________________
તૃતીય ઉદ્યોતઃ ૨૦
અહીં (દિ જી. ઈ. શ્લોકમાં) વિધિ અને પ્રતિષેધ કેવળ અનુવાદના રૂપમાં આવેલા હોઈ એમાં દોષ નથી. એવી રીતે અહીં (ક્ષિણ પ્રસ્તાવિત...ઈ. શ્લોકમાં) પણ થશે. આ શ્લોકમાં (ક્ષિણ તાવત... ઈ.માં) ઈર્ષ્યા, વિપ્રલંભશૃંગાર અને કરુણ વિધીયમાન નથી. (મુખ્ય કથન નથી). ત્રિપુરારિ શિવનો પ્રભાવાતિશય મુખ્ય વાક્યર્થ હોવાથી અને (ઈર્ષ્યા વિપ્રલંભ તથા કરૂણ) આ બંને તેના અંગરૂપમાં રહ્યા હોવાથી.
અને રસોમાં વિધિ અને અનુવાદ વ્યવહાર નથી એમ પણ નહિ કહી શકાય કેમકે તેનો (રસોનો) વાક્યાર્થરૂપમાં સ્વીકાર થતો હોવાથી. વાચ્યરૂપ વાક્યર્થમાં જે વિધિ અને અનુવાદરૂપતા રહેતી હોય તેને તે (વાચ્યાર્થ)થી આક્ષિપ્ત (વ્યંગ્ય) રસાદિમાં કોણ રોકી શકે છે? (તાત્પર્ય એ છે કે જો વાચ્યાર્થમાં વિધિ અનુવાદરૂપતા રહી શક્તી હોય તો વ્યંગ્ય રસાદિમાં નથી રહી શક્તી એ કેવી રીતે કહી શકાય? તેમાં પણ ચોક્ત રહે છે જ).
અથવા જે રસાદિને સાક્ષાત્ કાવ્યનો અર્થ નથી માનતા તેમને તે (રસાદ્રિ)ની તનિમિત્તતા (અર્થાત્ કાવ્યના અર્થથી વ્યંગ્યતા) અવશ્ય માનવી જોઈએ. તો પણ આ શ્લોકમાં (ક્ષિણો તાવતમ... ઈ.માં) વિરોધ નથી. કેમ કે અનૂધમાન ( ગૌણરૂપે કહેવાતા) જે અંગ (અર્થાત્ રસાળભૂત હસ્તક્ષેપાદિ વિભાવ) તનિમિત્તક જે ઉભયરસ વસ્તુ (અર્થાતુ તે હસ્તક્ષેપ વગેરેથી પ્રતીત થનારા જે બન્ને અર્થાત્ કરુણ અને વિપ્રલંભશૃંગારરૂપ રસવતુ રસજાતીયતત્ત્વ) એ જેનો સહકારી છે એવા વિધીયમાન અંશ (શિવના બાણથી જન્મેલો દાહ)થી ભાવવિશેષ (રતિ, દેવ વગેરે વિષયક ભાવ પ્રેયોલંકાર વિષય-શિવનો અતિશય પ્રતાપ દર્શાવતી ભક્તિ)ની પ્રતીતિ થાય છે. તેથી કોઈ વિરોધ નથી. બે વિરુદ્ધ (ઉદા. પાણી અને અગ્નિ) જેનાં સહકારી છે એવા (મુખ્ય) કારણથી કાર્યવિશેષ (જેમકે ચોખા-ભાત)ની ઉત્પત્તિ (જોવા મળે છે.)
એકીસાથે એક જ કારણનું વિરુદ્ધત્વ એ વિરુદ્ધફળને ઉત્પન્ન કરવાનું કારણ છે, પણ બે સહકારીનું વિરુદ્ધત્વ નહિ.
આ રીતે વિરુદ્ધ પદાર્થવિષયક અભિનય કેવી રીતે કરવો જોઈએ? એવો પ્રશ્ન થાય તો (જવાબ) આ પ્રકારના (વિરુદ્ધ) અન્ઘમાન વાચ્ય (રિ જી, પત, ત્તિ, વગેરેનો અભિનય જે પ્રકારે કરાશે તે પ્રકારે શિક્ષો હસ્તાવનામ. ઈ.માં પણ કરુણ અને શૃંગારનો અભિનય કરી શકાય છે. એ રીતે વિધિ અને અનુવાદની નીતિનો આશ્રય લઈ આ શ્લોક (ક્ષિત હતા.) માં વિરોધ દૂર થઈ જાય છે.
અને વળી, અભિનંદન આપવા યોગ્ય ઉદયવાળા કોઈ નાયના અતિશય પ્રભાવનું વર્ણન કરવામાં, તેના શત્રુઓને લગતો જે કરુણ રસ હોય તે પરીક્ષકોને વિહ્વળ બનાવતો નથી, ઊલટું, અતિશય પ્રીતિનું નિમિત્ત બને છે. એથી વિરોધ પેદા કરનાર રસની શક્તિ કુંઠિત થતી હોવાથી કંઈ દોષ નથી એથી વાક્યાર્થીભૂત (પ્રધાન) રસ અથવા ભાવના વિરોધીને જ રસવિરોધી કહેવું તે યોગ્ય છે. કોઈ અંગભૂતને (ગૌણ વિરોધીને રસવિરોધી કહેવાનું ઉચિત) નહીં.