________________
તૃતીય ઉધોતઃ ૭, ૮, ૯
૧૭૧ (૬) અભિનેયાર્થ (નાટકો વગેરે)માં તો સર્વથા રસનિરૂપણનો જ આગ્રહ રાખવો.
(૭) આખ્યાયિકા અને કથામાં તો ગદ્ય રચનાનું બાહુલ્ય હોવાથી અને ગદ્યમાં છન્દોબદ્ધ રચનાથી ભિન્નમાર્ગ હોવાથી, અતિરિક્ત પ્રસ્થાન હોવાથી, કોઈ (નિયામક હેતુ) નિયમ આ પહેલાં થયા નથી, છતાં અમે અહીં થોડા આપીએ છીએ.
કારિકા-૮ અને વૃત્તિઃ આ ઉપર કહેલું ઔચિત્ય જ, છંદના નિયમથી રહિત ગદ્યરચનામાં પણ સર્વત્ર તેનું (સંઘટનાનું) નિયામક હોય છે.
જે આ વક્તગત અને વાચ્યગત ઔચિત્ય સંઘટનાનું નિયામક કહ્યું છે, એ છંદના નિયમોથી રહિત ગદ્યમાં પણ વિષયગત (ઔચિત્ય) સહિત નિયામક હોય છે. જેમ કે અહીં પણ જ્યારે કવિ અથવા કવિ નિરૂપિત વક્તા (પાત્ર) રસભાવથી રહિત હોય છે ત્યારે સ્વતંત્રતા હોય છે. પણ જો વક્તા રસભાવસમન્વિત હોય તો પહેલાં કહેલા નિયમને અનુસરવું જોઈએ. તેમાં પણ વિષયગત (કાવ્ય પ્રકારને લગતું) ઔચિત્ય જ હોય છે. પણ “આખ્યાયિકામાં મોટે ભાગે મધ્યમ સમાસવાળી અને દીર્ઘસમાસવાળી “સંઘટના જ હોય છે. કેમ કે ગદ્ય વિકટ (કઠિન) રચનાથી સુંદર હોય છે. અને એથી જ સૌંદર્યનો પ્રકર્ષ સધાય છે. કથામાં વિકટ (કઠિન) રચનાની પ્રચુરતા હોવા છતાં રસબંધ સંબંધી ઔચિત્યનું પાલન કરવું જોઈએ.
કારિકા-૯ અને વૃત્તિ રચના, રસબંધમાં કહેલા ઔચિત્યનો આશ્રય લઈને જ સર્વત્ર શોભે છે. વિષયગત (ઔચિત્ય)ની દષ્ટિથી તેમાં થોડો ભેદ થઈ જાય છે.
અથવા પદ્ય (રચના)ની જેમ ગદ્યમાં પણ, રસબંધને લગતા ઔચિત્યનું બધે પાલન કરનારી, રચના શોભે છે. તે (ઔચિત્ય) વિષયની દૃષ્ટિથી જરાક વિશેષવાળું હોય છે, પણ બધી રીતે નહીં, જેમ કે ગઘબંધમાં, તેમાંયે આખ્યાયિકામાં વિપ્રલંભ શૃંગાર અને કરુણમાં અત્યંત દીર્ઘસમાસવાળી રચના ન જ શોભે. નાટક વગેરેમાં પણ અસમાસા સંઘટના જ (હોવી જોઈએ). રોદ્ર, વીર વગેરેનાં વર્ણનમાં વિષયની અપેક્ષા પ્રમાણે ઔચિત્ય પ્રમાણ (રસબંધોક્ત ઔચિત્ય પ્રમાણ)ના બળથી (તે) ઘટે (યા) વધે છે. જેમ કે આખ્યાયિકામાં પોતાના વિષયમાં પણ અત્યંત સમાસ વગરની અને નાટક વગેરેમાં અત્યંત દીર્ઘ સમાસવાળી (સંઘ ના) નહીં હોવી જોઈએ. સંઘટનાનાં આ માર્ગનું (સર્વત્ર) અનુસરણ કરવું જોઈએ.
(પ્રબન્ધમાં સાચવવાનાં ઔચિત્યો)