________________
તૃતીય ઉદ્યોતઃ ૧૬
૧૮૭ ગુણવાન લોકોની વૃદ્ધિ જોઈને જે જીવે છે, જે પોતાના શરીરમાં ફૂલ્યા નથી સમાતા, અને જે હર્ષથી નાચવા માંડે છે. જેમને આનંદનાં અશ્રુ આવે છે. અને જેમનું શરીર (આનંદથી) રોમાંચિત થઈ જાય છે. હાય, ધિક્કાર છે, દુઃખની વાત છે કે, સજ્જનોના ઢેલીઓનો, પોષનાર દુષ્ટ દેવ, નાશ કરે છે. કોને શરણે જાઉં ?'' વગેરેમાં.
ક્યારેક વ્યંજત્વની દષ્ટિથી પ્રયુક્ત પદોની પુનરુક્તિ પણ શોભાજનક હોય છે. જેમકે -
છેતરવાના ઈરાદાથી, કામ કઢાવી લેવા માટે, દુષ્ટ માણસ ખુશામતભરી પુષ્કળ બનાવટી વાતો બોલે છે તેને સજ્જન પુરુષ નથી સમજતો એમ નથી, સમજે છે, પણ તેઓ તેના (ખોટા) આગ્રહનો અસ્વીકાર કરવામાં સમર્થ નથી થતા.” ઈત્યાદિમાં. ૧૨.૪ કાળના વ્યંજત્વ (નું ઉદાહરણ) જેમકે –
(વર્ષાકાળમાં બધા રસ્તાઓમાં પાણી ભરાઈ જવાને લીધે) સમ, વિષમ (ખાડા-ટેકરા) ની વિશેષતાથી રહિત, ચારે બાજુથી ધીમે ધીમે ચાલવું પડે એવા રસ્તાઓ થોડી જ વારમાં મનોરથથી પણ અગમ્ય થઈ જશે.”
અહીં ‘વિરદ્ ભવિષ્યતિ સ્થા: ‘થોડીવારમાં રસ્તાઓ થઈ જશે” તેમાં થઈ જશે’ શબ્દમાં કાળવિશેષ (ભવિષ્યકાળ) ને બતાવતો પ્રત્યય જ રસ પરિપોષનો હેતુ (બની) પ્રકાશે છે. આ ગાથાનો અર્થ, પ્રવાસ વિપ્રલંભશૃંગારના વિભાગ તરીકે સમજીએ તો રસવાનું છે.
જેમ અહી પ્રત્યયઅંશ વ્યંજક છે તેમ ક્યાંક પ્રકૃતિ અંશ પણ (વ્યંજકરૂપમાં) દેખાય છે. જેમકે
તે ઝૂકેલી ભીતોવાળું ઘર (ક્યાં) અને (ક્યાં) આ ગગનચુંબી ભવન ! (ક્યાં) તે ઘરડી ગાય અને (ક્યાં) મેઘોના જેવા (કાળા) હાથીઓની ડોલતી હાર ! (ક્યાં) તે શુદ્ર મુસળનો અવાજ (અને ક્યાં) આ મહિલાઓનું અવ્યક્ત મધુર સંગીત ! આશ્ચર્ય છે કે (આટલા) દિવસોમાં આ બ્રાહ્મણને (સુદામાને) આ અવસ્યા સુધી પહોંચાડી દેવામાં આવ્યો !”
આ શ્લોકમાં ‘તિ - દિવસોમાં એ પદમાં પ્રકૃતિ અંશ પણ વ્યંજક છે.
સર્વનામોનું વ્યંજત્વ જેમકે હમણાં જ કહેલા શ્લોકમાં. તેમાં સર્વનામોનું વ્યંજકત્વ મનમાં સમજીને જ કવિએ “- ક્યાં” વગેરે શબ્દનો પ્રયોગ કર્યો નથી. આવી રીતે બીજા વ્યંજકો પણ સયોએ પોતે કલ્પી લેવા. આ બધાં (સુ, તિ, વગેરેની વ્યંજક્તા ૧૬મી કારિકામાં કહી છે. ધ્ય. ૩/૨ માં કહેલા) પદ, વાક્ય, રચના વગેરેની ઘોતનોક્તિથી સમજાઈ જાય છે. તો પણ ભિન્ન પ્રકારથી વ્યુત્પત્તિ (જ્ઞાનવૃદ્ધિ)ને માટે ફરીથી કહ્યું છે.