________________
તૃતીય ઉદ્યોત : ૧૮, ૧૯
૧૯૧
કારિકા-૧૮ અને ૧૯ (રસાદિનાં) તે વિરોધી, જેને કવિએ યત્નપૂર્વક ત્યજવાં જોઈએ, (તે) સ્થાનો ક્યાં છે તે કહે છે.
(૧) વિરોધી રસ સાથે સંબંધ ધરાવનાર વિભાવ વગેરે ગ્રહણ કરી લેવાં (૨) (રસ સાથે) સંબદ્ધ અન્ય વસ્તુનું અધિક વિસ્તારથી વર્ણન કરવું. (૩) કસમયે રસમાં વિચ્છેદ અને કસમયે તેનું પ્રકાશન કરવું.
(૪) (રસનો) પરિપોષ થઈ ગયા પછી પણ કરી કરીને તેનું ઉદ્દીપન કરવું. અને
(૫) વૃત્તિનું (વ્યવહારનું) અનૌચિત્ય. (આ પાંચ) રસનાં વિરોધી છે.
વૃત્તિ - (૧) પ્રસ્તુત રસની દૃષ્ટિએ, જે વિરોધી રસ હોય તેની સાથે સંબંધ રાખનાર વિભાવ, અનુભાવ તથા વ્યભિચારિભાવોનું વર્ણન, એ રસ વિરોધ પેદા કરનાર (પ્રથમ) કારણ સમજવું જોઈએ.
તેમાં વિરોધી રસના વિભાવનો સ્વીકાર, જેમકે શાંત રસના વિભાવો એના વિભાવ તરીકે વર્ણવ્યા પછી તરત જ શૃંગારના વિભાવનું વર્ણન.
વિરોધી રસના ભાવ (વ્યભિચારિભાવ) નો સ્વીકાર. જેમકે પ્રિય તરફ પ્રણયથી કુપિત કામિનીને વૈરાગ્યની વાતોથી મનાવવી તે.
વિરોધી રસના અનુભાવનો સ્વીકાર. જેમકે પ્રણયકુપિત પ્રિયા પ્રસન્ન ન થતી હોય ત્યારે ક્રોધના આવેશમાં વિવશ નાયકના રૌદ્ર અનુભાવોનું વર્ણન.
(૨) આ વળી, રસભંગનો બીજો હેતુ છે, જે પ્રસ્તુત રસની અપેક્ષાએ કોઈક રીતે સંકળાયેલ બીજી વસ્તુનું વિસ્તારથી થન કર્યું. જેમ કે, વિપ્રલંભશૃંગારમાં કોઈ નાયક્ને વર્ણવવાનું શરૂ કરતો કવિ, યમકાદિ અલંકારના નિબંધનની રસિક્તાથી અત્યન્ત વિસ્તારથી પર્વતાદિનું વર્ણન કરવા માંડે (તે) (જેમ કે ‘કિરાતાર્જુનીય’ મહાકાવ્યમાં સુરાંગનાવિલાસ વગેરે અથવા ‘હયગ્રીનવધ’માં હયગ્રીવનું વિસ્તૃત વર્ણન.)
(૩) આ પણ બીજો (ત્રીજો) રસભંગનો હેતુ ગણવો જોઈએ જે, કસમયે (અચાનક, અનવસર, અકાંડે) રસમાં વિચ્છેદ પાડવો અને કસમયે તેનો વિસ્તાર (કરવા લાગવું.)
તેમાં કસમયે (રસને) થંભાવી દેવા (નું ઉદાહરણ) જેમ કે સ્પૃહણીય સમાગમવાળી કોઈ નાયિકાની સાથે નાયકનો શૃંગાર પરિપોષ પામ્યો હોય અને પરસ્પરનો અનુરાગ વિદિત હોય ત્યારે બન્નેના સમાગમના ઉપાયની ચિંતાને ઉચિત વ્યવહાર છોડીને, જુદી રીતે, બીજા વ્યાપારનું વર્ણન કરવું. (જેમકે ‘રત્નાવલી’ નાટિકામાં ‘ખાભ્રવ્ય’ આવતાં ‘સાગરિકા’ની વિસ્મૃતિ)
અનવસરે રસનું પ્રકાશન (તેનું ઉદાહરણ) જેમકે વિવિધ વીરોનો જેમાં ક્ષય થાય છે તેવો પપ્રલય જેવો સંગ્રામ જ્યારે ચાલતો હોય ત્યારે વિપ્રલંભશૃંગારના