________________
તૃતીય ઉદ્યોતઃ ૧૯ પ્રસંગ વિના અને યોગ્ય કારણ વિના, રામચંદ્ર જેવા દેવપુરુષનું પણ શૃંગારકથામાં પડી જવાનું વર્ણન કરવામાં આવે (તો તે રસભંગનું કારણ બને છે.) (જેમકે ભટ્ટનારાયણના વેણીસંહાર'માં અંક-૨માં મહાભારત યુદ્ધ શરૂ થઈ જવા છતાં પણ ભાનુમતી અને દુર્યોધનના શૃંગારવર્ણનમાં રસભંગ છે.)
અને આવા વિષયમાં દેવથી વ્યામોહમાં પડ્યો હતો એમ કહી) કથાનાયકનો બચાવ ન થાય કેમકે રસબંધ (રસનિરૂપણ) જ કવિની પ્રવૃત્તિનું મુખ્ય કારણ છે. અને ઈતિહાસ વર્ણન તો તેનો ઉપાય માત્ર જ છે. એવું અમે “માતોથ યથા... ઈ. ૧/૯.” (=જેમ જોવાની ઇચ્છાવાળો દીપશિખા માટે પ્રયત્નશીલ બને છે.” ઇત્યાદિ)થી પહેલાં કહી ગયા છીએ.
માટે જ ઈતિવૃત્તમાત્રના (=ઈતિહાસના) જ વર્ણનનું પ્રાધાન્ય હોય ત્યાં, અંગ અને અંગિભાવરહિત રસભાવના નિબંધનથી જ, કવિઓનાં આવી જાતનાં ખૂલનો થાય છે. એથી રસાદિરૂપ વ્યંગ્યતત્પરત્વ જ તેમને માટે ઉચિત છે. એ દષ્ટિથી અમે આ (ધ્વનિનિરૂપણનો) યત્ન આરંભ્યો છે. ધ્વનિના પ્રતિપાદનમાં અમારો અભિનિવેશ છે (આગ્રહ છે) એટલા માટે જ નહીં
(૪) વળી, આ (ચોથો) બીજો રસભંગનો હેતુ સમજવો જોઈએ, કે પરિપોષ પામેલ રસને પણ ફરી ફરીને ઉદીપિત કરવો. (તે). પોતાની (વિભાવાદિ) સામગ્રીથી પરિપોષ પામેલ રસ ફરી ફરીને સ્પર્શ કરવાથી ચિમળાયેલાં (મલિન) ફૂલ જેવો લાગે છે.
(૫) (ક) તેમજ વૃત્તિના વ્યવહારનું જે અનૌચિત્ય છે તે પણ રસભંગનો હેતુ છે. (પાંચમું કારણ) જેમકે નાયક પ્રત્યે કોઈ નાયિકાના યોગ્ય હાવ-ભાવ વિના જાતે જ (શબ્દોથી) સંભોગની અભિલાષા કહેવામાં વ્યવહારનું અનૌચિત્ય થઈ જવાથી રસભંગ થાય છે.)
અથવા ભારતની પ્રસિદ્ધ કેશિકી આદિ વૃત્તિઓનું અથવા “કાવ્યાલંકાર (ભામહકૃત અને તે પર ઉલ્કકૃત ‘ભામહ વિવરણ) માં પ્રસિદ્ધ ઉપનાગરિકા આદિ વૃત્તિઓનું જે અનૌચિત્ય અર્થાત્ “અવિષયમાં નિબંધન છે તે પણ રસભંગનો હેતુ છે.
આ રીતે આ રસવિરોધીઓ (પાંચ હેતુઓ)નું અને એ રીતે પોતે બીજા રસવિરોધીઓ કલ્પી લઈને તેમનો પરિહાર કરવામાં સારા કવિઓએ સાવધાન રહેવું જોઈએ. આ અંગે નીચેના પરિકર શ્લોકો છે.
(૧) સુકવિઓના વ્યાપાર (પ્રવૃત્તિ)ના મુખ્ય વિષય રસાદિ છે. તેના નિબંધનમાં તેમણે હંમેશાં પ્રમાદરહિત (જાગૃત) રહેવું જોઈએ.