________________
દ્વિતીય ઉદ્યોત : ૨૭
૧૪૧
અથવા જેમ કે મારો જ (શ્લોક) - ‘“હે ચંચળ દીર્ઘ નેત્રોવાળી ! લાવણ્ય અને કાંતિથી દિશાઓને પરિપૂર્ણ કરી દેનારું તારું મુખ મંદસ્મિત યુક્ત હોવા છતાં પણ સમુદ્રમાં સહેજ પણ ક્ષોભ પેદા થતો નથી તેથી એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે એ કેવળ જળનો રાશિ (જડતાનો પુંજ) છે.
આ પ્રકારનાં ઉદાહરણોમાં સંલક્ષ્યક્રમવ્યંગ્ય રૂપકના આશ્રયે જ કાવ્યનું ચારુત્વ રહેલું છે એથી અહીં રૂપકધ્વનિ નામકરણ જ ઉચિત છે.
૨૭-૨ ઉપમા ધ્વનિ જેમ કે
‘‘વીરોની દૃષ્ટિ કુંકુમરંજિત પ્રિયાનાં સ્તનોમાં નથી રમતી એટલી શત્રુના હાથીઓનાં સિંદૂરથી રંગાયેલ કુંભસ્થળો ઉપર રમે છે.’’
અથવા જેમ કે ‘વિષમબાણલીલા’ (નામના મારા કાવ્ય)માં કામદેવના (અસુર વિષયક પરાક્રમના) વર્ણન (પ્રસંગનો) મારો (શ્લોક, ઉપમા ધ્વનિનું બીજું ઉદાહરણ છે.) ‘‘લક્ષ્મીના સહોદર રત્નોને ભેગાં કરવામાં મગ્ન તેમનાં (અસુરોનાં હંમેશ યુદ્ધ માટે તૈયાર એવાં) તે હૃદયોને કામદેવે પ્રિયાઓના અધરબિંબ (ના રસાસ્વાદ)માં તત્પર કરી દીધાં.’’
‘આક્ષેપધ્વનિ’ જેમ કે
“જે પાણીના ઘડાઓથી (માપીને) સમુદ્રના માપને જાણી શકે છે તે હયગ્રીવના બધા ગુણોનું વર્ણન કરી શકે છે.’’
અહીં ‘અતિશયોક્તિ’ થી હયગ્રીવના ગુણની અવર્ણનીયતા પ્રતિપાદિત કરનાર તેનો અસાધારણ વિષયમાં પ્રકાશ કરનાર ‘આક્ષેપ’નું પ્રકાશન થાય છે. (એથી આ ‘કવિપ્રૌઢોક્તિસિદ્ધ અલંકારથી અલંકાર વ્યંગ્ય આક્ષેપ ધ્વનિ’નું ઉદાહરણ છે.
૨૭.૩ ‘અર્થાન્તરન્યાસધ્વનિ’ શબ્દશક્તિમૂલ અનુસ્વાનવ્યંગ્ય કે અર્ધશક્તિમૂલ અનુસ્થાન વ્યંગ્ય (અનુસ્વાનવ્યંગ્ય= સંલક્ષ્યક્રમવ્યંગ્ય) (એમ બે જાતનો) સંભવે છે. તેમાંથી પ્રથમનું ઉદાહરણ
‘“ફળ તો ભાગ્યને આધીન છે. (તેમાં અમે) શું કરીએ ? તો પણ આટલું (તો) કહીએ છીએ કે રક્ત અશોકનાં પાવ બીજાં પલ્લવ જેવાં નથી હોતાં.’’
પદને પ્રકાશનાર આ ધ્વનિ છે. તેથી વાકચમાં બીજા અર્થનું તાત્પર્ય હોય તો પણ વિરોધ નથી. બીજાનું (અર્થશક્તિમૂલ સંલક્ષ્યક્રમનું) ઉદાહરણ
‘‘હૃદયમાં રાખેલા ક્રોધવાળી તથા રોષ રહિત મુખવાળી મને પ્રસન્ન કરતા હે બહુજ્ઞ ! અપરાધથી યુક્ત હોવા છતાં તારા પર ક્રોધ કરવો શક્ય નથી.’’