છે.
(રસની જીવરૂપતાનું પ્રતિપાદન)
(પૂર્વપક્ષ) અહીં કેટલાક લોકો કહે છે-“રસાદિ નો ઈતિવૃત્તની સાથે ગુણગુણી વ્યવહાર ઉચિત છે, જીવ-શરીર વ્યવહાર નહીં. કેમકે વાચ્ય રસાદિમય જ પ્રતિભાસિત થાય છે (પ્રતીત થાય છે), 'રસાઠિથી જુદું નહીં, એમ.
(સિદ્ધાન્તપક્ષ) અહીં કહેવાય છે-જો રસાદિમય જ વાચ્ય હોય છે જેમકે ગૌરત્વમય શરીર, એમ છે ત્યારે, જેમ શરીર પ્રતિભાસિત (પ્રતીત) થતાં, નિયમથી જ, બધાને માટે ગૌરત્વ પ્રતિભાસિત થાય છે, તેવી રીતે વાચ્યની સાથે જ રસ